આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે
 • સુંઠનું ચુર્ણ છાશમાં નાંખીને પીવાથી હરસ-મસા મટે છે.
 • સવારે નરણે કોઠે એક મુઠી જેટલાં કાળા તલ થોડી સાકર સાથે ખુબ ચાવીને ખાવાથી મસામંથી પડતું લોહી બંધ થઈ જાય છે.
 • સુકા હરસ થયા હોય તો છાસમાં ગોળ નાંખીને અને લોહી પડતા મસા હોય તો છાસમાં ઈન્દ્રજવ નાંખીને પીવાથી હરસ-મસા મટે છે.
 • મીઠા લીમડાના પાનને પાણી સાથે લેવાથી હરસ-મસા મટે છે.
 • કળથીના લોટની પાતળીરાખ પીવાથી હરસ-મસા મટે છે.
 • ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખુબ મસળીને પાણી પીવાથી અથવા કોથમરીનો રસ પીવાથી મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે.
 • એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ-મસા મટે છે.
 • ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે.
 • ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
 • કોથમરીને વાટી ગરમ કરી પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા મટે છે.
 • જીરાને વાટી તેની લુગડી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલ અને ખુબ દુઃખતા મસા અંદર જાય છે.
 • ચોખી હળદરનું વસ્ત્રાગણ ચુર્ણ કરી પાણી સાથે રાત્રે સુતી વખતે લેવાથી મસા મટે છે.
 • કોકમના ફુલનું ચુર્ણ દહીંની મલાઈ સાથે મેળવી જરાક ગરમ કરી દિવસમાં ત્રણવાર ખાવાથી મસામાં પડતું લોહી બંધ થાય છે.
 • જીરાને શેકીને તેમાં સરખેભાગે કાળા મરી તથા સિંઘવ મેળવીને ચુર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી મસા મટે છે.
 • સુંઠ જીરૂં સિંઘવનું ચુર્ણ દહીંના મઠામાં મેળવી જમ્યા પછી લેવાથી હરસ-મસા મટે છે.
 • ગરમ દૂધ સાથે ૧-૨ ચમચી દીવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ મટે છે.
 • કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી દુઝતા હરસ મટે છે.
 • હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી ગાયના ઘીમાં પીસી હરસ-મસા પર લેપ લગાડવાથી હરસ-મસા નરમ તરત જ ચસકા બંધ થાય છે.