Jain Recipes for Sweets, Puddings etc in Gujarati Please press ctrl + on your keyboard for bigger fonts
(5) મીઠાઇ વિભાગ
શાકભાજી અને ફ્રુટની મીઠાઇ કાચી ચાસણીની જે દિવસે બનાવી હોય તે જ દિવસે ખપે. બીજા દિવસે વાસી કહેવાય. માટે ન વપરાય. ગુલાબજાંબુ - પનીરની મીઠાઇ પણ તેજ દિવસે વપરાય બીજા દિવસે ન વપરાય.
[(5) - 1] પીચ માવા -
સામગ્રી - 4 નંગ પીચ 1/2 કપ ખાંડ 3/4 કપ પાણી 100 ગ્રામ માવો અથવા પનીર 1 કાચલી નાળીયેરની ખમણ 5 ટે. સ્પૂન બુરુ ખાંડ જાયફળ - એલચી કેસર ગુલાબ એસેન્સ ચાંદીના વરખ પીસ્તાની કાતરી રીત- 1 તપેલીમાં ખાંડ તથા પાણી ભેગા કરી ચાસણી બનાવવી. ચાસણી ઊકળે એટલે તેમાં 1 ટે. સ્પૂન દૂધ નાખી મેલ કાપવો. ચાસણી ગળી લેવી. અથવા ઊપરથી સ્ટીલની ગળણીથી મેલ બહાર કાઢી લેવો પછી ચાસણી ધીમા તાપે ઊકળવા દેવી. પીચને છોલી સાચવીને 2 ભાગ કરવા. વચ્ચેથી સાચવીને ઠળીયો કાઢી લેવો. તે પીચને ઊકળતી ચાસણીમાં મુકીને ઢાંકણ ઢાંકવુ. તાપ ધીમો રાખવો. 5 થી 7 મિનિટ પછી પીચ પલટાવવા. ચાસણી પીને પીચ નરમ થાય એટલે ઊતારી લેવા. ચાસણી ઠંડી થાય પછી પીચને ચાસણીની બહાર કાઢી લેવા. બહુજ બફાઇ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પનીર કે માવામાં બુરૂ ખાંડ, કોપરૂ, જાયફળ,એલચી, કેસર તથા એસેન્સ નાખી મીક્ષ કરવું. મીશ્રણના 6 ભાગ કરી પીચના લાલ ભાગ પર પુરણ લગાડવું. ધીમેથી સહેજ દબાવવું. ઉંડી 1 ડીશ લઇ તેમાં ગોઠવી ઊપર વરખ છાપી પીસ્તાનું કતરણ મુકવું અને સાચવીને વધેલી ચાસણી ડીશમાં રેડવી.
[(5) - 2] સફરજન માવા - ઊપર પ્રમાણે પીચના બદલે મધ્યમ કદના સફરજન લેવા.
[(5) - 3] પેર માવા - ઊપર પ્રમાણે પીચના બદલે પેર લેવા ----------------------------------------------------------- [(5) - 4]કાજુની કતરી ઃ- ૩૦ નંગ
સામગ્રી - 250 ગ્રામ કાજુ 150 ગ્રામ ૩/4 કપ ખાંડ 6 થી 8 એલચી ભૂકો ગુલાબ એસેન્સ ટીપાં થોડા ચાંદીનો વરખ રીત - કાજુને ભીના કટકે લુછી કટરમાં છીણવા (ભૂકો કરવો). એક તપેલીમાં ખાંડ લઇ, ખાંડ ડુબે તેટલુ પાણી રેડી ચાસણી બનાવવી. ખાંડ ઓગળે એટલે મેલ કાપવા 1 એક ટે. સ્પૂન દૂધ રેડી મેલ કાપવો. મેલ ઊપર આવે ચાસણી ગાળી લેવી. ગાળેલી ચાસણી ગેસ ઊપર મુકી ઊકળવા દેવી. સતત હલાવતા રહેવું. એક તારી ચાસણી થાય એટલે તાપ ધીમો કરવો. કાજુ એલચીનો ભૂકો નાખી મીક્ષ કરવું. ધીમા તાપે એકાદ મિનિટ હલાવવુ. પછી તાવડી ગેસ પરથી નીચે ઊતારી લેવી ને કાજુનું મિશ્રણ થોડી વાર હલાવવું. ગુલાબ એસેન્સ નાખવો. મીશ્રણના 2 સરખા ભાગ કરવા. એક મોટી થાળી પર પ્લાસ્ટીકનો કાગળ પાથરી એક ભાગનું કાજુનું મીશ્રણ મુકવુ. ઊપર બીજી પ્લાસ્ટીકનો કાગળ મુકી હાથથી સરખું કરવું. વેલણ વડે રોટલો વણવો. જેટલું પાતળું વણવું હોય તેટલુ વણવું. કિનારી દબાવતા જવું. રોટલો વણાવી જાય એટલે સાચવીને ઊપરનું પ્લાસ્ટીક ઊપાડી લેવું. રોટલો જે થાળી પર વણ્યો હોય તેજ સાઇઝની અથવા તેનાથી મોટી થાળી ઊપર જરા ઘીનો હાથ લગાડવો. ઘી લગાડેલી થાળી કાજુના રોટલા ઊપર મુકી દેવી. બે હાથ વડે બન્ને થાળી સાથે ઊચકીને પલટાવી દેવી જેથી કાજુના રોટલાવાળી થાળી ઊપર આવશે. ને ઘી લગાડેલી થાળી નીચે આવશે. ઊપરની રોટલો વણેલી થાળી ઊચકી લેવી. રોટલાની ઊપરનું પ્લાસ્ટીક સાચવીને લઇ લેવું. આ પ્રમાણે કાજુના બીજા ભાગને વણી બીજી થાળી ઊપર લઇ લેવુ, પછી વરખ છાપવો. ત્રાસા કાપા પાડવા. એકાદ કલાક પછી તાવેતાથી ટુકડા ઊખાડી લેવા. (જો કદાચ કતરી નરમ રહી હોય તો એક રાત સુકવવા દેવી ઊપર કપડુ ઢાંકવુ. સુકાઇ ન જવી જોઇએ.) -------------------------------------------------------- [(5) - 5] કાજુ ચોકલેટ કોટેડ કતરી ૩૦ નંગ
સામગ્રી- ચોકલેટ કોટગ માટે વેજીટેબલ ઘી / ઘી 6૦ ગ્રામ આઇસગ સુગર 70 ગ્રામ કોકો પાઊડર 2 ટે. સ્પૂન વેનીલા એસેન્સ. રીત - કાજુ કતરી રીત પ્રમાણે કરવાની પણ વરખ નહી છાપવાના, ને એલચી નહી નાખવાની. આઇસગ સુગરને કોકો ભેગા કરી ત્રણ વાર ચાળી લેવા. વેજીટેબલ ઘી/ઘી એકદમ ધીમા તાપે ગરમ કરી લેવું. નીચે ઊતારી કોકો મીશ્રણ નાખી બરોબર હલાવવું. 2૦ મીનીટ હલાવતા મીશ્રણ જાડું થતાં એસેન્સ નાખવું. જાડુ પાથરી શકાય તેવું મીશ્રણ તૈયાર થતાં કતરી ઊપર ચોકલેટનો મીશ્રણ છરીથી કતરીના આખા રોટલા પર પાથરવું. કાજુનો રોટલો દેખાવો ના જોઇએ. ૩ કલાક બાદ ટોપિન્ગ ઠંડુ થાય પછી કાપા પાડી કતરી ઊખાડવી (વરખ લગાવવા હોય તો લગાવી શકાય) ---------------------------------------------------------- [(5) - 6] કોપરાની કતરી ૩૦ થી ૩5 નંગ
સામગ્રી - 25૦ ગ્રામ ખમણ સુકા કોપરાનું નાયલોન 1૦૦ ગ્રામ ખાંડ 6 થી 8 એલચી ભૂકો ગુલાબ એસેન્સ ચાંદીના વરખ રીત - કોપરાની કતરી, કાજુ કતરીની માફક બનાવવી. કોપરાની કતરી માટે ચાસણીમાં પાણીનું પ્રમાણ ૧ ટે. સ્પૂન વધારે લેવું. ચાસણીમાં કોપરુ નાખ્યા પછી તરત ગેસ પરથી ઊતારી લેવી ને ઝડપથી કાજુ કતરીની માફક પ્લાસ્ટીકમાં રાખી કતરી વણી લેવી. વરખ છાપ્યા પછી કતરી 1/2 કલાક રહેવા દેવી. --------------------------------------------------------
[(5) - 7] ચોકલેટ કોકોનટ કતરી
1 રેસીપી કોપરાની કતરી બનાવવી 1 રેસીપી ચોકલેટ કોટેડ કતરી બનાવવી કાજુની કતરીનું ટોપિન્ગ ચાલે. --------------------------------------------------------- [(5) - 8] કાજુ - પીસ્તા રોલ ઃ- 2૦ થી 25 નંગ
સામગ્રી - 25૦ ગ્રામ કાજુ ફાડા 125 ગ્રામ ખાંડ 1 ટી. સ્પૂન ઘી 5૦ ગ્રામ ખાંડ સ્હેજ જાયફળ ભુકી ગ્રીન કલર વરખ ઇલાયચી થોડી ભૂકો રીત - કાજુને ઝીણા ક્રશ કરી લેવા. 125 ગ્રામ ખાંડ ડુબે એટલુ પાણી નાખી ચાસણી કરવી. સ્હેજ દૂધ નાંખી મેલ કાઢવો. ટપકું મુકીએ ને ખસે નહી, તેવી ૩ તારની ચાસણી કરવી. ચાસણીમાં કાજુનો ભૂકો નાંખવો. બરાબર હલાવી રોટલો વણાય તેવું કરવું. તેમાં 1 ટી.સ્પૂન ઘી નાંખી, બરાબર હલાવી નીચે ઊતારી લેવું. પીસ્તાનો જીણો ભૂકો કરવો. 5૦ ગ્રામ ખાંડમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ચાસણી ઊપર પ્રમાણે કરવી. ચાસણીમાં પીસ્તાનો ભૂકો, ઇલાયચીનો ભૂકો, ને લીલો રંગ નાખવા. જાયફળ ભૂકી નાખી મીશ્રણ કરવું. ઘેરો લીલો રંગ થવો જોઇએ હવે કાજુના માવાનો મોટો લુવા લઇ બે પ્લાસ્ટીક વચ્ચે મૂકી વણવું. પીસ્તાનો પાતળો વાટો કરીને કાજુના રોટલા ની વચ્ચે મૂકવો. કાજુનો રોટલો વાળી દઇ હાથથી વણી સહેજ પાતળો કરવો. આ વીટાના નાના નાના રોલ જેવા ટુકડા કરી વરખ લગાડવા. આખો રોલ વરખથી ઢાંકવો. ડબ્બામાં ભરો અથવા પીરસો. ------------------------------------------------------------ [(5) - 9] પરવળ પનીર ઃ- 5 વ્યકિત માટે
સામગ્રી- કૂણા પરવળ નંગ 1૦ ખાંડ 1 કપ પાણી 3/4 કપ 1૦૦ ગ્રામ 5૦ ગ્રામ તાજુકોપરા નુ ખમણ બુરુ ખાંડ 5 ટે. સ્પૂન જાયફળ - એલચી - કેસર ચાંદીના વરખ ગુલાબની પાંદડી તથા એસેન્સ રીત- પરવળ ધોઇને છોલી લેવા. પછીથી વચ્ચેથી રવૈયાની જેમ ચીરો મૂકી સાચવીને વચ્ચેનો બીવાળા ભાગ(ગર)કાઢી લેવા. ખાંડ પાણી ભેગા કરી સવાતારી.ચાસણી બનાવવી, તેમાં સાચવીને પરવળ મૂકવા. ઢાંકણ ઢાંકી તેમાં ધીમા તાપે 5 મિનિટ ઊકાળવા. ચાસણી પી જાય બહુ ન બફાઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પછી નીચે ઊતારી પરવળ એક ડીશમા ગોઠવી દેવા. પછી પનીર, કોપરૂ, બુરૂ, જાયફળ, એલચી, કેસરનું મિશ્રણ બનાવવું. તે મિશ્રણ પરવળ ઠંડા થતા દાબીને હળવે હાથે ભરવું પછી તેમાં વધેલી ચાસણી ધીમેથી નાંખવી. પછી તેની ઊપર વરખ છાપી ગુલાબની પાંદડી મૂકવી. ---------------------------------------------------------- [(5) - 10] દૂધીનો હલવો ઃ- ૩ થી 4 વ્યકિત માટે
સામગ્રી- 25૦ ગ્રામ કૂણી દૂધી ૩ કપ દૂધ ઇલાયચી 15૦ ગ્રામ માવો ૩ ટે. સ્પૂન ઘી 1૦૦ ગ્રામ ખાંડ વરખ રીત- દૂધીને છોલી છીણી લેવી. એક તાવડીમા ઘી ગરમ મૂકી દૂધીને દાબીને તેમા નાંખી હલાવવી. ધીમા તાપે અધકચરી ચઢી જાય (5 મિનિટમા) ત્યારે તેમા દૂધ નાંખી ઊકાળવું. દૂધી બરાબર બફાઇ જાય ઘટ્ટ થાય ત્યારે ખાંડ નાંખવી. તેનું પાણી બળી જાય પછી માવો નાંખવો. ચોસલા પડે તેવું થાય ત્યારે ઇલાયચી નાંખી ગ્રીઝ કરેલી થાળીમા ઠારી દેવું. ઊપર વરખ છાપવો અને કાપા પાડવા. ( જો માવો ન નાંખવો હોય તો દૂધી ડૂબે તેટલું દૂધ નાંખવું)
----------------------------------------------------------- [(5) - 11] ચીકુનો હલવો ઃ- 6 થી 8 વ્યકિત માટે
સામગ્રી - 4 નંગ મોટા ચીકુ 1 લિટર દૂધ ઇલાયચી 2 ટે. સ્પૂન ઘી 1૦૦ ગ્રામ ખાંડ વરખ રીત - ચીકુ છોલી છીણવા અથવા ટુકડા કરવા. 1 ટે. સ્પૂન ઘી મૂકી તેમાં ટુકડા સાંતળવા. થોડી વાર ચઢવા દઇ તેમાં દૂધ નાંખવુ. દૂધ ઊકળે જાડું થાય એટલે ખાંડ નાખી હલાયા કરવુ ઘટ્ટ થાય ત્યારે 1 ટે. સ્પૂન ઘી નાખવું. બરાબર હલાવી નીચે ઊતારી ઇલાયચી પાઊડર નાંખવું. થાળીમાં ઘી લગાવી ઠારી દેવું. વરખ છાપી પીસ કરવા. --------------------------------------------------------------- [(5) - 12] ડ્રાઈ ફ્રૂટ હલવો ઃ- 4 થી 5 વ્યકિત માટે
સામગ્રી - 5૦૦ ગ્રામ કુણી દૂધી 25૦ ગ્રામ ખાંડ 1 ટે. સ્પૂન ઘી 25૦ ગ્રામ દાણાદાર માવો ઇલાયચી લેમન યલો કલર કાજુ, દ્રાક્ષ,બદામ, અખરોટ રીત- દૂધી છોલી છીણીને બાફવી. બફાય એટલે પાણી કાઢીને ખાંડ ભેળવવી. ગરમ કરવું. થોડું પાણી બળે એટલે ૧ ટે. સ્પૂન ઘી નાખવું. પાણી બિલકુલ ના રહે ત્યારે નીચે ઊતારી લેવું. માવાને ઘઉં ચાળવાના ચારણાથી ચાળી શેકીને અંદર નાંખવો. ઇલાયચી પાઊડર લેમન યલો કલર નાખવો. હલાવીને ઠંડુ થાય એટલે અંદર થોડું ડ્રાયફ્રુટ નાંખવું. પછી થાળીમાં ઘી લગાવી ઠારી દેવુ. ઊપર વધારે કાજુ, દ્રાક્ષ, બદામ, અખરોટ દબાવી પાથરવા ને પછી અને ટુકડા કરવા. પીસ પાડવા. (કાર.માગ.પોષ.મહા અને ફાગણ સુદ.૧૩ સુધી જ ખપે.) --------------------------------------------------------------- [(5) - 13] પનીર બનાવવાની રીત ઃ-
પનીર બનાવવા દૂધને ફાડવું પડે છે જે ૩ રીતે ફડાય છે. (૧) 5/2 કપ ગરમ પાણીમાં 3/2 થી 2 ટી. સ્પૂન લિમ્બુના ફુલ ઓગાળી લેવા. (૨) 5/2 કપ ગરમ પાણીમાં 2 ટી. સ્પૂન ફટકડીનો ભૂકો ઓગાળવો. (૩) ખાટું દહિ ભાંગીને વાપરવું. ઊપરની બે રીત વધુ સારી છે. ન છૂટકે લિમ્બુના ફુલ વાપરવા. 2 લિટર દૂધ ગરમ મુકવુ. દૂધ ઊકળવા આવે એટલે તાપ ધીમો કરવો. ઊપરની ૩ ચીજમાંથી ગમે તે 1 ચીજ દૂધમાં ધીમે ધીમે રેડવીને હલાવવું. દૂધ બરાબર ફાટી જાય પછી પનીર તથા લીલું પાણી છુટા પડી જાય ત્યાં સુધી ગેસ ઊપર રાખવું. જો દૂધ ના ફાટે તો તે ચીજ ફાડવા માટે વાપરી હોય તે વધારે પ્રમાણમાં નાખવી. કેટલીક વખત દહિ બરાબર ખાટું ન હોય, તો લિમ્બુના ફુલ નાખવા પડે (ઓગાળીને) દૂધ ફાટી જાય લીલું પાણી થઇ જાય તો ગેસ ઊપરથી ઊતારી 10 મીનીટ ઢાંકી રાખવું. 1૦ મીનીટ પછી મલમલના કપડા અથવા નાયલોન ફીલ્ટરમાં કલોથમાં ગાળી પાણી બરાબર નીતારવું. એકાદ કલાક ફીટ બાંધી લટકાવવું. આમ, કરવાથી પનીરનું બધુંજ પાણી નીતરી જશે. જરા પણ પાણી ન રહેવું જોઇએ. 2૦-25 મિનિટ જાડા કોરાં કપડા પર ફીલ્ટર મુકી રાખવુ પછી પનીરના ટુકડા કે સ્લાઇસ કે ચુરો કરવો. ------------------------------------------------------------- [(5) - 14] માવો મોળો ઃ-
ઉંડા ખુલ્લા વાસણમાં 2-1/2 લીટર દૂધ ઊકાળવું. ફાસ્ટ તાપે હલાવતા રહેવુ. રબડી જેવું થતાંજ ખૂબજ સતેજ થઇ સતત હલાવવું જેથી માવો એકદમ સફેદ તૈયાર થાય. સંપૂણૅ પાણીનો ભાગ બળતા ઘટ્ટ માવો તૈયાર થશે. -------------------------------------------------------------
[(5) - 15]ગુલાબ જાંબુ ઃ- ૩5 નંગ
સામગ્રી - 250 ગ્રામ ગુલાબજાંબુનો માવો 5૦ ગ્રામ રવો ઘી રોઝ એસેન્સ ગુલાબ પત્તી માવો ઘરે બનાવ્યો હોય તો થોડો ઢીલો બનાવવો ૨ ટે. સ્પૂન મેંદો અથવા ઘઉંનો લોટ ઇલાયચી નાની ચપટી સાજીના ફૂલ 4૦૦ ગ્રામ ખાંડ રીત - રવાને થોડા દૂધમાં પલાળવો. માવો છીણી લેવો. માવામાં પલાળેલો રવો, ચપટી સાજીના ફૂલ, મેંદો, ઇલાયચીના ભૂકો નાખી બરાબર મસળવું. પછી 1 નાની ગોટી બનાવી ઘી માં તળી જુઓ. જો ફાટે તો સહેજ મેંદો નાખો. પછી બધી ગોળી ધીમા તાપે ગુલાબી રંગની તળવી. બીજા ગેસ પર ખાંડ ડૂબે તેટલું પાણી લઇ એક તારની ચાસણી બનાવવી. ખાંડ ઓગળે ચાસણી ઊકળે એકતાર જેવું થાય એટલે ચાસણી થઈ ગઇ. ગોળીઓ ઠંડી પડે એટલે ચાસણીમાં નાંખવી પછી 5 મિનિટ ગરમ મુકવું, પછી તેમાં રોઝ એસેન્સ ગુલાબપત્તી નાખવા. 4 થી 5 કલાક ચાસણીમાં ગુલાબજાંબુ રહેશેતો બરાબર ચાસણી પીસે (ગોળા વારતા અંદર પીસ્તો મુકી શકાય - બદામ મુકી શકાય) -------------------------------------------------------------- [(5) - 16] કાલા જાંબુ ઃ-
સામગ્રી- 1 લિટર દૂધ 250 ગ્રામ ગુલાબ જાંબુ 5૦ ગ્રામ રવો 2 ટી. સ્પૂન મેંદો 1 ટેબલ સ્પૂન બુરૂ ખાંડ 5૦૦ ગ્રામ ખાંડ 1 નંગ લીંબું ચપટી સાજીના ફૂલ પીળો કે ઓરેન્જ ખાવાનો રંગ તળવા માટે ઘી ચેરી, પીસ્તા, ઇલાયચીના દાણા રીત- પ્રથમ દૂધને ઊકાળી તેમાં લીંબુંનો રસ નાખી દૂધ ફાડવું, જો ન ફાટે તો લીંબુંનો રસ થોડો વધુ નાંખવો. પનીર મોટી પ્લાસ્ટીક ગરણીમા કાઢવું ઠંડું પડે એટલે પાણીથી ધોઇ લેવું. જેથી ખટાશ ન રહે. પછી બરાબર પાણી નીતરી જાય તેવું પનીર તૈયાર કરવું. 2 કલાક પહેલા પનીર તૈયાર કરી લેવું. માવો છીણી તેમા પનીર ભેળવી ખૂબ મસળવું. થોડાક દૂધમા 1૦ મિનિટ રવો પલાળવો, પલાળેલો રવો ભેળવી ફરી મસળવું. 2 ટી.સ્પૂન મેંદો , સાજીના ફૂલ , બુરુ ખાંડ નું મીશ્રણ કણેકમા ભેળવી. ફરી મસળો પછી એક થાળીમા ઘી લગાવી ચોરસ પાથરી ચાર ભાગ કરો. ૩ ભાગ રહેવા દો. 