આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  જેઠ સુદ ચોથ સોમવાર   Dt: 29-05-2017



દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…
  • ત્રણ દિવસનો વાસી પોશાખ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે. (ત્રણ ખાટલી રાખી રોજ એક ખાટલીમાં પોશાખ બરતા રહેવું)
  • ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
  • ખોરાક અથવા ખજુરના ઠળીયાને બાળી તેના રાખ કપુર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
  • તાજણીયાની લાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
  • ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
  • પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું ખસ મટે છે.
  • જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે.
  • કોપરૂં ખાવાથી અને કોપરૂં બારીકવાટી શરીર પર ચોપડવાથી ખંજવાળ મટે છે.
  • ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલીશ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.
  • આમળા બાળી તલના મેળવી શરીર પર માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
  • ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
  • રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
  • એરીયો દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટેછે.
  • તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
  • આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલનું માલીશ કરવાથી ખુજલી મટે છે.
  • કોપરેલ તેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલીશ કરવાથી ખુજલી મટે.
  • ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે.