આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે
  • મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે.
  • દ્રાક્ષ અને ખાડી સાકર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે.
  • ધાણા અને સાકર પાણીમાં લેવાથી બળતરા મટે છે.
  • ધાણા અને જીરૂ એક એક ચમચી લઈ અધકચરૂં ખાંડી રાત્રે પાણીમાં પલાળી સવારે મસળી ગાળી તેમાં સાકર નાખી પીવાથી પેટની તથા હાથપગની બળતરા મટે છે.
  • ધાણાજીરૂનું ચુર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટીને લીધે જમ્યા બાદ છાતીમાં થતી બળતરા મટે છે.
  • તાજણીયાનો રસ સાકર નાખી પીવાથી હાથપગની બળતરા મટે છે.
  • એલચીને આમળાના ચુર્ણ સાથે લેવાથી શરીરની બળતરા પગના તળીયાની બળતરા મટે છે.
  • કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથ પગના તળીયાની બળતરા મટે છે.
  • એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નાખી તેમાં થોડી સાકર મેળવી પીવાથી પીત્તનો દાહ મટે છે.