1 ભાગ બીજી થાળીમા લઇ લો. જે એક ભાગ જુદો કાઢયો તેમા કલર નાંખી નાની નાની ગોળીઓ વાળો. (સોપારી જેવડી, બોર જેવડી) જેટલી ગોળી વાળી હોય તેટલા લૂઆ ૩ ભાગ જે રહયા તેના પાડો. તેને વાટકી જેવો સેપ આપી તેમા નાની ગોળી મૂકી ગોળો વાળી દો. તિરાડ ન રહેવી જોઇએ. સરસ ગોળી વાળો. ઘી ગરમ મૂકી મધ્યમ તાપે એક ગોળી પહેલા વાળી તળી લો. જો ફાટે નહી તો તળો. ને ફાટે તો ઊપર ના પડમા સહેજ મેંદો નાંખી લૂઆ પાડો. ગોળા તૈયાર કરો. ધીમા તાપે કાળા રંગના તળવા અને થાળીમા કાઢવા. 5૦૦ ગ્રામ ખાંડમા ખાંડ ડૂબે એટલુ પાણી લઇ ચાસણી કરવી. ખાંડ ઓગળે પાણી ઊકળે એટલે ચાસણી તૈયાર થઇ કહેવાય. તેમા ગરમ ગરમ ગોળી નાંખી ગોળાને ચાસણી પીવા દો. 2 થી ૩ કલાક (ઊતાવળ હોય તો ગેસ પર ઊકાળી લો.) ચાસણી પીએ એટલે થાળીમા ચાસણીમાથી કાઢી મૂકો. બીજી થાળીમા કોપરાનું છીણ નાંખો. તેમા એક એક જાબું રગડોળો. બરાબર કોપરુ લાગી જાય એટલે એક પ્લેટમા ગોઠવો. પીરસતી વખતે વચ્ચેથી કાપો પાડી તેની ઊપર ચેરી ઇલાયચી દાણા, પીસ્તા મૂકો. -------------------------------------------------------------- [(5) - 17]-ઃ રસગુલ્લા ઃ- 15 થી 2૦ નંગ
સામગ્રી- 1 લિટર ગાયના દૂધનું પનીર 3/2 કપ ખાંડ ૩ કપ પાણી રીત- પનીરમા ૧ટી. સ્પૂન ખાંડ નાંખી ખૂબ મસળવું. સુવાળું થાય એટલે નાના ગોળા વાળવા, પહોળા વાસણમા ૩/2 કપ ખાંડની તાર વગરની પાણી નાંખી ચાસણી કરવી. ઊકળે એટલે તેમા ગોળા નાંખી દેવા. તેને ઢાંકીને 15 મિનિટ ઊકળવા દેવા. પછી ગોળા ફૂલી જાય એટલે ગેસ બંધ કરી તેમા એક કપ ઠંડું પાણી નાંખવું. 4 થી 5 કલાક ચાસણીમા રાખવા. ------------------------------------------------------------------ [(5) - 18] રસમલાઇ ઃ- 15 નંગ
સામગ્રી- 1-1/2 લિટર દૂધ 15 તૈયાર રસગુલ્લા ( ઘરના કરેલા) 150 ગ્રામ ખાંડ પીસ્તા બદામ કેસર રીત- દૂધને અડધા કરતા ઓછુ રહે તેટલું ઊકાળવું. પછી તેમા ખાંડ નાંખવી. ખાંડ નાખ્યા પછી દૂધ ઊકળે એટલે રસગુલ્લા નીતારી બે હથેળી વચ્ચે પોચા હાથે દબાવી, દૂધમા નાંખી ૨ મિનિટ ઊકાળવા ગેસ બંધ કરો. કેસર નાખી દેવું. ઉંડી ડીશમા ગોઠવી ઊપર બદામ પીસ્તાની કાતરી ભભરાવવી. ----------------------------------------------------------------- [(5) - 19] જલેબી ઃ- 15 થી 17 નંગ
સામગ્રી- 1 કપ મેંદો 1/2 ટી. સ્પૂન બેકિંગ પાઊડર 1/2 કપ દહિ
ચાસણી માટે 1 કપ ખાંડ 1/2 કપથી જરાક વધારે પાણી 1 ટે. સ્પૂન દૂધ 1/2 કપ પાણી 1/4 ટી. સ્પૂન એલચી ભૂકો તરવા માટે ઘી થોડા રોઝ એસેન્સ ટીપાં કેસરની ભૂકી એક ચપટી રીત- મેંદોમા બેકિંગ પાઊડર નાંખી ૩ વાર ચાળી લો. દહિને સંચાથી બરાબર ભાંગવું. દહીમા પાણી નાંખવું દહિ પાણીનું મિશ્રણ કરી ખીરૂ તૈયાર કરવું. જરૂર લાગે તો જરા વધારે પાણી નાખવું.ખીરામા એલચી ભૂકો નાંખવો. તપેલીમા ખાંડ તથા પાણી ભેગા કરી ચાસણી બનાવવી. ચાસણી ઊકળવા આવે દૂધ નાંખી મેલ કાપવો. મેલ કાઢી લેવો. ચાસણી ફરી ગેસ પર મૂકવી. ચાસણી થતા નીચે ઊતારી એસેન્સ તથા કેસર નાંખવું. જલેબી ઊતારવાની છાછરમા (ફ્રાય પેન ચાલે) ઘી ગરમ મૂકી જલેબી ઊતારવી. પ્લાસ્ટીકનો કોન બનાવી (મેંદીના કોનની જેમ) અથવા બીજી કોઇ રીતે જલેબી ઊતારવી. જલેબી મનગમતી કડક તળવી. ઘીમાથી નીતારી ચાસણીમા નાંખવી. થોડી વાર પછી જલેબી ચાસણીમા પલટાવવી. ઝારીથી ચાસણી નીતારી પ્લેટમા ગરમ ગરમ પીરસવી. (આ બધી મીઠાઇ રાત ન રખાય વાસી કહેવાય) ------------------------------------------------------------- [(5) - 20] હલવાસન 15 થી 2૦ નંગ
સામગ્રી- 1 લિટર દૂધ 2 ટે. સ્પૂન બાવળીયો ગુંદર પાવડર 4 ટે. સ્પૂન ઘઉંનો જાડો લોટ કેસર, ઇલાયચી, જાયફળ, જાવત્રી, ચારોળી, બદામ, કતરણ દહિ 4 થી ૩ ટી. સ્પૂન પ્રમાણસર ઘી ૩૦૦ ગ્રામ ખાંડ રીત- સો પ્રથમ દૂધને ઊકાળવા મૂકવું. દૂધ ઊકળે એટલે તેમાં 4 કે ૩ ટી.સ્પૂન દહિ નાખવુ. દૂધ ફાડવું. તાવડીમા જેટલું ઘી મૂકી ગુંદર શેકવો, તે એકદમ ફૂલીને સફેદ થઇ જાય એટલે ફાટેલા દૂધમા નાખી દેવો અને હલાવતા રહેવું. પછી 4 ટે. સ્પૂન ઘઊનો લોટ 4 ટે. સ્પૂન ઘીમા ગુંદર વાળી તાવડીમા શેકવો. ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકવો. તેને પણ દૂધમા નાખી હલાવતા જવું, પછી તેમા 150 ગ્રામ ખાંડ નાંખવી. બાકીની 150 ગ્રામ ખાંડ શેકીને બ્રાઊન કલરનું લિકવીડ થાય એટલે દૂધમા નાંખવું. દૂધ જાડું થવા આવે એટલે ઇલાયચી, જાયફળ, જાવત્રી, કેસર, પાવડર કરી નાખવા. એકદમ જાડું થાય અને તાવેતાને ચોંટે નહી એટલે ગેસ બંધ કરી ઠારવા દેવું. પછી ગોળા વાળી બેકી પેટીસ જેવો આકાર આપી બદામ કતરી ને ચારોળી દબાવવી. (આને ગોળ ન વાળવી હોય તો થાળીમા ઠારી ચોસલા પાડી શકાય. મીઠાઇ જેવા લાગે ઊપર વરખ પણ લગાડીશકાય.) ------------------------------------------------------------- [(5) - 21] મોહનથાળ(વેસનનું ચૂરમું)ઃ- 6 વ્યકિત માટે
