આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  શ્રાવણ સુદ છઠ શનિવાર   Dt: 29-07-2017જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…
 • ગરમા ગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
 • ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.
 • સુંઠ, કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
 • નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે.
 • રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
 • રાઈને વાટીને સાકરની ચાસણીમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.
 • અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદીમાં રાહત થાય છે.
 • ગરમ દૂધમાં મરીની ભુકી અને સાકર નાંખીને પીવાથી શરદી મટે છે.
 • પાણીમાં સુંઠ નાંખી ઉકાળીને ગાળી પાણી પીવાથી શરદી મટે છે.
 • કાળા મરી અને શેકેલી હળદરનું ચુર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
 • ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
 • ફુદીનાના રસના ટીપા નાકમાં નાંખવાથી સળેખમ મટે છે.
 • લવીંગના તેલના ટીપાઓ રૂમાલમાં નાંખી સુંઘવાથી શરદી મટે છે.
 • સુંઠ પીપરામુળની ગોળીઓ ત્રણ-ચાર તોલા જેવડી બનાવી લેવાથી શરીરની શક્તિ અને ર્સ્ફુિત જળવાઈ રહે છે.
 • સુંઠ અને તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી સળેખમ મટે છે.
 • સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સુંઘવાથી શરદી મટે છે.
 • તુલસીના પાનવાળી ચા પીવાથી સળેખમ મટે છે.
 • તુલસી, સુંઠ કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.