Saturday, July 31, 2010    
 
Search  www jainuniversity.org
About us | Contact | Contribution | Sitemap | Home 
 
1. Blessings
2. Jainism - Simplified
3. Lord Mahavir
4. 24 Tirthankars
5. Jainism Sect
6. New to Jainism?
7. Navkar Mantra
8. Jain Religious all Sutro
9. Jain Songs Stavans Aarti
10. Jain Pooja/Poojans
11. Daily Navkarsi time
12. Pachchakhan/Sutak
13. Jain Tirth Places +
14. Jain Tithi, Panchang
15. Art and Photo Gallery
16. Astrology/Vastushastra
17. Listen Navkar Mantra
18. Jain Recipes
19. Ayruvedic Upchar
20. Useful Addresses
21. Jain Trusts
22. Jain Saints
23. FAQ
24. Greetings
25. Courseware
26. Jain Higher Knowledge
27. Jain Festivals
28. Advertisements
29. Jain Magazines
30. Other Jain Site
31. Childrens Zone
Modern Knowledge Centre
Total Visitors
Please donate your knowledge
Print this page  Email this page  Back  
Jain Recipes for Pickles Masala etc in Gujarati
Please press ctrl + on your keyboard for bigger fonts

-ઃ અથાણાં વિભાગ ઃ-

તાજા અથાણાં રોજ ના ખપે. બીજે દિને વાસી કહેવાય.
         
[(7) - 1] લીંબુનું અથાણું ઃ-

સામગ્રી-
1 કિલો લીંબુ
1 ટે. સ્પૂન લાલ મરચું
પ્રમાણસર મીઠું
૩/2 કિલો ખાંડ
હળદર થોડી
રીત-
લીંબુના 4 ટુકડા કરી મીઠા હળદરમા 15 દિવસ રાખવા. લીંબુની છાલ નરમ પડે ત્યાં સુધી બરણીમા રાખવા. રોજ ઊછાળવા. છાલ નરમ પડતાં નાના ટુકડા કરવાં બીજ કાઢી નાખવા. થાળીમા છૂટા કરવા. ખાંડ ડૂબે તેટલું પાણી લઇ બે તારી ચાસણી કરવી. ચાસણી ઠંડી પડે તેમા લાલ મરચું નાખી લીંબુના ટુકડા કરવા. બરાબર હળવા હાથે હલાવી બરણીમા ભરવા.
------------------------------------------------------------
 [(7) - 1A]   ટિંડોળા નું અથાણું
                             
સામગ્રી-
1૦૦ ગ્રામ ટિંડોળા
5૦ ગ્રામ મેથીનો મસાલો
1 ચમચી લીંબુ નો રસ
ગરમ 1 ટે. સ્પૂન તેલ હિંગ
રીત-  
ટિંડોળા ધોઇ ગોળ રગો કરી મેથીનો મસાલો ભેળવી, લીંબુનો રસ નાખી હલાવો. પછી તેલ ગરમ થતાં હિંગ નાખી હલાવો.
-----------------------------------------------------------
[(7) - 2]-ઃ લીંબુના રસની ચટણી ઃ-

સામગ્રી-
લીંબુનો રસ
જીરૂ
ખાંડ
મીઠું, મરચું
રીત-
જેટલો લીંબુનો રસ હોય તેમા ડૂબે તેટલી ખાંડ લેવી. ગેસ પર મધ્યમ તાપે હલાવી નિતારી ચાસણી તૈયાર કરવી. ગેસ બંધ કરી મીઠું મરચું અને જીરૂ નાંખવું.
---------------------------------------------------------
ઃ મુખવાસ ઃ-

[(7) - 3] મસાલા કાજુ ઃ-

સામગ્રી-
1૦૦ ગ્રામ કાજુ ફાડા
1/2 ટી. સ્પૂન મરચું
1 ટી.સ્પૂન મરી પાઊડર
1/2 ટી.સ્પૂન ચાટ મસાલો
1/2 ટી.સ્પૂન ગરમ મસાલો
1 ટી.સ્પૂન બુરૂ ખાંડ
1 ટી.સ્પૂન આમચુર
પ્રમાણસર મીઠું
ઘી પ્રમાણસર
રીત-
ઘી મૂકી કાજુ તળવા. બદામી રંગના થાય ત્યા સુધી તળવા. પછી બધો મસાલો નાંખી થોડું જરૂર પૂરતું ગરમ ઘી નાંખી મસાલો ભેળવવો.
(કારતકથી ફાગણસુદ ૧૩ સુધી ખપે.)
----------------------------------------------------------          
[(7) - 4] મસાલા બદામ ઃ-

સામગ્રી-
1૦૦ ગ્રામ બદામ
1 ટી.સ્પૂન મરી પાઊડર
પ્રમાણસર મીઠું
ઘી તળવા માટે
રીત-
બદામ વચ્ચેથી ઊભી સુધારવી. (2 ફાડચા) કરવા. ઘી ગરમ મૂકી તેમા સાંતળી ગુલાબી કરવી. બહાર કાઢી મીઠું મરી નાંખી હલાવીને બરાબર મસાલો ભેળવવો.
-----------------------------------------------------------