સામગ્રી- 25૦ ગ્રામ ચણાનો કકરો લોટ 2૦૦ ગ્રામ ઘી ૩૦૦ ગ્રામ ખાંડ કેસરી પીળો રંગ અથવા કેસર રીત- ધાબો દેવો- થોડુંક દૂધને ઘીનું મીશ્રણ કરી ઊકાળી લેવું. તેને ચણાના લોટમા નાંખી ધાબો દેવો. લોટમા ભેગું કરી સહેજ થપથપાવવું. પછી તેને ઘઊ ચાળવાના ચારણાથી ચાળી નાંખવો. પછી ઘીમા લોટ નાંખી શેકવો. લોટને ધીમા તાપે ગુલાબી શેકવો. બીજા વાસણમા ખાંડ ડૂબે એટલું પાણી લઇ ઊકાળી ૩/૨ તારી ચાસણી બનાવવી. ચાસણી તૈયાર થતાં તેમા કેસર, કેસરી પીળો રંગ( ૧ ટે. સ્પૂન દૂધમા ઊકાળી ઓગાળી ) ઇલાયચી ભૂકો,શેકેલો લોટ નાંખી ગોળ ગોળ હલાવવું. ઠરી જાય પછી થાળીમા તેલ લગાવી ઠાળી દેવું. (તેના ઊપર વરખ છાપી શકાય) અથવા ચારોળી બદામ પીસ્તાની કાતરી ભભરાવવી. કાતરી ભભરાવો તો તેના ગરમ કરેલું ઘી રેડવું. ઘી ઠરે પછી ચોસલા પાડવા. ------------------------------------------------------------ [(5) - 22] મગસ ઃ- 6 વ્યકિત માટે
સામગ્રિ- 25૦ ગ્રામ ચણાનો જાડો લોટ - થોડું દૂધ 25૦ ગ્રામ ઘી 25૦ ગ્રામ બુરૂ ખાંડ ઇલાયચી, બદામ, પીસ્તા રીત- થોડા ઘી દૂધનો લોટમા ધાબો દેવો. અને ઘઊ ચાળવાના ચારણાથી ચાળી લેવું. એક વાસણમા ઘી ગરમ થાય એટલે ચણાનો લોટ નાંખી તેને હલાવો. રતાશ પડતો શેકાઇ જાય એટલે ઊતારી લેવો. ઠંડું થાય ત્યારે બુરુ ખાંડ અને ઇલાયચીનો ભુકો નાંખી નાની લાડુડી વાળો અથવા ઠારી દો. થાળીમા તેના પર બદામ ની પીસ્તાની કતરી દબાવો. પછી ચોસલા પાડો. --------------------------------------------------------------- [(5) - 23] મૈસુર ઃ- 6 વ્યકિત માટે
સામગ્રિ- 1 કપ કકરો ચણાનો લોટ 5/4 કપ ઘી 1 કપ ખાંડ એલચી ભૂકો 4 થી 5 આખા દાણા એલચીના 4 થી 5 રીત- કકરો ચણાનો લોટ શેકી લેવો. ખાંડ ઊપર પાણી રહે તેટલું રાખી ૩/2 તારી ચાસણી કરવી. પછી તેમા સિન્ગનો ભૂકો નાંખવો. થોડીક વાર હલાવ્યા કરવું. બીજા ગેસ પર ઘી ગરમ મૂકવું. ઘી ગરમ થાય એટલે ચમચી ચમચી થોડુંક થોડુંક નાંખવું. જયારે ઘી છૂટું પડે ત્યારે તેમા એલચી ભૂકો નાંખી થાળીમા ઠારવું. પછી ઊપર એલચીના આખા દાણા નાંખવા. અને સહેજ પાણી છંટકારવું. જેથી જાળી પડે. ઠરે ત્યારે ચોસલા પાડવા. -------------------------------------------------------------- [(5) - 24] સિંગદાણાનો મૈસુર ઃ- 6 વ્યકિત માટે
સામગ્રિ- 1 કપ સિન્ગ દાણા 5/4 કપ ઘી 1 કપ ખાંડ એલચી ભૂકો 4 થી 5 આખા દાણા એલચીના 4 થી 5
રીત- સિન્ગદાણાને શેકી તેના ફોતરા કાઢીને નટકટરથી તેનો ભૂકો કરવો. ખાંડ ઊપર પાણી રહે તેટલું રાખી ૩/2 તારી ચાસણી કરવી. પછી તેમા સિન્ગનો ભૂકો નાંખવો. થોડીક વાર હલાવ્યા કરવું. બીજા ગેસ પર ઘી ગરમ મૂકવું. ઘી ગરમ થાય એટલે ચમચી ચમચી થોડુંક થોડુંક નાંખવું. જયારે ઘી છૂટું પડે ત્યારે તેમા એલચી ભૂકો નાંખી થાળીમા ઠારવું. પછી ઊપર એલચીના આખા દાણા નાંખવા. અને સહેજ પાણી છંટકારવું. જેથી જાળી પડે. ઠરે ત્યારે ચોસલા પાડવા ----------------------------------------------------------- [(5) - 25] - કાજુ મૈસુર
[(5) - 26] - બદામ મૈસુર
[(5) - 27] - પીસ્તા મૈસુર
[(5) - 28] - લીલાં સૂકા કોપરાની છીણનો મૈસુર -------------------------------------------------------------- [(5) - 29]અડદીયાં ઃ- 25 થી ૩૦ નંગ
સામગ્રી- 250 ગ્રામ અડદનો ઝીણો લોટ ૩5૦ ગ્રામ ખાંડેલો ગુંદર 2૦૦ ગ્રામ બુરૂ ખાંડ 1/2 કપ કોપરાની મોટી છીણ ૩ ટે. સ્પૂન સૂઠ ૩ ટે. સ્પૂન ગંઠોડા 15 થી 2૦ નંગ બદામ નટ 1૦ નંગ ઇલાયચી 1/4 જાયફળ 1 ફુલ જાવંત્રી થોડુંક દૂધ રીત- અડદના લોટને થોડું ઘી + દૂધ ઊકાળી ધાબો દેવો. ઘઊ ચારણે ચાળી લેવો. પછી ઘી મૂકી મોટી તાવડીમા શેકવો. લોટ શેકાઇ જાય પછી તેમા ગુંદર નાંખવો. ગુંદર સહેજ શેકાઇ જાય એટલે નીચે ઊતારી કોપરૂ તેમજ બધાજ તેજાના નાંખવા. થોડુંક ઠંડુ પડે તેમાં ખાંડ નાંખી ૪ થી ૫ ટે. સ્પૂન ઘી નાંખી થાળીમા ઠારવું. 2 કલાક પછી કાપા પાડવા. ઊપર વરખ છાપી શકાય. 2૦૦ ગ્રામ માવો નાંખી શકાય. તો તેજાનાને ખાંડનું પ્રમાણ થોડું વધારવું. માવો છીણીથી છીણી લેવો શેકવો. -------------------------------------------------------------- મીષ્ટાન વિભાગ
[(5) - 30] કંસાર ઃ- (લાપસી) 2 વ્યકિત માટે
