Jain Recipes for Farsan Snacks etc in Gujarati Please press ctrl + on your keyboard for bigger fonts
(6) ફરસાણ ઃ-
[(6) - 1] વિવિધ ભજીયા ઃ-
સામગ્રી- 1 કપ ચણાનો ઝીણો લોટ 1 ટી. સ્પૂન કણકીનો લોટ મીઠું પ્રમાણસર સહેજ સાજીના ફૂલ 1 ટી. સ્પૂન મરચું 1/4 ટી. સ્પૂન હળદર 1/4 ટી. સ્પૂન ગરમ મસાલો 1 ટી. સ્પૂન ધાણાજીરૂ રીત- ખાસડીયા કેળાના પઇતા ગોળ પાડવા. કોળાની ચોરસ પઇતા પાડવા. દૂધીના ગોળ પઇતા પાડવા. પાણીમા થોડું મીઠું નાંખી 5 મિનિટ પઇતા પલાળી રાખવા. કેરી હાફૂસના પઇતા, પાકાં કેળાના પઇતા, અજમાના પાનના પોઇના પાનના ભજીયા થાય. ઊપરના લોટમા પાણી નાંખી ખીરૂ બનાવવું. તાવડીમા ગરમ તેલ મૂકી જરૂર પ્રમાણે પઇતા અથવા પાન લઇ ભજીયા ઊતારવા. --------------------------------------------------------- [(6) - 2] મરચાના ભરેલા ભજીયા ઃ-
ઘોલર મરચાને એક બાજુ વચ્ચે ચીરો કરી મસાલો ભરવો. અને ભજીયા ઊતારવા. કાચું બાફેલું કેળું નંગ 1 તેમા મીઠું, મરચું, હળદર, ખાંડ, ખટાશ, ગરમ મસાલો નાંખી મસળી 1૦ નંગ મરચાં ભરી મરચાં તળવા. ----------------------------------------------------------
[(6) - 3] દહિ અને કાકડીની ટીકકી ઃ-
સામગ્રી- 1 લિટર દૂધનું દહિ 1 કિલો કાકડી મીઠું પ્રમાણસર કોથમીર - લીલાં મરચાં ઝીણાં સુધારેલાં 1 ટી. સ્પૂન તજ લવીંગની ભૂકી 1 ટી. સ્પૂન જીરૂ ૩/2 કિલો બાફેલા ખાસડીયા કેળાનો છૂંદો રીત- દહિમાથી પાણી નીતારી કોરો મસ્કો તૈયાર કરો. કાકડી ધોઇ છીણવી. તેમા મીઠું નાંખી 15 થી 2૦ મિનિટ રાખી હાથથી ખૂબ દબાવી. બધું પાણી નિતારી લેવૃ. દહિના મસ્કામા કેળાંનો છૂંદો સિવાયની બધી ચીજો ભેળવી 2૦ ગોળા તૈયાર કરવા. કેળાનાં પૂરણમા મીઠું મરી નાંખવા. 4૦ ગોળા કરવા. 2 બે લૂઆની જરા અટામણ લઇ 2" ડાયામીટરની 2 પૂરી વણવી. પૂરીની કિનારી પર પાણીનો હાથ લગાવવો. બંન્ને પૂરી ઊપર 1/4 ટી. સ્પૂન લાલ ચટની પાથરવી. એક પૂરી ઊપર દહિનું પૂરણ મૂકી હાથથી પ્રસારી તેના ઊપર બીજી પૂરી ઉંઘી મૂકવી. કિનારી હાથથી દબાવી ટિકકી ગોળ કરવી. ગમે તો બિસ્કીટ કટર અથવા વાટકીથી ગોળ કાપવી આ પ્રમાણે બધી ટિકકી તૈયાર કરવી. તવા ઊપર તેલ લગાડી જ ટિકકીઓ ગોઠવી આછી ગુલાબી શેકવી. તેલ જરાજ મૂકવું. આ પ્રમાણે બધી ટિકકીઓ બંન્ને બાજુ તૈયાર કરવી. પીરસતા પહેલાં ફરી તેલ મૂકી બંન્ને બાજુ તળવી. લીલી ચટણીમા થોડું પાણી રેડી નરમ કરી સાથે પીરસવી.
લાલચટનીઃ- સામગ્રી - કોપરાનું ઝીણું ખમણ ૩ ટે. સ્પૂન છોલેલા સિંગદાણા 1 થી 1/2 ટે. સ્પુન તલ 1/2 ટે. સ્પૂન લાલ મરચાંની ભૂકી 1 ટે. સ્પૂન જીરુ ૧ ટી. સ્પૂન મીઠું પ્રમાણસર ઊપરનો મસાલો હલકે હાથે વાટવા. મીક્ષરમાં ચટણી તૈયાર કરવી.