-ઃ વિવિધ મસાલા ઃ-

[(7) - 5]-ઃ ચાટ મસાલો ઃ-

સામગ્રી-
5૦ ગ્રામ આંબોળીયાનો પાઊડર
૩૦ ગ્રામ કાચા જીરાનો પાઊડર
2૦ ગ્રામ મરીનો પાઊડર
2 ટી.સ્પૂન સંચળ
પ્રમાણસર મીઠું
રીત-
બધું જ મેંદા ચારણીથી ૩ વાર ચાળી બોટલમા ભરવું.
 ----------------------------------------------------------       
[(7) - 6] મેથીનો મસાલો ઃ-

સામગ્રી-
1 કપ મેથીની દાળ કૂરીયા(અગર ઘરે વાટી લો)
1 કપમા થોડું ઓછું શેકેલું મીઠું
1 કપ મરચું
1 ટી.સ્પૂન હીંગ
1 ટી.સ્પૂન હળદર
પ્રમાણસર ગરમ કરી ઠંડું કરેલું તેલ
રીત-
ઊપરની બધી વસ્તુ ભેગી કરી મસાલા ભેળવી, ગરમ કરી ઠંડું ઠરેલું - તેલ -દિવેલ કે સરસીયું નાંખી મેળવવું. મોણ જેવું તેલ નાંખવું.
-----------------------------------------------------------             
[(7) - 7] ચ્હાનો મસાલો ઃ-

સામગ્રી-
1૦૦ ગ્રામ સુંઠ પાઊડર
5૦ ગ્રામ તજ પાઊડર
5૦ ગ્રામ મરી પાઊડર
25 ગ્રામ ઇલાયચી પાઊડર
1 નંગ જાયફળ
થોડીક જાવંત્રી પાઊડર
રીત-
બધાજ પાઊડર ભેગા કરી ૩ વાર ચાળો. બોટલમા ભરો.
-----------------------------------------------------------                  
[(7) - 8]-ઃ ગરમ મસાલો ઃ-

સામગ્રી-
(1) 1૦૦ ગ્રામ દગડ ફૂલ
(2) 1૦૦ ગ્રામ બાદીયા
(૩) 1૦૦ ગ્રામ તમાલપત્ર
(4) 6૦૦ ગ્રામ ધાણી
(5) 4૦ ગ્રામ તજ
(6) 4૦ ગ્રામ લવીંગ
ઊપરની ૬ વસ્તુ - થોડુંક તેલ મૂકી દરેક વસ્તુ અલગ અલગ શેકવી.

(1) ૧૦૦ ગ્રામ શાહજીરૂ
(2) ૪૦ ગ્રામ ઇલાયચી
(૩) ૮૦ ગ્રામ નાગ કેસર
(4) ૨૦૦ ગ્રામ જીરૂ
(5) ૫૦ ગ્રામ જાવંત્રી
(6) ૨ નંગ જાયફળ મોટા
આ 6 વસ્તુ શેકવી નહી.
રીત-
બધીજ વસ્તુ શેકેલી, ન શેકેલી. બધીજ વસ્તુ મીકસરમા ખાંડી લેવી. ચાળી લેવી. પછી તેમા 25૦ ગ્રામ લાલ મરચું 5૦ ગ્રામ હળદર બંન્ને પાઊડર ભેળવી ફરી ચાળી લેવું.
------------------------------------------------------------
      
- ઃ વસાણાં ઃ -

[(7) - 9] પેદ ઃ - દૂધની

સામગ્રી -
1૦૦ ગ્રામ બાવળનો ખાંડેલો ગુંદર
1 લિટર દૂધ
1૦૦ ગ્રામ ઘી
15૦ ગ્રામ ખાંડ
6૦ ગ્રામ મોટી કોપરા છીણ
5૦ ગ્રામ સૂંઠ
૩૦ ગ્રામ ગંઠોડા (પીપરામૂળ)
બદામ નટ જરૂર પ્રમાણે
રીત -
વાસણમાં ઘી લગાવી દૂધને ઊભરો લાવો,  ત્યાર બાદ ગુંદર નાંખો. દૂધ ફાટી ફોદા થશે. અડધું ઊકળે એટલે ખાંડ નાંખો ઘટ્ટ થવા આવે, ટોપરૂ બદામ નાંખો. એકદમ ઘટ્ટ થતાં સૂંઠ, ગંઠોડા નાંખો. ઘી છુટુ પડે એટલે સૂંઠ, ગંઠોડા નાંખી ઊતારો. ઊપર ઘી ની તર જામશે.
---------------------------------------------------------           
[(7) - 10] મેથીના લાડવા ઃ - 35 નંગ

સામગ્રી -
1૦૦ ગ્રામ મેથી ક્રશ કરેલી કકરી
4૦૦ ગ્રામ ઘી
25૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
૩૦૦ ગ્રામ ગોળ
25૦ ગ્રામ ખાંડનું બુરૂ
કોપરાની છીણ મોટી
બદામ નટ
સૂંઠ
ગંઠોડા
મગજતરીના બીજ પ્રમાણસર
15૦ ગ્રામ કાચો ગુંદર ખાંડેલો
રીત -
ઘી મૂકી ઘઉંનો જાડો લોટ શેકો. ગોળનો ભૂકો કરો. એક કઠરોટમાં  શેકેલો લોટ નાંખો. લોટ ઠંડો પડે બધીજ વસ્તુ તેમાં ભેરવી દો. જો ઘી ઓછું લાગે તો થોડું ગરમ કરી નાંખોને લાડવા વાળો. એક થાળીમાં ગોળ લાડવો વાળી થાળીમાં ધીમેથી પછાડી મૂકવા. ઊપરમાં મેથીનું પ્રમાણ વધુ કરવું હોય તો તેટલો ઘઉંનો લોટ ઓછો લેવો ને મેથી વધુ લેવી.
---------------------------------------------------------------               
[(7) - 11] ખજૂરપાક ઃ - 4 થી 5 નંગ

સામગ્રી -
1૦૦ ગ્રામ ખજૂર
2 ટે. સ્પૂન ઘી
1૦૦ મીલી. દૂધ
વરખ
રીત -
ખજૂર સુધારી દૂધમાં નાંખી મીકસરમાં ફેરવવું. પછી 1 ટે. સ્પૂન ઘી મૂકી મીશ્રણ સાંતળવુ. ઘટ્ટ થાય પછી 1 ટે. સ્પૂન ઘી નાંખી ઠારી દેવું. થોડું ઠંડુ પડે વરખ લગાવી કાપા કરવા.
-----------------------------------------------------------                
[(7) - 12] તલની ચીકી ઃ -

સામગ્રી -
1 કપ તલ
1 કપ ગોળ
1/4 ઘી
1 ટી. સ્પૂન ગ્લુકોઝ
રીત -
તલને શેકવા. ગોળ ઘી નો ધીમા તાપે પાયો કરવો. ઊકળી સરખું લાલ ચોળ થાય એટલે ઊતારી તેમાં ૧ ટી. સ્પૂન ગ્લુકોઝ ઠારી દેવી. ગ્લુકોઝ નાંખવાથી તલ સાંકળી સફેદ થશે. ઠરતા પીસ કરવા.

* સિંગની ચીકી સિંગ સેકી ફોતરા કાઢી અધકચરો ભૂકો કરવો.

* કાજુની ચીકી અધકચરો ભૂકો કરવો

* બદામના ફોતરા કાઢી શેકીને અધકચરો ભૂકો કરવો
----------------------------------------------------------               
[(7) - 13] કોપરાની ચીકી ઃ -

ઊપર પ્રમાણે કોપરાની ચીકી, આછું પાતળું શેકવું.
---------------------------------------------------------             

[(7) - 14]- ઃ મમરાની ચીકી ઃ -

સામગ્રી -
1૦૦ ગ્રામ મમરા
2૦૦ ગ્રામ ગોળ
2 ટે. સ્પૂન ઘી
1 ટે. સ્પૂન ગ્લુકોઝ
રીત -
મમરા શેકવા. ઘીમાં ગોળનો ભૂકો નાંખી પાયો કરવો. ખદખદે પાયો એટલે મમરા - ગ્લુકોઝ નાંખી હલાવી થાળીમાં તેલ ચોપડી ઠારી દેવી. તરત કાપા પાડવા, ચીકી જાડી રાખવી.
---------------------------------------------------------
[(7) - 15]ખજૂર આંબોળિયાંની ચટણીઃ-

સામગ્રી-
25૦ ગ્રામ ખજૂર
25૦ ગ્રામ આંબોળિયા
ધાણાજીરૂ
1 ટી. સ્પૂન શેકેલું જીરું
25૦ ગ્રામ ગોળ
લાલ મરચું
મીઠું પ્રમાણસર
1 ટી. સ્પૂન તેલ
1 ટી. સ્પૂન જીરૂ
રીત- ખજૂરના ઠળિયા કાઢી તેમાં આંબોળિયા બાફવા. જુદા જુદા ને આંબોળિયાનું પાણી કાઢી નાખવું. પછી બધું જ ગોળ મસાલો નાખી વાટવું પછી તેલ જીરાનો વધાર કરવો. જરૂર પ્રમાણે જાડી પાતળી કરવી.
--------------------------------------------------------
[(7) - 16] કોથમીરની ચટણી ઃ-

સામગ્રી-
1 કપ કોથમીર
1 ટી. સ્પૂન તલ
1 ટી. સ્પૂન જીરૂં
2 ટી. સ્પૂન કોપરૂ
1 ટી. સ્પૂન સિંગદાણા
૩ ટી. સ્પૂન ખાંડ
1 નંગ લીંબુ
5 નંગ લીલાં મરચાં
પ્રમાણસર મીઠું

રીત- બધું જ મીક્ષ કરી વાટવી એકદમ ઝીણી વાટવી.
---------------------------------------------------------
[(7) - 16A]-ઃ ફૂદીના ની ચટણી ઃ-

સામગ્રી-
1 કપ ઊપરની ચટણી
1/2 કપ ફૂદીનો
2 લીલાં મરચાં
1 લીંબું નો રસ
પ્રમાણસર મીઠું
રીત- ઊપરની રેસીપીમા આ વધારાનું ઊમેરી વાટવું.
----------------------------------------------------------
[(7) - 17] લાલ લીલા જાડા મરચાંની લાલ ચટણી ઃ-

સામગ્રી-
લાલ મરચાં 1૦ નંગ
લીબું 1 નંગ
પ્રમાણસર મીઠું
રીત- બધું ભેગું કરી વાટી લેવું.
----------------------------------------------------------
[(7) - 18] દાળિયાની ચટણી ઃ-

સામગ્રી-
2૦૦ ગ્રામ દાળિયા
1૦૦ ગ્રામ સીંગ
5૦ ગ્રામ તલ
2 ટે. સ્પૂન તેલ
પ્રમાણસર મીઠું
૩ ટી. સ્પૂન મરચું
1/2 ટી. સ્પૂન હળદર
1 ટી. સ્પૂન લીંબુના ફૂલ
1 ટી. સ્પૂન બુરૂ ખાંડ
રીત-
સીંગને શેકી ફોતરા કાઢી નાખવાં ને ખારી સીંગ પણ ચાલે. અધકચરી વાટવી. દાળિયા શેકી વાટવા. તલ શેકવા. એક વાસણમા તેલ ગરમ થાય એટલે તેમા ૧ ટી. સ્પૂન મરચું હળદર નાંખી સીંગ દાળિયા તલ ને મીઠું નાખવા. નીચે ઊતારી લીંબુના ફૂલ બુરૂ ખાંડ ને ૧ ટી. સ્પૂન લાલ મરચું નાખવું. તલ ઓછા લાગે તો વધારે નાખવા. સ્વાદ અનુસાર કોઇ પણ મસાલો વધ ધટ કરી શકાય.
--------------------------------------------------------------
[(7) - 19] ચોળા ફળીની ચટણી

સામગ્રી ઃ-
1/2 કપ ચણાનો લોટ
1/2 કપ ખાટુ દહિ
1૦૦ ગ્રામ મરચાં
5૦ ગ્રામ ફુદીનો
5૦ ગ્રામ કોથમીર
પ્રમાણસર મીઠુ
હિંગ
સંચળ
વઘાર માટે તેલ,
રાઇ, મિઠા લીમડા ના પાન
રીત ઃ-
દહી ગરમ કરી વધાર સિવાયની બધીજ વસ્તુ મીક્ષરમાં ફેરવી વાટી લેવી. એક તાવડીમાં તેલ મૂકી રાઇ નાખી, તતડતા હિંગ મીઠો લીમડો નાખવો.
મીશ્રણ નાખી હલાવવું ઘટૃ થતાં ઊતારી લેવી.
----------------------------------------------------------
[(7) - 20] કેળાનું રાયતું ઃ- 4 વ્યકિત માટે

સામગ્રી-
2 નંગ કેળાં
1 ટી. સ્પૂન રાઇ દાળ
પ્રમાણસર મીઠું - ખાંડ
25૦ મિ.લિ દહિ
2 લીલાં મરચાં
રીત-
દહિને ગરમ કરી તેમાં મરચાં રાઇ દાળ ખાંડ મીઠું નાખી ખૂબ હલાવવું. કેળાંના પઇતા કરી નાખવાં. ઘણાફ્રૂટ નાખી શકાય. કાજુ - દ્રાક્ષ પણ નાખી શકાય.
----------------------------------------------------------
[(7) - 21] જેમ જરદાળુ ઃ-

સામગ્રી-
5૦૦ ગ્રામ જરદાળુ
૩ કપ પાણી
૩/2 કિલો ખાંડ
૩ થી 4 ટે. સ્પૂન લીંબુનો રસ
રીત-
જરદાળુને ૧૦ કલાક ગરમ પાણીમા પલાળી રાખવા. બરોબર નરમ થાય એટલે છરીથી બી કાઢી નાખવા. જરદાળુ પલાળેલું પાણી જરદાળુમા રેડી ગેસ પર મૂકવું. જરદાળુ નરમ લચકાં જેવાં થાય ત્યાં સુધી ખદખદાવવું. પછી ખાંડ નાંખી લીંબુનો રસ નાખવો. ઘટ્ટ થાય ત્યાં સુધી ગેસ ઊપર રાખી નીચે ઊતારી ઠંડું પડે એટલે બાટલીમા ભરી દો. બીજે દિને ન ખપે.
-----------------------------------------------------------
[(7) - 22] ચીકુનો જેમ ઃ- ( ઘણું જ આયનૅ હોયેય છે.)

સામગ્રી-
1 કિલો ચીકુ
65૦ ગ્રામ ખાંડ
2 ટે. સ્પૂન પાણી
4 ગ્રામ સાઇટ્રીક એસિડ
રીત-
ચીકુને ધોઇ છોલી કાઢી નાંખી ટુકડા કરવા. તેમાં ખાંડ ભેળવી તપેલી ગેસ પર મૂકવી. તાપ ધીમો રાખવો. સતત હલાવ્યા કરવું. ઘટ્ટ થાય પછી સાઇટ્રીક એસિડ પાણીમાં ઓગાળી જેમમાં નાંખવું. ઘટ્ટ થાય પછી નીચે ઊતારી લેવું. ઠંડો પડે પછી બાટલીમા ભરવો. બાટલી ફીટ રાખવી. બીજે દિને ન ખપે.
------------------------------------------------------------
 ફળોના રસ સ્કૅવાશ ઃ-

 [(7) - 23]ઓરેન્જ ઃ-

સામગ્રી-
સંતરાનો રસ ૬ કપ
ખાંડ ૬ કપ

રીત- બંન્ને ને ભેગાં કરી ઊકાળી લેવું. ઠંડું પડતા બોટલમા ભરી દેવું. (બીજે દિને ન ખપે.)
---------------------------------------------------------
[(7) - 24] લીચી સ્કવોશ ઃ- 15 થી 2૦ ગ્લાસ

સામગ્રી-
6 કપ લીચીનો રસ
6 કપ ખાંડ
રીત-
લીચીને છોલી થોડા પાણીમા બાફી ઠળિયા કાઢવા. લિકિવડાઇઝ કરી રસ તૈયાર કરવો. રસ ગાળી  લેવો. રસને ખાંડ ભેગાં કરી ઊકાળીને ઠંડો થતાં બોટલમા ભરી 1 માસમા વાપરી લેવો.
-------------------------------------------------------------
[(7) - 25] વરીયાળીનું શરબત ઃ- 4૦ થી 5૦ ગ્લાસ

સામગ્રી-
1 કિલો ખડી સાકર
12૦૦ ગ્રામ વરીયાળી
2૦ નંગ ઇલાયચી
1૦ નંગ તજ મોટી
1૦ નંગ લવિંગ
રીત-
વરીયાળી ઇલાયચી તજ લવિંગ ને મિકસરમા વાટી મેંદાની ચારણીથી ચાળી લેવું. ૧ કિલો ખડી સાંકરની 1-1/2 તારની ચાસણી કરવી. ગરમ ચાસણીમા ઊપરનો બધો મસાલો નાંખવો. ઠંડું પડતાં બોટલમા ભરો.
----------------------------------------------------------
[(7) - 26] ઠંડાઇ ઃ- ૩૦ ગ્લાસ

સામગ્રી-
5૦ ગ્રામ વરીયાળી
5૦ ગ્રામ બદામ
6૦ ગ્રામ મરી
થોડાં ગુલાબ એસેન્સ ટીપાં
5 કપ ખાંડ
4 કપ પાણી
15 નંગ એલચી
૩ ટે. સ્પૂન ગુલકંદ
રીત- વરીયાળી ઝીણી ખાંડી ચારણીથી ચાળી લેવી. ખાંડમા ૩ કપ પાણી રેડી ચાસણી બનાવવી. 1-1/2 તારી નીચે ઊતારી વરીયાળીનો ભૂકો નાખવો. જરા ઠંડી પડે મરી એલચી વાટી બદામ ગુલકંદની લૂગદી કરવી. 1 કપ પાણીમા લૂગદી નાખી કાલવી. ચાસણીમા નાખવી. થોડી વાર ફરી ગરમ કરી રોઝ એસેન્સ નાખી દૂધમા નાખી.
મહેમાનોને સવૅ કરો.
-------------------------------------------------------------
[(7) - 27] સફરજન ચાટ ઃ-

સામગ્રી-
1 ખાટું ગ્રીન સફરજન
1 લીંબુ જેટલી આંબલી
મીઠું - મરચું - ધાણાજીરૂ ને શેકેલું જીરૂ
રીત-
સફરજન છોલી મોટા પીસ કરવા 12 પીસ કરવા. આંબલી ગરમ પાણીમા પલાળી કચૂકા કાઢી નાંખી મીઠું મરચું ધાણાજીરૂ નાખી ચટણી બનાવો. તેમા શેકેલું જીરૂ નાંખી સફરજનમા કાંટાંથી કાણા પાડી આંબલીની ચટણીમા બોળો. ટૂથ પીક ભરવો.
12 પીસ તૈયાર થશે.
-----------------------------------------------------------          
[(7) - 28] આંબળાનો મુરુરબ્બો ઃ-

સામગ્રી-
5૦૦ ગ્રામ મોટાં આંબળા
1 કિલો ખાંડ
ઇલાયચી નંગ ૧૦
1૦ નંગ તજ મોટી
1૦ નંગ લવિંગ
રીત-
આંબળા કૂકરમા પાણી મૂકી કાંઠલો મૂકી ચારણીમા આંબળા ધોવી ગોઠવીને મૂકો. બે સીટી આપો. બધી પેશી છૂટ્ટી પડી જશે. ઠળીયા કાઢી નાંખો ને આંબળા છૂટ્ટા પાડી ઠરવા દો. ખાંડ ડૂબે તેટલું પાણી મૂકી ચાસણી બનાવો. 1-1/2 તારની પછી આંબળા નાંખી બનાવો. 1-1/2 તારની ચાસણીમા ફરી ઇલાયચી 1૦ નંગ તજ મોટી
1૦ નંગ લવિંગ નાખી કાચની બરણીમા ભરો.
-----------------------------------------------------------
 [(7) - 29] ટેટીનો ફ્રુટ કપ ઃ - (8 કપ)