સામગ્રી- 1 કપ ઘઊનો જાડો લોટ 5/4 કપ પાણી 2 ટે. સ્પૂન ગોળ 1 ટે. સ્પૂન તેલ + 1 ટી.સ્પૂન તેલ 2 ટી. સ્પૂન ઘી રીત- પાણીમા ગોળ ઘી, બુરૂ ખાંડ નાંખી ગરમ મૂકવું. લોટમા એક ટે. સ્પૂન તેલનું મોણ નાંખવું. પાણી ઊકળે એટલે થોડું પાણી કાઢી લઇ, તપેલીના પાણીમા એક ટી. સ્પૂન તેલ નાંખી લોટ નાંખવો. વેલણથી એક દીશામા ગોળાકાર હલાવવું. સરખું થતા લોટ ઢાંકી દેવો. થોડી થોડી વાર જોતા રહેવું. પછી 2 ટી. સ્પૂન ઘી નાંખી સીઝાવવા દેવું. જો પાણી ઓછું લાગે તો જે ગરમ પાણી 1/4 પા કપ કાઢયું હોય તે ધીમે ધીમે ઊમેરવું. ને પાણી વધારે લાગે તો લોટ ઊમેરવો. છૂટો કંસાર થશે. ઊપર મરજી મુજબ ઘી - બુરૂ ખાંડ નાંખીને પીરસો. ------------------------------------------------------------- [(5) - 31]ફાડા લાપસી (બાટ)ઃ- 6 વ્યકિત માટે
સામગ્રી- 25૦ ગ્રામ ઘઊના ફાડા 2૦૦ ગ્રામ ઘી ૩5૦ ગ્રામ ખાંડ ઇલાયચી પાઊડર લીલા ટોપરાનું 2 ટે. સ્પૂન છીણ સૂકી દ્રાક્ષ - 1૦ થી 15 નંગ 1૦ નંગ બદામ સમારેલી રીત- પ્રથમ ફાડાને ઘી મૂકી શેકવા. સહેજ ગુલાબી થતાં તેમા ગરમ પાણી રેડવું. 1 કપ ફાડા હોય તો 7/2 કપ પાણી રેડવું. કૂકર ત્રણ સીટી આપવી. કૂકર થોડું ઠંડું પડતા એક તાવડીમા ઘી મૂકી ફાડા નાંખી મસાલો ખાંડ નાંખી હલાવવું. ઘી છૂટું પડે ત્યા સુધી થવા દેવું. થોડી બદામ ઊપર ભભરાવવી. -------------------------------------------------------------- [(5) - 32] ઓસ્સાવેલી ઘઉંની સેવ ઃ- ૩ વ્યકિત માટે
સામગ્રી- 4 ખાજલી ઘઉંની સેવ (2૦૦ ગ્રામ) 1 ચમચી તેલ ઘી - બુરૂ ખાંડ રીત- એક મોટી તપેલીમા પાણી ઊકાળવા મૂકવું. પાણી ઊકળે એટલે એક ચમચી તેલ નાંખવું. જેથી સેવ લચકો નહી થાય. પછી સેવ નાંખી ઊકાળવી. ઢાંકણ અધખૂલ્લું રાખવું. સેવ ચઢી જાય એટલે એક વાટકામા જેમા તપેલીનું પાણી માઇ શકે અને જગ્યા રહે તેમા કાઠલો મૂકી ચારણી મૂકી સેવ ઓસવવી. જેથી બધજું પાણી નીતરી જાય. ગરમ ગરમ સેવમા ઘી - બુરૂ નાંખી પીરસવી. -------------------------------------------------------------- [(5) - 33] શીરો ઃ- 4 વ્યકિત માટે
સામગ્રી- 1 કપ ઘઉંનો જાડો લોટ 1 કપથી થોડુંક ઓછું ઘી ૩ કપ પાણી 1 કપ ખાંડ એલચીનો ભૂકો અને બદામ રીત- ઘી ગરમ મૂકી તેમા ઘઊનો લોટ શેકવો. ગુલાબી સુંગંધ આવશે. બીજી બાજુ પાણી ગરમ મૂકવું. લોટ બદામી થાય એટલે પાણી રેડવું. અને હલાવવું. ખાંડ નાંખી થોડું હલાવી ઢાંકણ ઢાંકવું. ઘી છૂટું પડતા તેમા ઇલાયચી ને બદામ નાંખી ગરમ ગરમ પીરસવું. ------------------------------------------------------------------- [(5) - 34]રવાનો શીરો ઃ-
ઊપર પ્રમાણે કરવો. પણ ઘઊના લોટની જગ્યાએ રવો અને પાણીની જગ્યાએ દૂધ વાપરવું. કાજુ દ્રાક્ષ થોડા નાંખવા. -----------------------------------------------------------
[(5) - 35] મગની દાળનો શીરો ઃ-
ઘઊના લોટની જગ્યાએ કકરો મગની દાળનો લોટ લેવો. ઘઊના શીરાની જેમ જ કરવો. પાણીનું પ્રમાણ ૨ ટે. સ્પૂન જેટલું વધારે લેવું પડશે. ઘી પણ થોડું વધારે. ------------------------------------------------------------ [(5) - 36] શીખંડ ઃ- 4 વ્યકિત માટે
સામગ્રી- 1 લિટરનું દૂધનું મોળું દહિ 2૦૦ ગ્રામ ખાંડ કેસર, ઇલાયચી રીત- મોટી પ્લાસ્ટીકની જયુસ ગાળવાની ગરણીમા સાચવીને દહિ નાંખવું. અગર તો ઝીણા કપડામા દહિને બાંધી લટકાવવું. મસ્કો તૈયાર થતા (ગરણી હોય તો ગરણીને કપડું હોય તો કપડામા) મસ્કો નાંખી ચાળવો. ચમચાથી ધીમે ધીમે બીજા વાસણમા ચાળવો. પછી તેમા ખાંડ ઇલાયચી ભૂકો અને કેસર નાખવા. -------------------------------------------------------------- [(5) - 37] ફ્રૂટ શીખંડ ઃ-
ઊપર પ્રમાણે શીખંડ તૈયાર કરી તેમા કેસર નહી નાંખવું. પણ મેન્ગો - પાઇનેપલ મીક્ષ ફ્રૂટ નાખવુ ------------------------------------------------------------- [(5) - 38] ડ્રાઈ ફ્રૂટ શીખંડ ઃ-
ડ્રાય ફ્રૂટ શીખંડ પણ ઊપર પ્રમાણે બનાવવો. આમ જુદા જુદા શીખંડ પણ બનાવી શકાય છે. ------------------------------------------------------------ [(5) - 39] મઠો ઃ-
શીખંઠની જેમ જ બનાવવાનું પણ જે પાણી કાઢેલ મસ્કામા ખાંડ નાંખી હલાવવો. ચાળવું નહિ. ઘણાં મસ્કા બને જેમા રંગ - એસેન્સ જરૂરી. મેન્ગો મઠો - ડ્રાયફ્રૂટ મઠો - પાઇનેપલ મઠો - કેસર પીસ્તા મઠો - રાજભોગ મઠો - ગ્રીન પીસ્તા મઠો - ફ્રેશ સ્ટ્રોબેરી મઠો વિ. ------------------------------------------------------------- [(5) - 40]સાદી બાસુંદી ઃ- 2 વ્યકિત માટે
સામગ્રી- 1 લિટર દૂધ 100 ગ્રામ ખાંડ બદામ પીસ્તાની કાતરી ઇલાયચી દાણા - જાયફળ રીત- વાસણમા ઘી લગાડી દૂધ ગરમ મૂકવું. તેને હલાવ્યા કરવું. જેથી ચોંટે નહ. દૂધ ઊકળીને જાડું થાય એટલે તેમા ખાંડ નાંખવી. પછી મસાલો નાંખવો. ને મોળી કરવી હોય તો પછી બુરૂ નાંખવું. ગરમ બાસુંદી સારી લાગે.