લીલી ચટણી ઃ- સામગ્રી - કોથમીર નાની જુડી - 1 ફુદીનો 2 ટે. સ્પૂન લીલાં મરચાં 6 નંગ 2 ટે. સ્પૂન સુકુ કોપરૂ હળદર ચપટી લીંબુનો રસ સ્વાદ પ્રમાણે પ્રમાણસર મીઠું વગર પાણીએ વાટી જાડી ચટણી બનાવવી. બારીક ચટણી બનાવવી. --------------------------------------------------------- [(6) - 4] કાંજી વડા ઃ - ૬ વ્યકિત
વડા માટે ઃ- 2 કપ મગની દાળ હિન્ગ - 1 ચપટી પ્રમાણસર મીઠું મરચાં 1 ટે. સ્પૂન તળવા માટે તેલ
કાંજી માટે ઃ- 4 કપ સાધારણ ખાટી છાશ 1 ગડી કોથમીર 5-6 લીલાં મરચાં ફુદીનો 2 ટે. સ્પૂન દાળીયા - 2 ટે. સ્પૂન જીરુ - 1 ટી. સ્પૂન હળદર - 1/4 ટી. સ્પૂન પ્રમાણસર મીઠું રીત - દાળને 4 થી 5 કલાક પલાળી પછી બારીક વાટવી. ઘટ્ટ ખીરું રહે તેમ વડા ઊતરે તેવું ફીણવું. ને ફીણતા ફીણતા મીઠું, હિંગ - મરચાં નાંખી ખૂબ ફીણ ચઢાવવું. તેલ ગરમ મુકવું. ગરમ થતાં તેમાં ભીના હાથ ઊપર વડા થેપી વચ્ચે કાંણું પાડી તેલમાં વડા તળવા. (અથવા મેંદુવડા મેકરમાં વડાનું બેસન ભરી વડા પાડવા.) કાંજી માટેની બધી ચીજો ભેગી કરી લીકવીડાઇઝની જારમાં ભરી થોડી છાશ રેડી લીકવીડાઇઝ કરવાથી એકદમ બારીક થઇ જશે. તપેલીમાં તેલ ગરમ મૂકી રાઇ, હિંગ તથા મીઠા લીમડાનો વઘાર કરી વાટેલી ચટણી વઘારવી. એકાદ મીનીટ સાંતળી છાશ રેડી નીચે ઊતારી આ કાંજીમાં ઊતારેલા વડા નાંખી પીરસવા. ----------------------------------------------------------- [(6) - 5] મકાઇની દહિવડી (ખાંડવી) ઃ -
સામગ્રી - રોલ માટે- ચણાનો 1 કપ લોટ પાતળી છાશ 1/2 કપ પ્રમાણસર મીઠું ચપટી હળદર ચપટી હિંગ સ્ટેફિંગ - મકાઇ ૩/2 કિલો છીણીને ચપટી જીરું દૂધ 750 મી.લી. પ્રમાણસર ખાંડ 2 ટે. સ્પૂન ઘી કોથમીર, લીલાં મરચાં, લીંબુ, ગરમ મસાલો પ્રમાણસર મીઠું
ગ્રેવી માટે - 750 ગ્રામ ટામેટા મીઠું પ્રમાણસર તજ, લવીંગ, મરી ભૂકો ૧/૨ ટી. સ્પૂન જીરૂ ૧ /૨ ટી. સ્પૂન ૩/૨ કોનૅ ફલોર
સ્ટેફિંગ માટેની રીત - તાવડીમાં ઘી મુકી જીરાનો વઘાર કરવો. વઘાર કરી મકાઇનું છીણ વઘારવું જરા હલાવી દૂધ રેડવું. દૂધ સાવ બળી જાય, મકાઇ ચઢી જાય પછી, બધો મસાલો નાંખવો. નીચે ઊતારી કોથમીર તથા લીંબુ નાંખવા. ગ્રેવી માટે 1 તપેલામાં ટામેટાના ટુકડા બાફવા. ટામેટાને લીકવીડાઇઝ કરી ગાળી રસો તૈયાર કરવો. પછી તપેલીમાં ઘી મૂકી જીરાનો વઘાર કરી ટામેટાનો ઘાટો રસો વઘારવો. જરૂર પૂરતો કેચપ મકાઇ સ્ટફિંગમાં નાંખી લચકા જેવું કરવું. એક તપેલમાં દહિ વડી માટે બધીજ ચીજો ભેગી કરી ગેસ ઊપર મધ્યમ તાપે સતત હલાવતા રહેવું. બરોબર ઘટ્ટ થાય એટલે ઊતારી લેવુ. 2 થાળીની પાછળની બાજુ આછુ તેલ લગાવી, વેસનનું મીશ્રણ 2 થાળી પર સરખાં ભાગે લઇ લેવું ને હાથથી ઠંડુ પડતા જાડું પાથરવું. 1/2 અડધાં કલાક સુધી મુકી રાખવું. પછી વધેલ કેચપ દહીં વડી ઊપર લગાવવો. બન્ને થાળી ઊપર તેના ઊપર મકાઇનું સ્ટફિંગ અડધું અડધું બન્ને થાળી ઊપર પાથરવું. થોડીક કોથમીર કોપરાનું છિણ ભભરાવવા. કીનારીનો ગોળ ફરતો ભાગ કેચપ થતાં સ્ટફિંગથી થોડો ખાલી રાખવો. એકલું બેસન જ રાખવું. પછી થાળી ઊપર 1 / 2/4 / ૩ આકારે કાપા પાડવા. 1 નંબરથી વાટો વાળવો. આમ 4 વાટા વાળી બીજી પ્લેટમાં ગોઠવવા. 1 ઇંચના ટુકડા કરવા. તેલ ગરમ મૂકી આખા લાલ મરચાં રાઇનો વઘાર કરી, થોડા તલ નાંખવા. હિંગ નાખી વઘાર કરવો. કોથમીરને કોપરું ભભરાવવા. --------------------------------------------------------- [(6) - 6] બેક કોનૅ સ્ટફડ કેપ્સીકમ ઃ -
ઊપરની રેસીપીનું સ્ટફિંગ તથા ગ્રેવી બનાવવા. 5૦૦ ગ્રામ ગોલર મરચાં, મરચાંના ડટા આખા રાખી બાજુ પરથી ચીરવા. બી કાઢી નાખવા. તૈયાર પુરણ ભરી ચારણીમાં ભૂકી વરાળે બાફવા. મરચાં બફાઇ જાય પછી જરા ઉંડી ડીસમાં ગોઠવી ઊપર ગ્રેવી રેડી 15 મિનિટ માટે ૩25 ફે. ઓવનમાં બેક કરો. પછી ઊપર કોથમીર કોપરૂ ભભરાવવી પીરસો. -----------------------------------------------------------
[(6) - 7] બેક કોનૅ સ્ટફડ ટોમેટો ઃ -
ઊપર પ્રમાણે મરચાંની જગ્યાએ ટામેટા લેવા. ------------------------------------------------------------ [(6) - 8] ખમણ - ઢોકળા ઃ - 6 થી 8 વ્યકિત માટે
સામગ્રી - 5૦૦ ગ્રામ ચણાની દાળ મરચાં - કોથમીર અડધો ચમચો તેલ મીઠું - હિંગ - રાઇ - જીરૂ 1/4 ચમ્ચિ સાજીખાર - લીંબુના ફૂલ રીત - ચણાની દાળને 5 કલાક પલાળી જીણી વાટવી, તેમાં મરચાં વાટીને નાંખવા. મીઠું નાંખવું. સ્હેજ સાજીખાર અને લીંબુના ફુલ નાંખવા ખૂબ ફીણવું. પછી તેને બીજા ઢોકળાની જેમ વરાળમાં બાફવા. બફાઇ જાય એટલે નાના કકડા કરી, તેલમાં રાઇ જીરૂ હિંગ નાંખી વઘારી ઊપરથી કોથમીર અને કોપરૂ ભભરાવવું. --------------------------------------------------------- [(6) - 9] ફ્રેન્કી ઃ -
રોટલી માટે - 2 કપ મેંદો 1૦૦ ગ્રામ ઘઉંનો લોટ 2 ટે. સ્પૂન તેલ 1/2 ટી. સ્પૂન સાજીના ફુલ રોલ્સ માટે - 5૦૦ ગ્રામ ખાસડીયા કેળા 1૦૦ ગ્રામ ઝીણી સુધારેલી કોબી 2 નંગ ટામેટા 1 નંગ ઝીણું સુધારેલું કેપ્સીકમ 1 ટી. સ્પૂન ગરમ મસાલો ઝીણી સુધારેલી કોબીજ લાંબા સુધારેલા કોળાનાં પઇતા ખજૂરની ચટણી 1 ટી. સ્પૂન લાલ મરચું 1 ટી. સ્પૂન લીલાં મરચાં વાટેલા 1/2 લીંબુનો રસ 2 ટી. સ્પૂન ખાંડ ૩ સ્લાઇઝ બ્રેડ ૩ ટી. સ્પૂન ચીલી સોસ તીખી કોથમીરની ચટણી તેલ પ્રમાણસર - મીઠું પ્રમાણસર
ચીલી સોસ - લીલાં મરચાં વાટી મીઠું નાંખી પાણી નાંખવું. ઊપર પાણી ઠરે પછી સાચવી પાણી લેવું.