સામગ્રી -
ટેટીના નાનાં ટુકડા ૩ કપ
1 કપ સીરપ (1 કપ ખાંડ, 1 કપ પાણીનો સીરપ બનાવવો) રીત - લીંબુનો રસ 1/3 કપ થોડી ફુદીનાની ડાંખળી, 1 મોટા વાટકામાં બધી વસ્તુ ભેગી કરી ઠંડુ કરી પીરસવું. દરેક ગ્લાસમાં ફુદીનાની 1 ડાંખળી નાંખવી.
---------------------------------------------------------
[(7) - 30] પ્લમ જયુસ ઃ - (2૦ જયુસ ગ્લાસ)

સામગ્રી -
5૦૦ ગ્રામ પ્લમ
૩ કપ પાણી
1-1/2 કપ રોઝ સીરપ
1 ટી. સ્પૂન મીઠું
1 ટી. સ્પૂન ખાંડેલુ જીરૂ
1/2 ટી. સ્પૂન મરી
1 ટી. સ્પૂન લીંબુના ફુલ
રીત -
 તપેલીમાં પ્લમ, પાણી ભેગાં કરી ગેસ પર મૂકવું. પાણી ઊકળે એટલે ઊતારી લેવું. ઠંડુ પડતા હાથથી મસળી ઠરીયા કાઢી લેવા. પ્લમ પલ્પને લીકવીડાઇઝ કરી ગાળી લેવું. ગાળેલા રસમાં રોઝ સીરપ, મસાલો ને લીંબુના ફુલ નાંખવા. ઠંડુ કરી પીરસવું.
-----------------------------------------------------------
[(7) - 31] તડબુચનું શરબત ઃ - 2૦ ગ્લાસ

સામગ્રી -
1 તડબુચના ટુકડા
4 ટે. સ્પૂન લીંબુનો રસ
1 ટી. સ્પૂન સૂંઠ
1-1/2 કપ રોઝ સીરપ
મીઠું, મરી, જીરૂ પ્રમાણસર
સૂંઠ પલાળી પાણી નીતારી લેવું
રીત -
તડબુચને છોલી ટુકડા કરી લીકવીડાઇઝ કરવું. ગાળી રસ તૈયાર કરવો. તૈયાર રસ ૬ કપ થવો જરૂરી. તડબુચના રસમાં સૂંઠનું પાણી ને બીજો મસાલો નાંખી ઠંડુ કરવું.
પીરસતી વખતે છીણેલું સફરજન નાંખી શકાય.
---------------------------------------------------------
[(7) - 32] મીકસ ફ્રુટ કપ ઃ - 6 ગ્લાસ

સામગ્રી -
૩ નંગ મોસંબી
૩ નંગ નારંગી
1 કપ પાઇનેપલ ટુકડા
1 કપ કેળાના પઇતા
1 કપ સીરપ
6 ટે. સ્પૂન લીંબુનો રસ
લાલ રંગના થોડાં ટીપા
રીત -
નારંગી - મોસંબીની ચીરી કાઢી ફોલી ૩ ટુકડા કરવાં. કચરો બી કાઢી લેવા. 1 વાટકામાં બધાં ફળો ભેગાં કરવાં. સીરપ, લબુનો રસ, રંગ બધું ભેગું કરવું. જરૂરીયાત પ્રમાણે
ખાંડ - લીંબુ વધારી ઘટાડી શકાય. ઠંડુ કરી પીરસવું.
----------------------------------------------------------
[(7) - 33] કાળી લીલી દ્રાક્ષનો જયુસ ઃ - 12 ગ્લાસ

સામગ્રી -
1 કિલો કાળી દ્રાક્ષ
1 કિલો ખાંડ
લાલ રંગ
2 કપ પાણી
2 ટી. સ્પૂન લીંબુના ફૂલ
રોઝ એસેન્સ
રીત -
દ્રાક્ષ ધોઇ સાફ કરી લીકવીડાઇઝ કરી રસો ગાળી ફરી થોડું પાણી બી - છોલમાં નાંખી લીકવીડાઇઝ કરી ગાળી લેવું. દ્રાક્ષમાં રસમાં પાણીમાં ઓગાળી લીંબુનાં ફુલનું પાણી નાંખવું. ખાંડ નાંખી સાધારણ ગરમ કરી ખાંડ ઓગળે ગેસ પરથી ઊતારી લેવું. આ રસને ફરીથી ગાળી લેવો.
----------------------------------------------------
[(7) - 34] રોઝ સીરપ -

૧ કપ ખાંડ, ૧ કપ પાણી નાંખી ચાંસણી કરવી. 1-1/2 તારી તેમાં લાલ રંગને રોઝ એસેન્સ ૨ ટીપાં નાંખવા.
--------------------------------------------------
તડકાની સુકવણી વિભાગ

