આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  અષાઢ સુદ છઠ ગુરુવાર   Dt: 29-06-2017



અમાવસ્યા કિસ માસ ન મેં નહીં આતી, થકાવટ કિસ રાત મેં નહીં આતી, ઈસ સંસાર મેં કોઈ બતાઓ તો સહી, સમસ્યા કિસ રાહ મેં નહીં આતી…
  • મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
  • મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે.
  • મધમાખીના ડંખ ઉપર સુવાને સિંધવ મીઠું પાણી સાથે વાડી ચોપડવાથી પીડા મટે.
  • કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
  • કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.
  • કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીરસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
  • કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.
  • કોઈપણ જીવજંતુના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે.
  • વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનો ઝેર ઉતરે છે.
  • વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીનાના પાન ખાવાથી ઝેર ઉતરે છે.
  • વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાપાણીથી વારંવાર ધોવાથી તથા મીઠું પાણી નાખેલા પાણીનાં ટીપાં આંખોમાં નાંખવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
  • તાજણીયાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
  • આમલીનો ચીંચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીચોંડો વીછીંના ડંખ ઉપર ચોટાડવાથી ઝેર શોપી લે છે અને પોતાની મેળે ખરીપડે છે અને વીંછીનું ઝેર ઉતરે છે.
  • મચ્છરોના કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનોરસ ચોપડવાથી પીડા મટે છે.
  • ગરોળી કરડે તો સરસીયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે.
  • મચ્છરના ડંખ ઉપર ચુનો લગાડવાથી પીડા મટે છે.
  • ઉંદર કરડ્યો હોય તો ખોરૂં કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
  • સાપ કરડે ત્યારે દસ થી વીસતોલા ચોખ્ખું ઘી પીવું પંદર મિનિટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે.