આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ બીજ સોમવાર   Dt: 20-11-2017તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…
 • કાચી કેરીને પાણીમાં ઉકાળી સાકર મેળવી શરબત બનાવી પીવાથી આરામ થાય છે. અથવા તુલસીના પાનનો રસ ખાંડ સાથે મેળવીને પીવાથી આરામ થાય છે.
 • ધાણા પાણીમાં પલાળી રાખી ગાળી તે પાણીમાં ખાંડ નાખી વારંવાર પીવાથી ઉલ્ટી શાંત થાય છે.
 • ટમેટાનાં રસમાં ખાંડ અને લવીંગનું ચૂર્ણ મેળવી પાણી પીવાથી આરામ થાય છે.
 • મરીનું ચૂર્ણ આંખમાં આંજવાથી માણસ બેભાન થયો હોય તો તે ચેતનામાં આવે છે.
 • મરીનું ચૂર્ણ નાકમાં ફુકવાથી બેશુદ્ધ માણસને ઘણી છીંકો આવે છે અને બેહોશી મટે છે.
 • શરીર ઠંડુ પડતું જાય ત્યારે ૧૦૦ ગ્રામ પાણીમાં પાંચ ગ્રામ લવીંગ ભુકો નાખી ઉકાળી તે પાણીથી દર્દીના હાથ પગના તળીયા છાતી, માથુ, ગરદન બધે માલીશ કરવાથી શરીરમાં તાજગી આવે છે.
 • તુલસીના પાનને દહિં કે છાસમાં ખાવાથી વજન ઘટે છે અને શરીરની ચરબી ઓછી થાય છે.
 • નરણા કોઠે ખજૂર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને વજન વધે છે.
 • કોથમીરનો તાજો રસ અને લીંબુનો રસ ભેળવી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ બને છે અને વજન વધે છે.
 • ૧૦ તોલા ખજુર પાંચ તોલા દ્રાક્ષ દરરોજ ખાવાથી સુકલકડી શરીરમાં નવું લોહી પેદા થાય છે અને ખુબ ફાયદો છે.
 • કોઈપણ પ્રકારનું ઝેર પેટમાં ગયું હોય તો તુલસીનો રસ જેટલો પી શકાય તેટલો પીવાથી ઝેરનો દોષ નીકળી જાય છે.
 • એકથી પાંચ તોલા જેટલું મીઠું પાણીમાં મેળવીને પીવાથી તાત્કાલિક ઉલ્ટી થઈ ઝેર બહાર નીકળી જાય છે.
 • અજમો ગરમ કરી તેના સરખા ભાગે સિંધવ લઈ વાટી ભેગું કરી તેમાંથી ત્રણ ભાગ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ મટે છે.
 • નાગરવેલના પાન અને સરગવાની છાલને એકત્ર કરી રસ કાઢી પીવાથી નળા ફુલ્યા હોય તે મટે છે.
 • સિંધવનું ચૂર્ણ ગાયના ઘીમાં મેળવી ખાવાથી સોજો મટે છે.
 • ચણાના લોટને પાણીમાં રગડીને તેમાં મધ મેળવી અંડ પર લગાડવાથી સોજો મટે છે.
 • ટમેટાના સુપમાં સાકર મેળવી પીવાથી અથવા શેરડીનોે રસ પીવાથી પીત્ત મટે છે.
 • રાય અને મરીના ચૂર્ણને ઘીમાં મેળવી લેપ કરવાથી રસોળી મટે છે.
 • સુકા આમળાના ચૂર્ણને ગાયના ઘી સાથે મેળવીને ચાટવાથી તોતડાપણું મટે છે.
 • સવારમાં સ્નાન કર્યા પછી તુલસીના પાંચ પાન પાણીની સાથે લેવાથી મગજની નિર્બળતા દૂર થાય છે અને યાદશક્તિ વધે છે.
 • લીંબુનુ સરબત ખાંડ નાખીને પીવાથી અથવા ૨૦ ગ્રામ ગોળ પાણીમાં ઓગાળી તેમાં એલચીના દાણા વાટી પીવાથી થાક દૂર થાય છે અને શક્તિ આવે છે.
 • રાત્રે તાંબાના લોટામાં પાણી ભરેલું રાખી સવારે ઉઠી તે પાણી પીવાથી દસ્ત સાફ આવે છે અને આરોગ્ય સારૂં રહે છે.
 • મરીના બે ત્રણ દાણા રોજ ખાવાથી કોઈપણ રોગ થતો નથી.