રોટલી માટે ની રીત - મેંદોમા ઘઉંનો લોટ મીઠું સાજીના ફૂલ નાખી ચાળી લેવા. મીઠું મોણ નાંખી પરોઠાથી સ્હેજ દહિથી કઠણ કણેક બાંધી 3 કલાક મૂકી રાખવી. પછી કણેક મસળી મોટા લૂઆ કરવા. તેની મોટી પાતળી રોટલી વણી તવા પર બે બાજુ શેકવી. કડક ન થવી જોઇએ. આ રીતે બધી રોટલી તૈયાર કરી નેપકીનમા ઢાંકી મૂકવી.
રોલ્સ માટેની રીત - કેળા બાફી માવો કરવો. તેમા ટામેટા મરચાં કોબીજ બધું ઝીણું સમારી કેળા વડાં જેવો મસાલો કરવો. બ્રેડને પાણીમા પલાળી નીચોવી મેળવવું. તેના લાંબા રોલ્સ કરી મેંદોમા રગદોળી ગરમ તેલમા તરવા. કોથમીરને ખજૂરની અલગ અલગ ચટની બનાવવી.
પીરસવાની રીત - 1 ટી. સ્પૂન તેલ તવા પર મૂકી રોલ્સ મૂકવો. સ્હેજ ગરમ કરી બાજુ પર ખસેડી એક રોટલી તેજ તેલમા મૂકી બે બાજુ ફેરવવી. તેને પ્લેટમા મૂકી તેના પર રોલ્સ મૂકી તેના પર કોથમીર ચટણી - ખજૂરની ચટણી મૂકી ઊપર ઝીણી સુધારેલી કોથમીર કોરી નાંખવી. તેના ઊપર ચાટ મસાલો ભભરાવી રોટલીના રોલ વાળી ગરમ ગરમ પીરસવું.
ફ્રેન્કી જુદી જુદી રીતે પીરસાય છે. ---------------------------------------------------------- [(6) - 10] હકકા નૂડૂડલ્સ ઃ- 6 વ્યકિત માટે
સામગ્રી- 1૦૦ ગ્રામ કેપ્સીકમ 1૦૦ ગ્રામ કૂબી 5 ટી. સ્પૂન તેલ 2૦૦ ગ્રામ કોબીજ 5૦ ગ્રામ ફણસી 1૦૦ ગ્રામ કોળું 1૦૦ ગ્રામ બાફેલા નૂડલ્સ 1/2 અર્ધો ટી. સ્પૂન મરીનો ભૂકો 2 . સ્પૂન સોયા સોસ મીઠું પ્રમાણસર
નૂડલ્સ માટેની સામગ્રી- 2 કપ મેંદો 2 ટે. સ્પૂન તેલ 1 ટી. સ્પૂન મીઠું ચપટી બેકિંગ પાઊડર
નૂડલ્સ બનાવવાની રીત- મેંદા મા મીઠું તેલ અને સ્હેજ બેકિંગ પાઊડર નાંખી, ઠંડા પાણીથી કઠણ કણેક બાંધવી. તેની પાતળી રોટલી વણવી. લાંબી ઊભી પાતળી પટ્ટીઓ કાપી સૂકવવી. (બાફવાની હોયત્યાં વધુ સૂકવવી. પાપડ જેવી જો તળવાની હોય તો થોડી સૂકાયા બાદ તળી લેવી.)
નૂડલ્સ બાફવાની રીત- 1૦૦ ગ્રામ નૂડલ્સ પાણી અને સ્હેજ તેલ મૂકી બાફવા. બફાઇ જાય એટલે ચારણીમા નિતારી ઊપર ઠંડું પાણી નાંખવું. પછી 2 ટે. સ્પૂન તેલ લગાડવું. જેથી નૂડલ્સ ચોંટી ન જાય.
રીત- કેપ્સીકમને લાંબા સળી જેવા પાતળા સમારવા. કૂબીને પાતળી લાંબી સળી જેવી સુધારવી. ફ્રાય પાનમા 2 ટી. સ્પૂન તેલ મૂકી આકળા તાપે કેપ્સીકમને કૂબી સાંતળવા. બીજી લાંબી કોબીજ સમારવી. ફણસી ઝીણી સમારવી. કોળું પાતળું લાંબું સમારવું. 5 મિનિટ પછી કોબી ફણસી કોળું નાંખી તેમાજ સાંતળવું. સાંતળાઇ જાય એટલે બાફેલા નૂડલ્સ, મરી, સોયાસોસ મીઠું નાંખી હલાવી ગરમ ગરમ પીરસવું. -------------------------------------------------------------- [(6) - 11] પંજાબી સમોસા ઃ- 12 નંગ
સામગ્રી- 2૦૦ ગ્રામ કાચા બાફેલા કેળાં 5૦ ગ્રામ લીલાં બાફેલા વટાણાં 2 ટે. સ્પૂન ઝીણી કોથમીર સુધારેલી 1 ટી. સ્પૂન ઝીણો સુધારેલો ફૂદીનો 1 ટી. સ્પૂન લીંબુ ના ફૂલ 1/2 ટી. સ્પૂન ગરમ મસાલો 1/2 ટી. સ્પૂન તલ 1/2 ટી. સ્પૂન ચ્હાનો મસાલો 1/2 ટી. સ્પૂન અનારદાના ૩/2 ટે. સ્પૂન ઘી મીઠું પ્રમાણસર પ્રમાણસર તેલ 1 ટે. સ્પૂન વાટેલા લીલાં મરચાં 1/2 ટી. સ્પૂન જીરૂ 1/2 ટી. સ્પૂન હળદર 1 ટી. સ્પૂન લાલ મરચું ચપટી હિંગ 1 ટી .સ્પૂન ખાંડ ૩/2 ટે. સ્પૂન રવો 1૦૦ ગ્રામ મેંદો 1 ટે. સ્પૂન ઘઊનો લોટ
રીત- કેળાં વટાણા બાફીને કેળા છીણી લેવા. તેમા વટાણા મીઠું ખાંડ નાંખી હલાવવું. એક વાસણમા તેલમૂકી તેમા જીરૂ સ્હેજ હળદર, મરચું, હિંગ નાંખી વધારવું. વધારમા લીલાં મરચાંની લૂગ્દી, લીંબુ ના ફૂલ, કોથમીર, ગરમ મસાલો ચ્હાનો મસાલો ને અનારદાના ખાંડીને નાંખવા. મેંદામા ઘઊનો લોટ રવો ઘી મીઠું નાંખી લોટ બાંધી પૂરી વણવી. તેને વચ્ચેથી કાપી અધૅ ગોળાકાર કરવી. એક પડનું સમોસુ વાળવું. બધા તે પ્રમાણે ભરવા. ગરમ તેલમા તરવા. સાથે ખજૂરની કે કોથમીરની લીલી ચટની પીરસો.
