આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…
 • અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો અજીર્ણ અને વાયુ મટે છે.
 • અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
 • શેકેલાં જાયફળનું એક ગ્રામ ચુર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
 • જમ્યા પછી પેટમાં સતત દુઃખાવો થાય તો તે માટે સુંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાંખી સવાર સાંજ લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
 • લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુઃખાવો મટે અને આફરો મટે છે.
 • ગોળ અને ચુનો ભેગો કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
 • અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.
 • કોકમનો ઉકાળો કરી તેમાં થોડું મીઠું નાખી પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે.
 • સાકર અને ધાણાનું ચુર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે.
 • જીરૂ અને ધાણા બન્ને સરખા ભાગે લઈ રાત્રે પલાળી સવારના ખુબ મસળી તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે.
 • ફુદીનાના રસમાં સાકરની ચાશણી મેળવી લેવાથી પેટના દર્દો મટે છે. અને લાંબા સમયની આંતરડાની ફરીયાદ માટે આ ઉત્તમ ઈલાજ છે.
 • ઉકળતા પાણીમાં સુંઠનું ચુર્ણ નાખી તેને ઠંડુ કરી ગાળી તેમાંથી પાંચ ચમચી જેટલું પીવાથી પેટનો આફરો પેટનો દુઃખાવો મટે છે.
 • એક રૂપીયા ભાર તલનું તેલ અને O|| તોલો હળદર મેળવીને લેવાથી પેટની ચુક મટે છે.
 • રાઈનું ચુર્ણ થોડી સાકર સાથેલેવાથી અને ઉપરથી પાણી પીવાથી વાયુ અને કફથી થતો પેટનો દુઃખાવો મટે છે.
 • હીંગ, સુંઠ, મરી, લીંડીપીપર, સિંધવ, અજમો, જીરૂ, શાહજીરૂં આ આઠ ચીજો સરખેભાગે લઈ ચુર્ણ બનાવી લેવાથી પેટના દર્દો મટે છે. (હિંગાષ્ટક ચુર્ણ)
 • સાકરવાળા દૂધમાં એકથી બે ચમચી દીવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટના અનેક જાતના દર્દો મટે છે.
 • રાઈનું ચુર્ણ પાણી સાથે લેવાથી પેટની ચુક અને અજીર્ણ મટે છે.
 • એલચી ધાણાનું ચુર્ણ ચારથી છ રતીભાર શેકેલી હીંગ એક રતીભાર લીંબુના રસમાં મેળવીને ચાટવાથી વાયુ અને પેટનો દુઃખાવો અને આકરો મટે છે.