જુદી જુદી બાસુંદી ઃ-
* ઘેબર બાસુંદી - 5૦ ગ્રામ ઘેબર, 1 લિટર દૂધની બાસુંદીમા થોડુંક કસ્ટર નાંખવું. * સીતાફળ બાસુંદી - 4૦૦ ગ્રામ સીતાફળનો માવો કાઢી ઊપરની રેસીપીમા ઠંડી પડે પછી નાંખવો. * રસગુલ્લાની બાસુંદી- 1૦૦ ગ્રામ નાના રસગુલ્લા * સ્ટ્રોબેરી બાસુંદી- 5૦ ગ્રામ સ્ટ્રોબેરી * નવરત્ન બાસુંદી- 1૦૦ ગ્રામ જુદા જુદા ફ્રૂટ * પાઇનેપલ બાસુંદી- 2૦૦ ગ્રામ પાઇનેપલ
ફ્રૂટ બાસુંદી ગરમ ન કરવી ------------------------------------------------------------- [(5) - 41] બાલુશાઇઃ
સામગ્રી - મેંદો 125 ગ્રામ, 5 પાંચ ઇલાયચી ના દાણાં સાજીના ફૂલ 1 ચપટી, પીસ્તા ની કતરણ ધી ૩ ટે. સ્પૂ. તળવા માટે ધી દહિ 1 ટે. સ્પૂ. કણેક બાંધવા પૂરતું ઠંડુ પાણી મીઠુ 1 ચપટી
ચાસણી માટે 1 કપ ખાંડ થોડા ટીપાં લીબુંનો રસ ખાંડ ડૂબે તેટલું પાણી રીત ઃ- મેદામાં મીઠું તથા સોડા નાખી ચાખી લેવું. થોડા એલચીના દાણા નાખવા ધીનું મોણ નાખી, ઠંડા પાણીથી પૂરી જેવી નરમ કણેક બનાવવી, કણેકના 15થી 2૦ લૂઆ કરવા દરેક લૂઓ હથેળી વચ્ચે દબાવવો. વચ્ચે સળીથી કાણું કરવું. તાવડીમાં ધી ગરમ મૂકવું ધી ગરમ થાય એટલે નીચે ઊતારી 2 બે મિનિટ પછી દબાવેલા બાલુશાઇ ધીમાં નાખવા, તાવડી ધીમા તાપે ગેસ પર મૂકવી. 10 દસ મિનીટ પછી બાલુશાઇ સાચવીને પલટાવવા. બને બાજુ ગુલાબી તળાય એટલે સાચવીને ધીમાંથી કાઢી લેવા, બરોબર ઠંડા પડે પછી ચાસણી પીવડાવવી
ચાસણીની રીત ઃ- એક તપેલીમાં ખાંડ ડૂબે તેટલું પાણી રેડી ચાસણી તૈયાર કરવી. ચાસણી ઊકળે એટલે તેમાં થોડા ટીપા લીબુંનો રસ નાખી મેલ કાપી લેવો. એકતારી ચાસણી થાય એટલે નીચે ઊતારી જરા વાર ધૂમેડવી ચાસણી ઠંડી પડશે તેમ જાડી થવા લાગશે. બહુ જાડી થાય પહેલા બાલુશાઇ એક પછી એક ચાસણીમાં બોળવા એક થાળીમા તેલ વાળો હાથ લગાડી ચાસણી પીવડાવેલી બાલુશાઇ મૂકવી તેની ઊપર એલચી દાણા તથા પીસ્તા ની કાતરી ચોટાડવા બરાબર ચાસણી ઠરે પછી ડબામાં ભરવા. ---------------------------------------------------------
[(5) - 42] માવાની ફૂલવડી ઃ-
સામગ્રી - માવો 250 ગ્રામ પાણી 1 થી 3/4 પોણો કપ મેંદો 1૦૦ ગ્રામ ધી તળવા માટે. સાજીના ફૂલ મોટી એક ચપટી બદામ પીસ્તા નીકાતરી 1૦ એલચી નો પાવડર ગુલાબ એસેન્સ
ચાસણી માટે ઃ- 2 કપ ખાંડ, 1-1/4 કપ પાણી, 2 ટે. સ્પૂ. દૂધ માવાને ઝીણી છીણીથી લેવો. તેમાં એલચી પાવડર નાખવો માવો તથા મેદો ભેગા કરી નરમ ખીરુ બનાવવા પાણી રેડવુ, તપેલીમા ખાંડ તથા પાણી ભેગા કરી ચાસણી બનાવવી દૂધ રેડી મેલ કાપી લેવો. પછી 2 થી ૩ મીનીટ ચાસણી ઊકાળવી પછી નીચે ઊતારી તાવડીમા ધી ગરમ મૂકવું. ફૂલવડીના ઝારાથી ધીમા ફૂલવાડી પાડવી, ફૂલવડી બરાબર લાલ તળવી મધ્યમ તાપે તળવી, ધીમાંથી નીતારી ગરમ ચાસણીમાં નાખવી. આ પ્રમાણે બધી ફૂલવાડી ઊતારી ચાસણીમા નાખવી ને તાવેતાથી હલાવતા જવું જેથી બધીજ ફૂલવડી ને ચાસણી ચઢે. ગુલાબ એસેન્સ ના થોડા ટીપાં નાખવા પછી ફૂલવડી ચાસણીમાં થી બહાર કાઢી થાળીમા મૂકવી. ઊપર બદામ પીસ્તા-કાતરી ભભરાવવી ને પસંદ હોયતો વરખ છાપો ------------------------------------------------------------- [(5) - 43] પેનકેક માવાનાંઃ 12 થી 15 નંગ
સામગ્રી - માવો 250 ગ્રામ રવો 50 ગ્રામ, ગુલાબ એસન્સ મેદો 50 ગ્રામ, ચાંદીની વરખ સાજીના ફૂલ ( સોડા બાઇ કાર્બ) 1 ચપટી,
ચાસણીઃ 1/2 ચમ્ચિ એલચી પાવડર, ખાંડ 1-1/2 કપ, ૩ ટે.સ્પૂ ઘી, પાણી 1/2 કપ દૂધ 2 ટે. સ્પૂ. રીત રવો, મેદો, સાજીના ફૂલ ચાળી લેવા. માવાને હાથથી છૂટો કરી તેમા એલચી નાખી લોટમાં ભેળવવો. 3/4 કપ પાણી રેડી નરમ ખીરુ બનાવવું. તવો ગરમ મૂકવો. એક તવા પર એકસાથે ત્રણથી ચાર પેનકેક તૈયાર થશે. તવો ગરમ થાય એટલે ધી લગાડી 2 ટે.સ્પુ. જેટલું ખીરુ રેડવું. પાથરવું નહી તેની મેળે જેટલું પ્રસરે તેટલું જ પાથરવું. ગુલબી થતા પલટાવવા, બન્ને બાજુ ગુલાબી થાય એટલે ચાસણી તૈયાર કરવી. ગરમ ચાસણીમાં પેનકેક એકાદ મિનિટ ડુબાડી રાખવા. પછી પ્લેટમાં ગોઠવવા બીજા ચાસણીમાં ડુબાડવા આમ બધા પેનકેક તૈયાર કરવા. ઊપર ગુલાબ એસેન્સ છાંટવું. વરખ છાપવો પીસ્તાની કાતરી થી સુશોભીત કરવું. --------------------------------------------------------------- [(5) - 44] પનીર માવાની પોટલીઃ-