નોંધઃ- ૧ કપ મેંદો, ૧ ટે. સ્પૂન રવો, ઘી, થોડા ઘઊનો લોટ, સમોસા કચોરી પણ બધામા આજ માપ લેવું. ---------------------------------------------------------
[(6) - 12] તુવેરના લીલવાના કોન ઃ - 15 નંગ
સામગ્રી - 250 ગ્રામ લીલવાની કચોરીનો મસાલો 1૦૦ ગ્રામ મેંદો 15૦ ગ્રામ ખાસડીયા કેળા 1/4 ટી. સ્પૂન હળદર મમરાનો ભૂકો 5૦ ગ્રામ લાલ ચટણી લઇ કણકીના લોટની (પાણી જેવો લોટ) પ્રમાણસર તેલ મીઠું પ્રમાણસર રીત - મસાલો તૈયાર કરવો. મેંદામાં મીઠું પ્રમાણસર મોણ નાંખી પૂરીનો લોટ બાંધવો. વચ્ચેથી ૨ ટુકડા કરવા. ગોળ વાળી કોનની કિનારી લઇ થી બંધ કરવી. કોનમાં કચોરીનો મસાલો ભરવો. કેળા બાફી છોલી છીણી લેવા. તેમાં હળદર મીઠું નાંખવું. કોન પર કેળાનો માવો સોપારી જેવો કરી ઢાંકણ ઊપર બરાબર ફીટ કરવો. (આઇસ્ક્રીમ કોન જેવો દેખાય) તેમાં ફીટ કરવો. મેંદાનું પાતળું ખીરૂ કરી બધાં કોન તૈયાર કરી ઊપરનો મોટો ભાગ મેંદા ખીરામાં બોળવો, પછી મમરાના ભૂકામાં અને ટોસ્ટ ચોટાડી કોન ગરમ તેલમાં તળવા લાલ ચટણી સાથે પીરસવા. (ઊપરમાં તુવેરના લીલવાની જગ્યાએ વટાણા લઇ શકાય) ------------------------------------------------------------ [(6) - 13] લીલવાની કચોરી ઃ - 15 નંગ
સામગ્રી - 25૦ ગ્રામ લીલવા 1૦ લીલાં મરચાં 1 ટી. સ્પૂન તલ ચપટી સાજીના ફુલ 4 ટે. સ્પૂન સુધારેલી ઝીણી કોથમીર થોડાં કાજુ - દ્રાક્ષ ૩૦૦ ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો 1 ટી. સ્પૂન બુરૂ ખાંડ 1/2 ટી. સ્પૂન લીંબુનો રસ પ્રમાણસર મીઠું પ્રમાણસર તેલ 1/2 ટી. સ્પૂન રાઇ 1 નંગ કાચુ કેળુ 5૦ ગ્રામ પોંઆ 1/2 ટી. સ્પૂન ખાંડ 1 ટી. સ્પૂન ગરમ મસાલો રીત - લીલવાનો ધોઇ અધકચરા વાટવા. મરચાં વાટવા પછી એક વાસણમાં વધારે તેલ તલ લીલા મરચાં નાખી લીલવા વઘારવા. મીઠું નાખવું. સાજીના ફૂલ પાણીમાં ઓગાળી નાખવ. લીલવા ઓછા હોયતો કેળુ બાફી છીણીને ઊમેરવું. પોંઆ ધોઇને નંખાય. લીલવા ચઢી જાય એટલે બધોજ મસાલો નાંખવો. ઘઉંના લોટમાં 1 ટી. સ્પૂન બુરૂ ખાંડ, 2 ટી. સ્પૂન તેલ, લીંબુનો રસ નાંખી લોટ બાંધવો. પુરી વણી મસાલો ભરી કચોરી વાળવી. ગરમ ગરમ તેલમાં તળી પીરસવી. ખજૂરની કે કોથમીરની ચટણી સાથે સર્વ કરો. --------------------------------------------------------- [(6) - 14] મગની મોગરદાળની કચોરી
ઊપર પ્રમાણે થાય તે માટે દાળ 4 કલાક પલાળી ફકત 1 ઊભરો લઇ ઓસાવીને લીલવા પ્રમાણે કરવું. ---------------------------------------------------------- [(6) - 15] કટલેસ ઃ - 12 નંગ
સામગ્રી - 5૦ ગ્રામ ફણસી 25૦ ગ્રામ ખાસડીયા કેળા 5૦ ગ્રામ ચોળી 1/2 ટી. સ્પૂન રાઇ 1 ટી. સ્પૂન લીલાં મરચાં વાટેલા 1/2 નંગ લીંબુ 2 ટે. સ્પૂન કણકીનો લોટ પ્રમાણસર મીઠું 5૦ ગ્રામ કોળુ 1૦૦ ગ્રામ લીલાં વટાણા પ્રમાણસર તેલ 1 ટી. સ્પૂન તલ 1/4 કપ કોથમીર સુધારેલી 1 ટી. સ્પૂન ખાંડ થોડોક મમરાનો ભૂકો રીત - ફણસી, કોળુ - ચોળી ઝીણી સુધારેલી, કેળા ઝીણાં કરેલા, વટાણા સાથે વરાળથી બાફવા. કેળાને છોલી છીણી લેવા. ૧ વાસણમાં તેલ મુકી વઘાર માટે તેલ મુકી તેમાં રાઇ નાંખવી. તલ, મરચાં, કોથમીર નાંખી હલાવતા જવું. લીંબુ નો રસ નાંખવો. ખાંડ નાંખવી. કણકીનો લોટ નાંખવો. ૧ ટે.સ્પૂન મમરાનો ભૂકો નાંખવો. કણકીનો લોટ, કોથમીર સાંતળાઇ જાય ત્યારે શાકમાં જરૂરી મમરાનો ભૂકો અને મીઠું નાંખી બધાંજ મસાલા સાથે મીક્ષ કરવું. બીબાથી કટલેસ પાડવી. મમરાના ભૂકામાં રગદોળી ગેસનો તાપ વધારી ગરમ તેલમાં કટલેસ તળવી. જો કટલેસ ફાટેતો મેંદાનું પાતળું ખીરુ કરી તેમાં બોળી તળવી. --------------------------------------------------------------- [(6) - 16] કટલેસ સેવ રોલ ઃ - 15 નંગ
