આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  જેઠ સુદ એકમ શુક્રવાર   Dt: 26-05-2017



તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…
  • ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.
  • ખજુરના ઠળીયામાંથી રાખ કરી ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.
  • સહેજ ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો મટે.
  • તુલસીના પાંચ પાન અને સંચળ બે ગ્રામ, ૫૦ ગ્રામ દહીંમાં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.
  • માખણ, મધ અને ખસીસાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.
  • કેરીના ગોટલાનું ચુર્ણ, છાશ અથવા ચોખાના ઓસામણમાં લેવાથી મરડો મટે છે.
  • મરીનું ચુર્ણ છાશમાં લેવાથી મરડો મટે છે.
  • મેથીનો લોટ દહીંમાં ખાવાથી મરડો મટે છે.
  • મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ મેળવીને પીવાથી મરડો મટે છે.
  • આદુનો રસ ડુંટીએ ચોપડવાથી ઝાડા મટે છે.
  • ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી અથવા સુંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપીયાભાર જેટલું એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે.
  • લીંબુના રસને ગરમ કરી તે સિંધવ અને ખડી સાકર મેળવી પીવાથી મરડો મટે.અજમો, હરડે, સિંધવ અને હિંગની ફાકી લેવાથી મરડો મટે છે.
  • અંદરજવને તવી પર શેકી તેને બારીક વાટી ૦૧ તોલો દિવસમાં બે વાર લેવાથી મરડો મટે છે.આંબાના સુકા ફુલોનું ચુર્ણ ગમે તેવો જુનો મરડો મટાડે છે.
  • કાંદાને બારીક વાટી ત્રણ-ચાર વાર પાણીથી ધોઈ, દહીં સાથે ખાવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
  • થોડા તલ અને સાકર વાટી ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
  • કોકમનું ઘી ગરમ કરીને દિવસમાં બે-ત્રણવાર બબ્બે તોલા જેટલું પીવાથી લોહીવાળો મરડો મટે છે.
  • સુંઠનું ચુર્ણ છાશમાં મેળવીને બબ્બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.
  • કાચું પપૈયું પાણીમાં ઉકાળીને ખાવાથી ઝાડા મટે છે.
  • જાયફળ પાણીમાં ઘસીને અડધી ચમચી જેટલું, સવાર-સાંજ ચાટવાથી ઝાડા બંધ થઈ જાય છે.