સામગ્રી - 25૦ ગ્રામ મેંદો પ્રમાણસર મીઠું ૩ ટે.સ્પૂ. તેલ નવશેકુ પાણી
પૂરણઃ-
2૦૦ ગ્રામ છીણેલુ પનીર 1૦૦ ગ્રામ માવો છીણેલો માવો ખાંડ, કેસર ઇલાયચી, બદામ પીસ્તાનો ભૂકો પ્રમાણસર. તળવામાટે ધી રીત ઃ- પૂરણ માટે માવા-પનીરમાં બુરુ ખાંડ, કેસર, ઇલાયચી ,બદામ નો ભૂકો નાખી નાના ગોળા તૈયાર કરો. પૂરી જેવો લોટ બાંઘી પૂરણ જેટલાં જ લૂઆ પાડી પૂરી વણી પુરણ ભરી પોટલી જેવું વાળો પોટલીની જગ્યાએ સહેજ દબાણ આપી બધી પોટલી તૈયાર કરી ધી ગરમ કરી મધ્યમ તાપે ગરમ કરી પીરસો. ----------------------------------------------------------- [(5) - 45] મુંબઇનો આઇસ હલવો
સામગ્રી ઃ- 1વાટકો કોન ફલેકસ લોટ 2 વાટકો ખાંડ 4 વાટકો પાણી ૩ ચમચા ધી કાજુ-બદામના ફાડચા, એલચી દાણા રોઝ એસન્સ ને થોડો લાલ રંગ રીત ઃ- કોનફલેકસમાં ખાંડ પાણી મીકસ કરી ગરમ મૂકવુ હલાવતા જવું ઘટ થાય ત્યારે સેજ પાણીમાં રંગ ઓગાળી નાખવો. કાજુ-બદામના ફાડચા તથા ધી એલચી નાખી સતત હલાવવું ત્યારબાદ ઘી છૂટે ઘટ થાય ત્યારે એસેન્સ નાખી થોડું હલાવી ઊતારી લેવું. હલાવવામાં કચાશ ન કરવી બધીજ વસ્તુ પાસે તૈયાર રાખવી. થાળીમાં તેલ ચોપડી જાડો થર પાથરી ઊપર પણ કાજુ બદામ પાથરવા દબાવી દેવા.
[(5) - 46] ચોકલેટ કોટિગ
સામગ્રી ઃ- 12૦ ગ્રામ વનસ્પતિ ધી 1 કપ આઇસંગ શુગર 4 ટે.સ્પૂ. કોકો પાવડર 2 ટે. સ્પૂ. મિલ્ક પાવડર રીત ઃ- આઇસંગ શુગર , કોકો, મિલ્ક પાવડર, ત્રણથી ચાર વાર ચાળી હલ્કા ગરમ તાપે ગરમ કરેલ વનસ્પતિ ધી જરા ઠંડુ કરી મીશ્રણમાં નાખી થોડી વાર હલાવવું ઠરવા માટે એટલે ચોકલેટ કે બિસ્કીટના સેન્ટર બોળવા, ને પ્લાસ્ટિક પર ગોઠવવા ર૪કલાક રાખવા. પછી ડબ્બામાં ભરવાં ૩પ થી ૪૦ કોટિગ સેન્ટર થાય. ----------------------------------------------------------- [(5) - 47]ફોન્ડો કોટિગ
સામગ્રી ઃ- 1 કપ આઇસગ શુગર, ૩ ટે.સ્પૂ કોકો જરુર પુરતું કન્ડેન્સ મિલ્ક ઘરનું બનાવેલું થોડા વેનિલા ટીપાં રીત ઃ- આઇસગ શુગર , કોકો ચાળી લેવા, ત્રણ થી ચારવાર ચાળવા તેમાં કન્ડેન્સ મિલ્ક નાખી એસેન્સ નાખી કણેક બનાવી ૩/૪ ના ગોળા બનાવી, ર૪ કલાક પછી ચોકલેટ કોટિગ કરવુ ર૪ કલાક બાદ ડબ્બા ભરો. ------------------------------------------------------------- [(5) - 48] ચોકલેટ ગોળી
સામગ્રી ઃ- 1 કપ જેટલુ કન્ડેન્સ મિલક 4 ટે.સ્પૂ. કોકો ૧ ટે. સ્પૂ. ધી 6 ટે.સ્પૂ આઇસગ શુગર નાયલોન કોપરાનુ સુકુ ખમણ 4 ટે.સ્પૂ. કાજુ અખરોટના નાના ટુકડા 6 ટે.સ્પૂ. 2 ટે.સ્પૂ મિલ્ક પાવડર, વેનિલાના ટીપાં રીત ઃ- ડબલ બોઇલરના (એક મોટી તપેલીમાં પાણી ઊકળે ત્યારે તેમાં બીજી નાની તપેલી મૂકી ધીમા તાપે) ઊપરના વાસણમાં કન્ડેન્સ મિલ્ક તથા ધી-કોકો આઇસગ શુગર ઓગાળવા. ધી ઓગળે પછી બાકીની ચીજો નાખી બરોબર મીકસ કરી નીચે ઊતારી જરા ઠડું પડે, ત્યાં સુધી હલાવવું ગોળા વળે એવું થતા 3/4" ડાયામીટરના ગોળા વાળવા. ગોળા બરાબર ઠંડા પડે પછી ચોકલેટ પેસ્ટમાં બોળી 24 કલાક ડબ્બામાં ભરવા જો ચોકલેટ પેસ્ટમાં ન બોળવા હોયતો કોપરાના છીણમાં રગદોળવા (ચોકલેટ પેસ્ટ એટલે ચોકલેટ કોટિગ) --------------------------------------------------------------
[(5) - 49] તુલસીપાક
સામગ્રી ઃ- 1/4 શેર તુલસીના બી. 1 તોલો મરી 1/4 તોલો કેસર 1 તોલો ઇલાયચી પાવડર 1 શેર બદામ 1-1/4 શેર ધી 1-1/2 શેર સાંકર પાવડર 1/4 શેર માવો થોડુ દૂધ રીત ઃ- તુલસીના બી સાફ કરવા-લોટ ચાળી લેવો. માવો ગુલાબી શેકવો. લોટને ધી-દૂધનો ધાબો દઇ ચારણાથી ચાળી બાકીના ધીમાં શેકી લેવો ગુલાબી થાય સુંગધ આવે ત્યારે કેસર સાંકર ને કેસર સિવાયની બધીજ વસ્તુ લોટમા નાખી હલાવવું. પછી સાંકર કેસરને બુરુ ડૂબે તેટલુ પાણી નાખી, ચાસણી કરવી 1 તારી ચાસણી થતા તેમા લોટનું મિશ્રણ નાખી હલાવવું. ઠરે એવું લાગતા થાળીમાં તેલ લગાવી તેમા ઠારવું, ઠરતા પીસ કરી ડબ્બામાં ભરવા. આ પાક શકિત દાયક કાયમી શરદીમાં રાહત આપનાર બને છે. બાળક તથા વૃધ્ધો માટે ખાસ પૌષ્ટિક છે.
__________________________________________________
|
|
|