કટલેસના મસાલાના રોલ વાળવા. 5૦ ગ્રામ મદાનું ખીરુ કરી રોલ તેમાં બોળવા. સફેદ નાયલોન સેવનો ભૂકો કરી તેમાં રગદોળવા. સેવ ચારે બાજુ ચાટાડવી. પછી તેલમાં તળવા. લાલ ચટણી સાથે પીરસવા. ------------------------------------------------------------ [(6) - 17] બગૅર ઃ - 4 બગૅર સામગ્રી - 4 નંગ કટલેસ લીલી ચટણી કાકડી નાની કુબી લાંબી સુધારેલી તેલ - ચપટી તલ 4 નંગ બન ગળી ચટણી ટામેટા સોસ 5૦ ગ્રામ પનીર રીત - લાંબુ બગૅર બન પાઉંની રેસીપી પ્રમાણે બનાવવું. બનને વચ્ચેથી કાપવું. એક બાજુ ગળી ચટણી સોસ લગાવવો. બીજી બાજુ લીલી ચટણી સોસ લગાવવો. પછી કાકડી - ટામેટા - કુબીની સ્લાઇસ મૂકવી. કટલેસ મૂકવી. થોડું પનીર છીણીને બન બંધ કરવું. તેલમાં તલ નાંખી બન ઊપર નીચે સાંતળવુ. સોસ સાથે ગરમ ચ્હા - કોફી સાથે પીરસો. -------------------------------------------------------------- [(6) - 18] પનીર ચીલ્લા ઃ -
સામગ્રી - 2 કપ ફોતરાવાળી મગની દાળ પ્રમાણસર લીલાં મરચાં પ્રમાણસર મીઠું ચડીયાતી હિંગ - તેલ 2૦૦ ગ્રામ પનીર 1૦૦ ગ્રામ લીલું કોપરૂ 1૦૦ ગ્રામ કોથમીર પાન સુધારેલ 1૦૦ ગ્રામ લીલા વાટેલા મરચાં રીત - દાળને 4 થી 5 કલાક પલાળી ફોતરા સાથેજ વાટો. મરચાં વાટી મીઠું નાંખી ખીરુ તૈયાર કરો. પનીરને છીણી - વાટેલા મરચા, છીણેલું કોપરૂ, કોથમીર એક બાઊલમાં મીક્ષ કરો. તવો ગરમ કરી તેલ મૂકી જાડો પુલ્લો પાથરો. નાનો ને ઊપરની બાજુ આખો ચીલ્લો ઢંકાય તેમ પનીરનો મસાલો પાથરો. મધ્યમ તાપે ચિલ્લો તૈયાર કરો. એકબાજુ ગોલ્ડન કલર થાય ત્યારે 1 ચમચી તેલ નાંખી પલટાવો. બન્ને બાજુ ચિલ્લો થાય ત્યારે ગળી - તીખી ચટણીની સાથે પિરસો. --------------------------------------------------------------- [(6) - 19] રવા ઇડલી ઃ - 18 નંગ
સામગ્રી- 1 કપ અડદની દાળ 1 કપ ખાટું દહિ (ગરમ કરેલુ) 1 ટે. સ્પૂન તેલ 2 કપ રવો ચપટી સાજીના ફૂલ પ્રમાણસર મીઠું રીત- 5 (પાંચ) કલાક અડદની દાળ પલાળી એકદમ ઝીણી વાટવિ. એક વાસણમા તેલ ગરમ મૂકી તેમા રવો શેકવો. આછો ગુલાબી થાય એટલે ઊતારી લેવો. ઠંડો પડે તેમા દહિ નાંખી પલાળી લેવો. તેમા અડદની વાટેલીદાળ તથા મીઠું અને સાજીના ફૂલ નાંખી બરાબર હલાવીને ઢાકી દેવું. 5 (પાંચ) કલાક રાખવું. આથો આવવા દેવો. પછી ઇડલી ઊતારવી.
ચટની-
લીલું કોપરૂ અડધી કાચલી અર્ધો કપ દાળીયા, અર્ધો કપ સિંગ, લીલાં મરચાં - કોથમીર મીઠું નાંખી ઝીણી વાટવી. તેમા તેલ મૂકી થોડી અડદની દાળ નાંખી લાલ થાય તેમા રાઇ,જીરૂ, હિંગ નાંખી મીઠો લીમડો નાંખી વધાર કરવો.
સંભાર ઃ-
સામગ્રી- 2 કપ તુવેર દાળ 2 ટે. સ્પૂન આબોળીયાનો ભૂકો કે આંબલી 1 ટે. સ્પૂન ધાણાજીરૂ 1 ટી. સ્પૂન રાઇ પ્રમાણસર તેલ 2 ટી. સ્પૂન લાલ મરચું 1/2 ટી. સ્પૂન હળદર 1 બાફેલું કેળું 1 ટી. સ્પૂન જીરૂ 1/4 ટી. સ્પૂન ઘી 2 ટી. સ્પૂન વાટેલાં મરચાં 4 ટે. સ્પૂન ઝીણી સુધારેલી કોથમીર પ્રમાણસર મીઠું 4 આખા મરચાં મીઠો લીમડો 2 ટી. સ્પૂન ગરમ મસાલો રીત- દાળને કૂકરમા બાફી ઝેરવી મસાલો નાંખી વધાર કરવો. થોડા શાકભાજી નાંખી શકાય. જેવાં કે કારેલું, કાકડી, ટિંડોળું, કાચી સીંગ, સરગવાની સીંગ, દૂધી વિ. --------------------------------------------------------- [(6) - 20] મસાલા ઢોંસા ઃ-
સામગ્રી- 7/2 કપ ચોખા 1૦૦ ગ્રામ વટાણા પ્રમાણસર તેલ 12 લીલાં મરચાં ૩/2 ટી. સ્પૂન હળદર 2 ટી. સ્પૂન ખાંડ કોથમીર પ્રમાણસર મીઠું ૩/2 કપ અડદની દાળ 1 કિલો કેળાં 1 ટી. સ્પૂન રાઇ મીઠો લીમડો 2 નંગ લીંબુ 1 ટી. સ્પૂન ગરમ મસાલો 1/2 ટી. સ્પૂન જીરૂ
રીત- વહેલી સવારે (6 વાગે) દાળ ચોખા ભેગા ધોવા અને પલાળવા. (11 વાગતા) 6 કલાકે ઝીણું વાટવું. તડકે મૂકી આથો લાવવો. મીઠું નાંખી ને સાંજે ઢોંસા ઊતારવા.
