આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે
  • ગુમડા ઉપર માખણ લગાડી રૂનો પટો બાંધી રાખવાથી ગુમડુ ફુટી જશે.
  • ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને ફુટી જશે.
  • સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગુમડુ બેસી જશે.
  • પાલખ અથવા તાંદલજાના પાનની પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકી જશે.
  • બોરડીના પાન વાટી, ગરમ કરી, પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને ફુટી જશે.
  • હળદરની રાખ અને ચુનો ભેગો કરી લેપ કરવાથી ગુમડુ ફુટી જશે.