આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017



વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…
  • વાળ ખરે તો દીવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી ફાયદો થાય છે.
  • આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખેભાગે લઈ વાટીને પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
  • ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથુ ધોવાથી ખોડો અને જૂ મટે છે.
  • ચણાને છાસમાં પલાળીને ચણા એકદમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથુ ધોવાથી જૂ અને ખોડો મટે છે.
  • તલના ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં નાખી તેનો લેપ કરવાથી માથાની તાલ પડતી બંધ થાય છે.
  • પા શેર ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં તેનો લેપ કરવાથી માથાની તાલ મટે છે.
  • લીમડાના પાનને પાણીમાં વાટીને પાણીથી માથું ધોવાથી ખોડો મટે છે.
  • વાળ ખરી પડતા હોય ત્યારે તેના પર ગોરાળુ માટી (પ્રવાહી) લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
  • છાલ સાથેની કાકડી ખાવાથી વાળ ઉપર ચમક આવે છે.
  • ગરમ પાણીમાં આંબળાનો ભૂકો નાખી ઉકાળી એ પાણીથી વાળ ધોવાથી વાળ સુંદર અને ચમકતા બને છે.