મસાલાઃ- વટાણા કેળાં બાફી કેળાંને ઝીણા સુધારવા. કોરા પાડવા. વટાણા કેળાંને પાણી ન રાખવું. વધારે તેલ મૂકી, રાઇ, મરચાં, મીઠો લીમડો નાંખી, હળદર હિંગ નાંખી કેળાં, વટાણા નાંખી બધોજ મસાલો નાંખવો. પછી તૈયાર થયેલ મસાલો કોથમીર ભભરાવી બાજુ પર રાખવો. નોનસ્ટીક કે તવા પર તેલ લગાડી ગરમ મૂકવા. ઢોંસાના ખીરામા મીઠું, જીરૂ નાંખી ચાખી લેવું. જાડું હોય તો થોડું પાણી નાંખી ખૂબ ઘૂમડી (ફેરવી) વાટકીથી ખીરૂ તવા પર ફેલાવવું. મોટો ઢોંસો પાથરવો. ગોળ ગોળ ફેરવી પાતળો ઢોંસા બનાવવો. પછી ચારે બાજુ તેલ નાંખવું. તાવેતાથી ઢોંસો ઊખાડવો. વચ્ચે મસાલો મૂકી ત્રિકોણ - ગોળ - ચોરસવાળી પીરસવો. નોંધઃ- એક વાટકીમા પાણી લઇ તેમા જરા તેલ નાંખવું. નાના કપડાની ચદેડી બોળી દરેક ઢોંસા ઊતારી, તે કપડું તવા પર ફેરવી પછી બીજો ઢોંસો ઊતારવો. -------------------------------------------------------- [(6) - 21] ઊપર પ્રમાણે રવાના ઢોંસા બનાવી શકાય.
તે માટે રવો 4 કપ લેવો. 1 કપ અડદની દાળ લેવી. ઢોંસો એક બાજુ સરસ તૈયાર થાય ત્યારે કોથમીર ફૂદીનાની ચટણી પાથરી મસાલો ભરી શકાય. ઊપર પનીર છીણીને નંખાય. -------------------------------------------------------- [(6) - 22] મેંદુ વડા ઃ- 5૦ નંગ
સામગ્રી- ૩ કપ અડદની દાળ હિંગ ચપટી મીઠું પ્રમાણસર તેલ 1 કપ ચોખા લીલાં મરચાં પ્રમાણસર રીત- દાળ ચોખા 6 કલાક પલાળી વાટવા. મીઠું, હિંગ, વાટેલા મરચાં નાંખી ફીણવું. પછી મશીનમા ખીરૂ નાંખી ગરમ તેલમા વડા ઊતારવા. એકદમ મરૂન કલરના થવા જોઇએ. પછી ચટણીને સંભાર સાથે પીરસો. ------------------------------------------------------ [(6) - 23] ચોખાના લોટની ચકરી ઃ -
સામગ્રી - ૩ કપ કણકીનો લોટ 1 કપ મેંદો 1/2 કપ ઘી 1 ટી. સ્પૂન મરચું 1 ટી. સ્પૂન તલ હળદર - મીઠું પ્રમાણસર તળવા માટે તેલ રીત - બન્ને લોટ ભેગા કરી ચાળી લેવા. તેમાં ઘી - મીઠું - હળદર - તલ નાંખી નરમ લોટ બાંધવો. પછી સંચામાં ભરી ગોળ ચકરી પ્લેટમાં પાડી ગરમ તેલમાં તળી લેવી. --------------------------------------------------------- [(6) - 24] ખસ્તા કચોરી ઃ -
સામગ્રી - પુરી માટે - 25૦ ગ્રામ મેંદો 4 ટે. સ્પૂન તેલ - મીઠું પુરણ માટે - 1 ટે. સ્પૂન ચણાનો જાડો લોટ 4 ટુકડાં તજ - લવીંગ 1/2 ટે.સ્પૂન જીરૂ 1/2 ટે.સ્પૂન તલ 1 ટી.સ્પૂન ગરમ મસાલો 1/4 ટી.સ્પૂન લીંબુના ફુલ 2 ટે.સ્પૂન વરયાળી ૩/2 ટી.સ્પૂન મરચું હળદર - હિંગ - મીઠું પ્રમાણસર રીત - મેંદામાં મુઠી પડતું મોણને મીઠું નાંખી નરમ લોટ બાંધવો. પછી ચણાનો લોટ શેકવો. સુગંધ આવતાં ઊતારી લેવો. પછી બધોજ મસાલો શેકવો. શેકેલો મસાલો ઠંડો પડતા વાટીને ચાળી ચણાના લોટમાં મેળવવો. ભાખરીના લૂવા જેટલો લોટ લઇ નાની પૂરી વણવી. તેમાં ૧ ટી. સ્પૂન મસાલો મૂકી કચોરી વાળી ૨ વેલણ ફેરવવા. પછી ધીમાં તાપે આછી ગુલાબી તેલમાં તળવી. ઠંડી પડતા ડબ્બામાં ભરી લેવી. ------------------------------------------------------------ [(6) - 25] ખરખડીયાં ઃ -
સામગ્રી - 6 નંગ જાડા કાચા ખાસડીયા કેળા 2 ટી. સ્પૂન લાલ મરચું 1 ટી. સ્પૂન ધાણાજીરૂ પ્રમાણસર મીઠું 1/2 ટી. સ્પૂન હળદર 2 ટે. સ્પૂન બુરૂ ખાંડ તળવા માટે તેલ રીત - કેળા ધોઇ લુછી બધી છાલ કાઢી લેવી. તેલ ગરમ મૂકી, તેલ પર છીણી અધ્ધર રાખી સીધાંજ તેલમાંજ ગોળ પઇતા પાડવા. કડક થતાં ઊતારી, બધો મસાલો થોડો ગરમ તેલમાં ભેળવી ખરખડીયાંમાં નાંખી સાચવીને હલાવી મસાલો બધે સરખો લાગે તેમ ભેળવવો. ફીટ ડબ્બામાં ભરી લેવા. ------------------------------------------------------------- [(6) - 26] સકકર પારા ઃ -
