આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017



વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…
  • અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
  • પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
  • નરણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાય કબજીયાત મટે છે.
  • લીંબુ રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે.
  • ખજુરને રાત્રેપલાળી નાખી સવારે મસળી ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
  • ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
  • કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
  • રાત્રેસુતી વખતે બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
  • ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે.
  • ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજીયાત મટે છે.
  • રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજીયાત મટે છે.
  • અજમાના ચુર્ણમાં સંચોરો નાંખી ફાકવાથી કબજીયાત મટે છે.
  • તુલસીના ઉકાળામાં સિંઘવ અને સુંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
  • જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
  • જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હીમેજ ખુબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.