આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…
  • ફુદીનાનો રસ પીવાથી અથવા રાઈને જીણી વાટી પાણીમાં પલાળી પેટ ઉપર લેપ કરવાથી ઉલ્ટી મટે છે.
  • મરી અને મીઠું વાટીને ફાકવાથી ઉલ્ટી મટે છે.
  • સુંઠ અને ગંઠોડાનું ચૂર્ણ સાકરની ચાસણીમાં ચાટવાથી ઉલ્ટી મટે છે.
  • મીઠા લીમડાના પાનનો ઉકાળો અથવા તજનો ઉકાળો પીવાથી ઉલ્ટી મટે છે.
  • લીંબુ કાપી તેના પર ખાંડ ભભરાવીને ચૂસવાથી અથવા શેરડીનો રસ પીવાથી પિત્તની ઉલ્ટી મટે છે.
  • એલચી અને તુલસીનો પાન ખાવાથી અથવા એલચીના દાણા વાટીને ફાકી મારવાથી ઉલ્ટી થતી મટે છે.
  • લીંબુ કાપી તેના ઉપર સુંઠ, સિંધવ મીઠું નાખી ગરમ કરી ચૂસવાથી અજીર્ણની ઉલ્ટી મટે છે.
  • આંબલીને પાણીમાં પલાળી તેનું એક કલાક પછી પીવાથી પીત્તની ઉલ્ટી મટે છે.
  • મમરાનો ઉકાળો બનાવી તેમાં બે ચાર એલચી, બે ત્રણ લવીંગ તથા સાકર નાખી પાંચ સાત ઉભરા લાવીને તેને ઠંડુ પાડી દેવું તે પાણી ગાળીને એક બે ચમચી લીંબુ નીચોવીને પાણી પીવાથી ઉલ્ટી મટે છે.
  • અડધો કપ ગરમ પાણીમાં એક ગ્રામ ખાવાનો સોડા નાખી પીવાથી ઉલ્ટી મટે છે. અને મોંમા લવીંગ તથા તજ રાખી ચૂસવાથી ગાડી કે મોટરમાં આવતા ચક્કર અથવા ઉલ્ટી મટે છે.