[(7) - 35] સારેવડા -

સામગ્રી -
1 કીલો - ધોયેલી કણકીનો લોટ
2૦ ગ્રામ - મીઠુ
1 ટે. સ્પૂન - જીરૂ
15 ગ્રામ - મુંબઇનો ખારો
રીત -
ચાળેલા લોટનું તપેલીમાં માપ ભરવું. ૧ તપેલી લોટ હોય તો ૧ તપેલી પાણી ગરમ કરવા મૂકવું. પાણીમાં મીઠુ અને ખારો નાખી ઊકાળવુ. ઊકળે એટલે લોટ નાખતા જવું અને હલાવતા રહેવુ. હવે જીરૂ નાંખવુ. પછી વેલણથી બરાબર હલાવી ગેસ બંધ કરી દેવો. બીજા તપેલામાં પાણી મૂકી, કાંઠલો મૂકી તેના પર ચારણો ઉંધો મૂકી, તેની ઊપર જાડું કપડુ મુકી તેમાં લોટના ગોળા કરી મુકવા. અડધો કલાક વરાળે બફાય અને લોટ બરાબર ચઢી જાય એટલે ગેસ બંધ કરી એક એક ગોળો મસળી લુવા પાડી વણવા અથવા તો મશીનમાં દબાવા. તૈયાર થયેલા સારેવડા પ્લાસ્ટીકની ઊપર તડકે સુકવવા.
(નવા ચોખા હોયતો પાણી ઓછું જોઇએ.)
------------------------------------------------------------                                                       
[(7) - 36] ઘેસ વડી -

સામગ્રી -
1 વાડકો - કણકીનો લોટ
૩ વાડકા (ઊપર લીધેલો વાડકો લોટવાળો)
ખાટી છાશ પ્રમાણસર મીઠુ
5 ગ્રામ મુંબઇનો ખારો
રીત -
છાશ અને લોટ ભેગા કરી ગેસ પર સતત હલાવતા રહેવુ. ચમકતુ ઘટ્ટ પેસ્ટથી જાડુ ખીરુ તૈયાર થાય ત્યારે પ્લાસ્ટીક ઊપર નાની વડી મૂકવી.
(તેને તળી શકાય કે શાક પણ બનાવી શકાય)
-------------------------------------------------------------                                                        
[(7) - 37] ખેરો -

સામગ્રી -
1 વાડકો - કણકીનો લોટ
૩ વાડકા પાણી
15 ગ્રામ મુંબઇનો ખારો
પ્રમાણસર મીઠુ
ખાવાના મનપસંદ રંગો
રીત -
લોટ - પાણી ભેગા કરી એકરસ કરી તેના ઊપર સતત હલાવ્યા કરવું. ચમકતું ઘટ્ટ ખીરૂ તૈયાર કરવું. નાના નાના વાડકામાં જુદા જુદા રંગ (લાલ, પીળો, લીલો, કેસરી વગેરે) નાખી હલાવી મોટા ડપકા મૂકવા. તડકે પ્લાસ્ટીક પર ૨ દિવસ સુધી સુકવવા.
--------------------------------------------------------------                                               
[(7) - 38] બીબડા -

સામગ્રી -
1 કિલો નવી કણકી
૩૦૦ ગ્રામ તીખા લીલા મરચા
5૦૦ ગ્રામ જીણી સુધારેલી કોથમીર
1૦૦ ગ્રામ તલ
પ્રમાણસર મીઠુ
15 ગ્રામ મુંબઇનો ખારો
રીત -
કોથમીર - મરચાં સિવાઇની તમામ વસ્તુ એક મોટા પીત્તળના તપેલામાં ભેગી કરી કણકી ચઢવા આવે ત્યારે, કોથમીર ખપે ત્યારે - મરચાં નાંખી થોડી વાર બરાબર હલાવી એક રસ જાડું થાય ત્યારે ઊતારી પ્લાસ્ટીક પર નાના નાના ગોળા કરી ઊપર આછો પાણી વાળો હાથ ફેરવવો. થેપવું. ગોળ પૂરી જેવું બનાવવું. બહુ પાણી ન લેવુ. બીજા દિવસે અથવા થોડા કલાક પછી ઉંધુ ફેરવીને બીજી બાજુ સુકવવું. કડક થવું જરૂરી છે.
-------------------------------------------------------------                                       
[(7) - 39] મકાઇના સારેવડા -

સામગ્રી -
2 કિલો મકાઇનો લોટ
1 કિલો મેદો અથવા કણકીનો લોટ
75 ગ્રામ મીઠુ
75 ગ્રામ મુંબઇનો ખારો
રીત -
જે વાસણના માપનો લોટ હોય તેથી સવાયુ પાણી મુકવુ. પાણી ઊકળે ત્યારે મીઠુ અને ખારો નાખી કણકી ના સારેવડાની જેમ તૈયાર કરવું.
--------------------------------------------------------------                                             
[(7) - 40] પાપડ -

