Namo Arihantanam || Namo Siddhanam || Namo Ayariyanam || Namo Uvajjhayanam || Namo Loe Savva Sahunam || Eso Panch Namukkaro, Savva Pavap Panasano || Mangalanam cha Savvesim, Padhamam Havai Mangalam ||
 

દમ-શ્વાસ

Home » Ayruvedic Upchar » દમ-શ્વાસ

  • દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ તેને દિવાની જયોત પર ગરમ કરી પછી તેને છોલીને મરીનો ભુકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે.
  • ઘી સાથે દળેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.
  • રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
  • હળદર, મરી અને અડદ એ ત્રણેને અંગારા પર નાંખી ધુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે.
  • દસ પંદર લવીંગ ચાવીને તેનો રસ ગાળવાથી દમ મટે છે.
  • દરરોજ થોડો ખજુર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ બહાર નીકળી જાય છે અને દમ મટે છે.
  • બે ત્રણ સુકા ખજુર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમ મટે છે.
  • નગરવલના પાનમાં બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
  • અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
  • પંદર વીસ મરી વાટી મધ સાથે રોજ ચાટવાથી શ્વાસ મટે છે.
  • હળદર અને સુંઠનું ચુર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
  • ફુલાવેલી ફટકડી અને સાકર સરખે ભાગે લઈ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલો ફાકવાથી દમ મટે છે.
  • આમળાનો રસ અઢી તોલામાં એક તોલો મધ અને O| તોલો પીપરનું ચુર્ણ મેળવી લેવાથી શ્વાસ મટે છે.