આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ફાગણ વદ તેરસ રવિવાર   Dt: 26-03-2017જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…
 • હિંગ, પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.
 • દાંત હલતા હોય અને દુઃખતા હોય તો હિંગ અથવા અક્કલગરો દાંતમાં ભરવવવાથી આરામ થાય છે.
 • સવારના પહોરમાં કાળા તલ ખુબ ચાવીને ખાવાની ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબુત બને છે.
 • વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતાં દાંત મજબુત થાય છે.
 • તલનું તેલ હથેળીમાં લઈ આંગળી વડે પેઢા ઉપર ઘસવાથી હલતાં દાંત મજબુત બને છે.
 • લીંબુનો રસ દાંતના પેઢા પર મસળવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
 • તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબુત બને છે.
 • ફુલાવેલી ફટકડીનો પાવડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
 • દાંતનુ પેઢું સુજી ગયું હોય તો મીઠું અને હળદર પાવડર મેળવી પેઢા પર ઘસવાથી મટે છે.
 • દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાનાં ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફટકડી પાવડર લગાડવાથી મટે છે.
 • તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવીને દાંતે ઘસવાથી દાંતનો દુખાવો, દાંતની પીળાશ અને નીકળતું લોહી બંધ થાય છે.
 • સફરજનનો રસ ખાવાના સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને છારી મટે છે.
 • દાંતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળાં કરવાથી આરામ મળે છે.
 • કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુખાવો મટે છે.
 • રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણેકોઠે ચાવીને ખાવાથી પાયોરિયા મટે.
 • તુલસીના પાન ચાવવાથી અને તુલસીના પાનના ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢા મજબુત થાય છે.
 • પોલી થયેલી અને કોહવાઈ ગયેલી દાંતની પોલાણમાં લવીંગ,કપુર અથવા તજ અને હિંગ વાટી ભેગું કરવાથી આરામ મળે છે.
 • દાંત પીળા પડી ગયા હોય તો પીરસેલું મીઠું અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ મટે છે.