સામગ્રી -
2-1/2 અઢી કિલો પાપડનો લોટ
1૦૦ ગ્રામ ખારો
1૦૦ ગ્રામ મીઠુ
1૦૦ ગ્રામ મરી
75૦ ગ્રામ પાણી
1૦૦ ગ્રામ મરચું લાલ રંગનું
(લાલ મરચાના પાપડ હોય, ત્યારે મરી ન વાપરવા)
2 કિલો લોટ હોય તો,
7૦ ગ્રામ ખારો
7૦ ગ્રામ મીઠુ
7૦ ગ્રામ મરી
( 7૦ ગ્રામ લાલ મરચું)
રીત -
સોપ્રથમ પાણી ઊકાળવા મુકવુ. તેમાં મીઠુ અને ખારો નાખવો. પાણી ઊકળવા આવે ત્યારે મરી પાઊડર અથવા મરચું ઊમેરવું. ત્યાર બાદ પાણી ઠરે ત્યારે ચાળેલો લોટ બાંધવો. પાણી ખૂટે તેવું લાગે તો થોડું સાદું પાણી ઊકાળી તેને આ મસાલા વાળા પાણીમાં ભેળવી કઠણ લોટ બાંધવો. આ લોટને ઝૂડીને નરમ કરવો. લુઆ પાડી તેલ વાળા કરી વણવા. તડકે સુકવવા.
---------------------------------------------------------                                                            
[(7) - 41] વડી -

સામગ્રી -
1 કિલો ચોળાની કે મગની દાળ
25૦ ગ્રામ તીખા લીલા મરચા પ્રમાણસર મીઠુ
રીત -
દાળને ૩ કલાક ગરમ પાણીમાં પલાળવી, અને લીલા મરચાં ઝીણા વાટવા. દાળને બરાબર ધોઇ જીણી વાટવી. પછી આ બન્ને થાળીમાં ભેગું કરી (મીઠુ, હિંગ, વાટેલા મરચા, દાળ નાખી) ખૂબ ફીણવું. ખૂબ ફીણ ચઢે પછી પ્લાસ્ટીક પર નાની નાની વડી મૂકવી. સુકવવી. બીજા દિવસે પણ તડકો આપવો.
-------------------------------------------------------
[(7) - 42]  ટામેટાની કુરકુર -

સામગ્રી -
1 કિલો ટામેટા
પ્રમાણસર મીઠુ
કણકીનો લોટ
15 ગ્રામ મુંબઇનો ખારો
રીત -
ટામેટા ધોઇને મીકસરમાં ક્રશ કરી ગરણીથી ગાળી પલ્પ તૈયાર કરવો. જે તપેલીના માપ જેટલો પલ્પ હોય તેટલીજ તપેલી જેટલો કણકીનો લોટ લેવો. પલ્પ ને ઊકળવા મૂકવો. પલ્પ ઊકળે એટલે મીઠુ અને ખારો નાખી લોટ નાખી ખૂબ વેલણ વડે હલાવવું. ખીરુ તૈયાર થાય એટલે મસળવું.
સેવ પાડવાના સંચામાં પટ્ટી પડે તેવી જાળી હોય છે તેમાં પટ્ટી પડે તેવું રાખવુ. બીજી પટ્ટીએ સેલોટેપ મારવી. પછી એક પ્લાસ્ટીક પર પટ્ટીઓ પાડવી
અને તેને કટ કરવી. આમ બધી પટ્ટી સુકવવી. બીજે દિવસે પણ તડકો આપવો.
---------------------------------------------------------                                                            
[(7) - 43] પૌઆની ચકરી -

સામગ્રી -
1 કપ નાયલોન પૌઆ
1 ટી. સ્પૂન જીરૂ
4 થી 5 નંગ મરચાં
પ્રમાણસર મીઠુ
રીત -
પૌઆ કાણાવાળા વાડકામાં ધોવા. પાણી નીતરી જાય એટલે એક વાસણમાં કાઢી તેમાં મીઠુ - જીરૂ - મરચાં વાટી ને નાખવા. ખૂબ મસરિને લોટ બાંધવો. સેવ પાડવાના સંચામાં ચકરીની જાળીથી તડકે પ્લાસ્ટીક ઊપર ગોળ ગોળ ચકરી પાડવી. બીજા દિવસે પણ તડકો આપવો.
-------------------------------------------------------------                                                  
[(7) - 44] સૂકવણીના શાકભાજી -

ગવાર, ટિંડોળા , ભિંડા, મેથીની ભાજી, કોથમીર,
ફુદીનો, મીઠા લીમડાના પાન, કેરડા, આંબોડીયા, સાંગરી સિંગ, * ગવાર, કેરડા, સિંગ સાંગરી, કુટમુટીયા અને આંબોડીયા સુકવેલા બજારમાં તૈયાર મળે છે.
* ટિંડોળા ધોઇ સુધારીને સુકવણી કરી શકાય છે.
* ભિંડા, * મેથીની ભાજી, કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન ચૂંટી સુકવવા.
તે અષાઢ ચોમાસા પછી ન ખપે. (તડકે સુકવણી કરી શકાય લાંબો સમય રહે છે)
* વટાણા, વાલના દાણા, તુવેરના કુણા દાણા, ચોળાફરીના દાણા લાંબો સમય રહે છે.

______________________________________________________
         
               









             
             





Blessings | Jainism Sect | Library | Jain Special | Jain Religious all Sutro | Jain Songs Stavans Aarti | Weather | Jain Tirth Places + | Art and Photo Gallery | Jain Pathsala | Jain Gyanbhandar | Jain Recipes | Panjrapol | Jain Symbols | Books Reviews | Banners for Events | Jivdaya | Jainism in Gujarati | Courseware | Advertisements | Other Jain Site | Childrens Zone