સામગ્રી - 1 કપ મેંદો 1/2 કપ દળેલી ખાંડ 1 ટી. સ્પૂન ઇલાયચી ભૂકો પ્રમાણસર મીઠું 2 ટે. સ્પૂન ઘી ૩/4 કપ લીલું ખમણેલું કોપરૂ 4 ટે. સ્પૂન દૂધ તળવા માટે ઘી રીત - મેંદાને ચાળી તેમાં ઘી - મીઠું - ખાંડ - કોપરૂં - ઇલાયચી નાંખી, દૂધથી લોટ બાંધવો. લોટ થોડો ઢીલો રાખવો. લોટને સાચવીને રોટલો વણી કાપા કરી ગરમ ઘીમાં તળવા. ફીટ ડબ્બામાં ભરી લેવા. (બાળકો માટે પ્રીય નાસ્તો) ----------------------------------------------------------- [(6) - 27] દાલ મૂઠ ઃ -
સામગ્રી - 250 ગ્રામ કાળા મસુર 150 ગ્રામ ઝીણી સેવ કાજુ, દ્રાક્ષ, મગજતરી બીજ જરૂર મુજબ 1/2 ટી. સ્પૂન તજ - લવીંગ પાઊડર પ્રમાણસર મીઠું 1 ટી. સ્પૂન સંચળ 1 ટી. સ્પૂન મરી પાઊડર 1 ટી. સ્પૂન આંબોળીયાનો પાઊડર તળવા માટે ઘી અથવા તેલ રીત - મસૂરને 7 કલાક પલાળી રાખો. પછી ચારણીમાં નીતારી કપડા પર પહોળા કરી, કોરા પડતા ગરમ તેલ કે ઘી માં તળવા. પછી કાજુ - દ્રાક્ષ - મગજતરી બીજ સહેજ તળીને નાંખવા. પછી બધો મસાલો નાંખી હલાવી લેવું પછી સેવ મીક્ષ કરવી. ------------------------------------------------------------ (6) - 28] તીખી સિંગ ઃ -
સામગ્રી - 25૦ ગ્રામ ખારી સિંગ 2 ટી. સ્પૂન લાલ મરચું 1/2 ટી. સ્પૂન હળદર 1/2 ટી. સ્પૂન મરી પાઊડર 1/4 ટી. સ્પૂન સંચળ 1/4 ટી. સ્પૂન તજ - લવીંગ પાઊડર 2 ટે. સ્પૂન બુરૂ ખાંડ 2 ટે. સ્પૂન તેલ પ્રમાણસર મીઠું રીત - સિંગના ફોતરા કાઢી ચોખ્ખી કરવી. એક વાસણમાં તેલ મૂકી બધો મસાલો અને સિંગ નાંખી હલાવી ઠંડુ પડતાં ડબ્બામાં ભરી લો. ------------------------------------------------------- [(6) - 29] કેળાનો ચેવડો ઃ -
સામગ્રી - 6 નંગ કાચા ખાસડીયા કેળા 1/2 ટી. સ્પૂન મરચું 4 ટે. સ્પૂન કાજુ ટુકડા 4 ટે. સ્પૂન દ્રાક્ષ 2 ટે. સ્પૂન સુકા કોપરાના પાતળા પીસ પ્રમાણસર મીઠું 4 લીલાં મરચાં 1/2 ટી. સ્પૂન લીંબુ નો પાઊડર 2 ટી. સ્પૂન તલ 1 ટે. સ્પૂન ખાંડ તળવા માટે તેલ રીત - તેલ ગરમ મૂકી કેળા છોલી સીધાંજ તેલ ઊપર છીણીથી છીણવા. બધાં કેળાની છીણ તળાઇ જાય એટલે કાજુ, દ્રાક્ષ, કોપરૂ તળી લેવા. બધો મસાલો નાંખી હળવે હાથે હલાવી મસાલો ભેળવવો. ------------------------------------------------------ [(6) - 30] પડવાળી ખારી પુરી ઃ -
સામગ્રી - 2 કપ મેંદો 1 કપ ઘઉંનો લોટ 1 ટી. સ્પૂન મરીનો ભૂકો પ્રમાણસર મીઠું 5 ટે. સ્પૂન ઘી ૩ ટે. સ્પૂન મલાઇ ચોખાનું અટામણ તળવા માટે તેલ કે ઘી રીત - બન્ને લોટ ભેગા ચાળી લેવા તેમાં ઘી - મલાઇનું મુઠ્ઠી પડતું મોણ નાંખવું. મીઠું - મરીનો ભૂકો નાંખી પૂરી જેવો લોટ બાંધવો. પછી ખૂબ મોટો રોટલો વણવો. 1 કપ ઘી ગરમ કરી તેમાં ચોખાના લોટની બહુ જાડી નહી તેવી પેસ્ટ બનાવી આખા રોટલા પર ચોપડવી. પછી તેનો ગોળ ગોળ ફીટ વિટો વાળી કાપા 1" ના કરવા પછી તેને 2 વેલણ વણી લેવા. લંબગોળ કે લંબચોરસ વણવું. ઘીમાં તળી લેવું. --------------------------------------------------------
[(6) - 31] ફરસી પુરી ઃ -
સામગ્રી - 1 કપ મેંદો 1 ટી. સ્પૂન મરીની દાળ 5 ટે. સ્પૂન ઘી પ્રમાણસર મીઠું તળવા માટે તેલ રીત - મેંદામાં મરી - મીઠું મોણ નાંખી લોટ બાંધી પુરી વણવી. વચ્ચે કાપા પાડી તેલમાં ગુલાબી તળવી. નાની પાતળી પુરી વણી ત્રીકોણ આકાર આપી કાપા પાડીને પણ તળી શકાય. ------------------------------------------------------------ [(6) - 32] મઠીયા ઃ -
સામગ્રી - 5૦૦ ગ્રામ મઠનો લોટ 15૦ ગ્રામ અડદનો લોટ 5૦ ગ્રામ ચોળાનો લોટ 2 ટે. સ્પૂન સફેદ મરચું 1 ટે. સ્પૂન ઘી 1 ટી. સ્પૂન તલ 1/2 ટી. સ્પૂન અજમો ચપટી હિંગ 5 ટી. સ્પૂન ખાંડ પ્રમાણસર મીઠું તળવા માટે તેલ રીત - 1 કપ જેટલું પાણી ઊકાળવા મુકવું. તેમાં મીઠું નાંખવું. પાણી ઊકળી જાય એટલે ખાંડ નાંખી નીચે નીતારી લેવું. ત્રણે લોટ ભેગાં કરી ચાળી લેવા. તેમાં તલ, અજમો, મરચું, હિંગ નાંખવા. ઊકાળેલા ખાંડ મીઠાંના પાણીમાં 1 ટે. સ્પૂન ઘી નાંખવું. હુંફાળા પાણીથી કઠણ લોટ બાંધવો. પછી લોટ ઝુડી તેનાં લુવા કરવા. ઠરેલા ઘી માં મઠનો લોટ નાંખી તેમાં લુવા રગદોળવા. પછી મઠીયા પાતળા વણી, થોડીવાર ખુલ્લા રાખી ઢાંકી દેવા. પછી ખૂબ ગરમ તેલમાં તળી નાંખવા. ------------------------------------------------------------- [(6) - 33] ખારીપુરી
