આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…
 • ત્રીફળા ચુર્ણ ૧૦૦ ગ્રામ, વરીયાળી ૧૦૦ ગ્રામ સવાર સાંજ એક ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દૃષ્ટિ વધે છે.
 • ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આંકડાનું દૂધ પડે તેથી થતી બળતરામાં આંખમાં દીવેલ આંજવાથી આરામ થાય છે.
 • આંખમાં ચૂનો કે એસીડ પડ્યો હોય તો આંખની અંદર અને બહારથી ઘી ઘસવાથી શાંતિ થાય છે.
 • આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.
 • હળદરના બે ચાર ગાંઠીયા તુવેરની દાળ સાથે બાફી તે હળદર સુકવી બે વાર સૂર્યાસ્ત પહેલા પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફુલુ, રતાશ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.
 • રોજ તાજુ છાશ સાથેનું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની બળતરા મટે છે.
 • ધાણા, વરીયાળી, અને સાકર સરખેભાગે લઈ તેનું ચુર્ણ બનાવી રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખના દર્દો મટે છે.
 • મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલ્દી પાકીને ફુટી જાય છે.
 • બકરીના દૂધમાં લવીંગ ઘસીને આંખોમાં આંજવાથી રતાંધળાપણું મટે છે.
 • સાકર અને ઘી સાથે જીરાનુ ચુર્ણ ચાટવાથી રતાંધળાપણું મટે છે.
 • પાકા ટમેટાનો રસ સવાર સાંજ પીવાથી આંખમાં ખુબ ફાયદો થાય છે.
 • આંખમાં ઠંડા પાણીની છાલક મોંમા પાણીનો કોગળો ભરીને કરવાથી આંખોની ગર્મી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
 • જીરાનું ચુર્ણ રોજ ફાકવાથી આંખની ગર્મી દૂર થાય છે.
 • ધાણાને પાણીમાં પલાળી રાખવાથી મસળી ગાળી તે પાણીથી આંખો ધોવાથી દુઃખતી આંખો સારી થાય છે.
 • અધકચરા ત્રિફળા ચુર્ણને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે તે ગાળી તે પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
 • સાકરને પાણીમાં ઘસી તે ઘસારો સવાર સાંજ આંખમાં આંજવાથી આંખોના ફુલા મટે છે.
 • હળદર, ફટકડી અને આંબલીના પાન સરખા પ્રમાણમાં લઈ તેને વાટી પોટલી કરી ગરમ કરીને ાંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.
 • આંખમાં દાડમનો રસ નાખવાથી ચશ્માના નંબર ઉતરે છે.