આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ફાગણ વદ તેરસ રવિવાર   Dt: 26-03-2017



જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…
  • લાગેલા ઘા, વાઢ કે કાપ ઉપર તાજો પોશાખ લગાડવાથી જલ્દી રુઝ આવે છે અને પાકતા નથી.
  • ઘા માંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું નથી.
  • ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય ત્યારે તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.
  • તલના તેલનું પોતું મુકી પાટો બાંધવાથી જખમ જલ્દી રૂઝાય છે.
  • વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
  • હળદરને, તેલમાં કકળાવી તે તેલ ઘા જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલ્દી રૂઝાઈ જાય છે.
  • ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર નાંખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
  • તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.
  • લોહી નીકળતા ઘા પર પાનમાં ખાવાનો જાડો ચુનો ચોપડી તેના પર તેલનું પોતું મુકી પાટો બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.
  • હિંગ અને લીમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.
  • રાઈના લોટને ઘી-મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.
  • દાઝેલાં ઘા પર કકડાવેલું તેલ ચોપડવાથી ખુબ ફાયદો થાય છે.
  • દાજેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાટાને કાપી ઘસવાથી ફોડલો થશે નહિં.
  • દાઝેલા ઘા પર તાઝણીયાનો રસ ચોપડવાથી આરામ થાય છે. દાઝેલા ઘા પર મહેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.
  • દાઝેલા ઘા પર ખુબ પાકા કેળાને બરાબર મસળી ચોંટાડી, પાટો બાંધવાથી તરત જ શાંતિ થાય છે ને આરામ થાય છે.
  • દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે. કોણ્લા અને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.
  • ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખુબ આરામ થાય છે.
  • દાઝેલા ઘા પર ઇંડાની સફેદી લગાડવાથી ઘા રૂઝાઈ જાય છે અને ડાઘ રહેતો નથી.
  • જખમ, ઘા, ગુમડા, ચાંદા, શીતળા જેમાંબહુ બળતરા થતી હોય તેમાં ચોખાનો બારીક લોટ પાવડરની જેમ ચાંદા પર લગાડવાથી દહ બળતરા મટે છે.
  • દાઝેલા ઘા પર છુંદેલો કાંદો તરત જ લગાડવાથી તરત જ આરામ થાય છે.