આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017



જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે
  • પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે.
  • અર્ધા તોલા લીંબુના બીજનું ચુર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે.
  • પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે.
  • ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સુરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે કોઈપણ કારણસર પેશાબ અટકતો હોય તો તે મટે છે.
  • પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો, વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે.
  • કેળનું ચાર-પાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાંખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છુટી જાય છે.
  • રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાંખીને હલાવો અને હલવો બનાવી ખાવાથી પેશાબ છુટથી થાય છે.
  • આમળાના ચુર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટે છે.
  • પેશાબ અટકી અટકીને આવતો હોય તો એલચીનું ચુર્ણ મધમાં ચાટવાથી પેશાબ સાફ અને છુટથી આવશે.
  • ૧૦૦ ગ્રામ દૂધમાં ખાવાનો સોડા ૧ ગ્રામ નાંખી દિવસમાં બે વાર પીવાથી પેશાબની છુટ થશે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.
  • પાતળી છાશમાં બે આનીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
  • વરીયાળી શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
  • વરીયાળી અને ગોખરૂંનો ઉકાળો બનાવી પીવાથી પેશાબની બળતરા મટે છે.
  • એલચીના ચુર્ણને આમળાના ચુર્ણ સાથે કે આમળાના રસમાં લેવાથી પેશાબની બળતરા દૂર થાય છે.
  • ચાર તોલા કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી થોડા જીરાની ભુકી નાંખી પીવાથી પેશાબની ગરમી મટે છે. અને પેશાબ સાફ આવે છે.
  • આમળાના રસમાં મધ અને હળદર નાંખીને પીવાથી પેશાબ માર્ગે અને પેશાબની બળતરા દૂર થાય છે.
  • જવને ખાંડી તેનાં ઉપરનાં ફોતરા કાઢી નાંખી જવદાણા કાઢી તેને પાણીમાં ઉકાળી (એક લીટર પાણીમાં એક થી બે ચમચી જવદાણા નાખવા) જવ બફાઈ જાય એટલે ઉતારી લઈ પાણી ગાળી લેવું. જવનું આ પાણી આખો દિવસ પાણીની તરસ લાગે ત્યારે સાદા પાણીની જગ્યાએ પીવાથી પેશાબ અટકી અટકીને આવવો પેશાબમાં બળતરા થવી, કીડનીનું શૂળ, મુત્રાશયનું શૂળ, પથરી વગેરેમાં ફાયદો થાય છે.
  • એલચી અને સુંઠ સરખે ભાગે લઈ દહીંના નીતર્યા પાણીમાં સિંઘવ મેળવીને પીવાથી પેશાબ તરત છુટે છે.
  • જવ ઉકાળીને પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે.
  • શેરડીનો રસ પીવાથી પેશાબ છુટથી થાય છે બળતરા મટે છે.
  • ક્યારેક ડાયાબીટીસ ન હોવા છતાં વારંવાર ખુબ પેશાબ કરવા જવું પડે છે તે માટે અડદની પલાળેલી દાળને વાટીને ઘીમાં, ખાંડ નાંખીને તેનો શીરો બનાવીને સાત દિવસ ખાવાથી આરામ થાય છે. આ શીરા સાથે દહિંમાં ખાંડ નાંખી રોટલી સાથે ખાવાથી વધુ લાભદાયક બને છે.
  • અર્ધી ચમચી અજમો અને અર્ધી ચમચી ગોળ મસળી મીક્ષ કરી સવાર-સાંજ લેવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો તે મટે છે.
  • ક્યારેક ડાયાબીટીસ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો પેટ પર ડુટીની નીચે બાજરીને તાવડી પર ગરમકરી કપડામાં બાંધી પેટ, પેઢું તથા કમર પર ૧૦-૧૫ મિનિટ રોજ શેક કરવાથી આરામ મળે છે.
  • સુંઠના ઉકાળામાં હળદર અને ગોળ નાંખીને પીવાથી ધાતુસ્ત્રાવ મટે છે તથા પેશાબ સાથે જતું ધાતુ બંધ થાય છે.
  • એલચી અને શેકેલી હીંગનું ચુર્ણ, ત્રણ રતી જેટલું ચુર્ણ ઘી અને દૂધની સાથે લેવાથી પેશાબમાં ધાતુ જતી હોય તો બંધ થાય છે.
  • અર્ધા તોલા જેટલું સુંઠનું ચુર્ણ ગાયના અર્ધા શેર દૂધમાં પીવાથી વેદના સાથે પેશાબમાંથી લોહી પડતું હોય તો તે બંધ થાય છે અને વેદના મટે છે.
  • વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો અજમો અને તલ ભેગા કરીને ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી આરામ મળે છે.
  • કાળા તલ ૨૫૦ ગ્રામ, ખસ ખસ ૧૦૦ ગ્રામ તથા અજમો ૧૦૦ ગ્રામ અધડચરા શેકી ખાંડીને ચુર્ણ બાવી શીશીમાં ભરી રાખવું તેમાંથી દરરોજ ૨ થી ૫ ગ્રામ ચુર્ણ થોડી સાકર અને ચપડી હળદર મેળવી સવાર-સાંજ બે વાર લેવાથી બહુમુત્ર રોગ (વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તે) મટે છે.
  • મેથી ત્રણ ભાગ, સુંઠ એક ભાગ તથા અજમો એક ભાગનું ચુર્ણ બનાવી મધ કે પાણીમાં દિવસમાં સવાર-સાંજ બે વાર લેવાથી બહુમુત્ર રોગ મટે છે.
  • મેથીની ભાજીનો રસ દસ તોલા તેમ O| ચમચી કાથો O|| ચમચી સાકર મેળવીને પીવાથી બહુમુત્ર રોગ મટે છે.