આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ફાગણ વદ તેરસ રવિવાર   Dt: 26-03-2017જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…
  • થોડા ગરમ પાણીમાં સોપારી નો ભૂકો દિવસમાં ત્રણ ચાર વાર લેવાથી કરમ મટે.
  • તુલસીના પાનનો રસ પીવાથી કરમ મટી જાય છે.
  • ફુદીનાનોરસ પીવાથી કરમ મટી જાય છે.
  • સુઠ અને વાવડીંગનું ચૂર્ણ મધમાં લેવાથી કરમ મટે છે.
  • સવારના પહોરમાં પાણીમાં અર્ધો તોલો મીઠું ઓગાળી પીવાથી કરમ મટે છે.(હ્ય્દયરોગ તથા હાઈ બી.પી.નાં દર્દીએ પ્રયોગ ન કરવો.)
  • ટમેટાના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી કરમ મટે છે.
  • કારેલીના પાનનો રસ સહેજ ગરમ કરી પાણી સાથે પીવાથી કરમ મટે છે.
  • અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે.
  • એક મુઠ્ઠી જેટલા ચણા રાત્રે પલાળી રાખી સવારે નરણે કોઠે આ ચણા ખાવાથી કરમ મટે છે.