સામગ્રી- મેદો 150 ગ્રામ સાજીના ફૂલ 1 ચપટી ધી 5૦ ગ્રામ 15 થી 2૦ અધકચરા મરી મીઠુ ચપટી લેમન યલો કલરના થોડા ટીપાં ઠંડુ પાણી કણેક બાંધવા ધી તળવા માટે. રીત ઃ- મેદામાં મીઠું તથા સોડા નાખી ચાળી લેવું. મરીનો ભૂકો નાખવો. ઘીનુ મોણ નાખી ઠંડા પાણીથી પૂરી જેવી કણેક બનાવી, 14 લૂઆ કરવા દરેક લૂઆ ગોળ કરી હથેળીમાં મૂકી વચ્ચે દબાવી જાડી પૂરી કરવી. પૂરીની વચ્ચે ટૂથપીકથી કાણું કરવું. તાવડીમાં ધી ગરમ મૂકવું. ઘી બરાબર ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવો. બે મિનિટ પછી દબાવેલી પૂરી તળવા માટે ધીમાં નાખવી, પછી ધીમા તાપે ગેસ પર દસ મિનિટ પછી પલટાવી આછી ગુલાબી બન્ને બાજુ થાય એટલે સાચવીને ઊતારી ઠંડી પડે ડબામાં ભરવી. ------------------------------------------------------------- [(6) - 34] સુવાળી
સામગ્રી ઃ- 25૦ ગ્રામ મેંદો 125 ગ્રામ ખાંડ 15૦ ગ્રામ ઘી 1 ટી સ્પૂન ઇલાયચી પાવડર, 1 ટી સ્પૂન તલ પ્રમાણસર દૂધ રીત ઃ- દૂધ ને ખાંડ ઊકાળવા. લોટમાં મુઠી પડતું ધીનું મોણ નાખવું. દૂધ ઠડું થતા લોટ બાંધવો કઠણ બાંધવો, પછી કઠણ કણેક માં તલ નાખતા જવું ને ખાંડતા જવું અથવા ખાંડેલા તલ નાખવા. ઇલાયચીનો ભૂકો નાખવો. લોટને બરાબર કેળવવો. પછી નાના લૂઆ કરી પાતળી પૂરી વણી ધીમે તાપે તળવી પૂરી સહેજ કડક ને સફેદ તળવી. ----------------------------------------------------------- [(6) - 35]મઠના લોટની પૂરી
સામગ્રી ઃ- મઠનો લોટ - 1 કપ ઘઊંનો લોટ - 1-1/2 કપ કણકીનો લોટ - 2 ટે.સ્પૂ. લાલ મરચું, મીઠું હળદર, ખાંડ અજમો સ્વાદ અનુસાર રીત ઃ- મીઠું , હળદર, ખાંડ, અજમો સ્વાદ અનુસાર, ને તેલ નાખી કઠણ કણેક બાંધવી, થોડી ટીપીને લુઆ પાડવા. નાની નાની પૂરી વણવી અટામણની જરુર લાગે કણકીનો લોટ વાપરવો, થોડીવાર સૂકાવવા દેવી. બધી વણાઇ જાય કે તેલ મૂકી તળી લેવી. બધી પૂરી ફૂલશે સરસ લાગશે. નાસ્તા માટે પૌષ્ટિક. ------------------------------------------------------ [(6) - 36] ચોળાફળી
સામગ્રી ઃ- 5૦૦ ગ્રામ ચણાનો લોટ 15૦ ગ્રામ અડદનો લોટ 1 ટે.સ્પૂ. તેલ 1 ચપટી સાજીના ફૂલ. પ્રમાણસર મીઠું અથવા 5૦૦ ગ્રામ ચણાનો લોટ 1૦૦ ગ્રામ અડદનો લોટ 75 ચોળાનો લોટ બન્ને માટે ચોખાના લોટનું અટામણ 5૦ મીલિ પાણી ઊપર ભભરાવવા સંચળ - મરચું જરુરીયાત મુજબ તળવા માટે તેલ. રીત ઃ-
બન્ને માંથી કોઇ એક સામગ્રી લઇ, મીઠું નાખી ચાળી લેવું. સાજીના ફૂલ પણ સાથે ચાળી લેવા. પાણી ઊકાળવું. પાણીમાં મીઠું નાખી શકાય. પછી હુફાળા પાણીથી કઠણ લોટ બાંધવો. તેને બરાબર ઝુડી લુઆ પાડી ચોખાના લોટનું અટામણ લઇ પાતળા રોટલા વણવા ને ઢાંકીને રાખવા. બધા વણાઇ જાય પછી તેલ ગરમ મૂકી રોટલા ને પાતળી પટી આકાર કાપા કરી તળવા. બધાજ ફૂલશે, તળાઇ જાય તરત થાળીમાં કાઢવા ઊપર સંચર, મરચું ભભરાવવું. -------------------------------------------------------- [(6) - 37] પાપડી
સામગ્રી ઃ- 1 કપ તેલ 2 કપ પાણી ૩ કપ ચણાનો લોટ પ્રમાણસર મીઠું ચપટી સાજીના ફૂલ 1/2 ટી.સ્પૂ. વાટેલો અજમો તળવા માટે તેલ રીત ઃ- તેલને પાણીને ખૂબ ફીણવા. સફેદ જેવુ થવા લાગે ત્યારે સાજીના ફૂલ, વાટેલ અજમો મીઠું નાખી ફરી ફીણવું ફીણ ઊતરી જવું ના જોઇએ. તરત તેમાં લોટ થોડા થોડા કરતા સમાય તેવો લોટ નાખવો. નરમ કણેક જેવું થાય ત્યારે તેલ એકદમ ગરમ થાય એટલે ફાસ્ટ ગેસ જે પાપડીનો ઝારો સ્હેજ ભીનો કરી તાવડી થી થોડો ઊપર રાખી હાથ પાણી વાળો કરી પાપડી ઘસવી, પછી ગેસ મધ્યમ તાપે કરવો. આ તળેલી પાપડી પર મરચું ભભરાવી શકાય, ચાટમસાલો ભભરાવી શકાય સાથે મરચા તળેલા કે કાચા પપૈયા નું છીણ વધારીને લઇ શકાય. ----------------------------------------------------- [(6) - 38] રતલામી સેવ
સામગ્રી ઃ- 25૦ ગ્રામ ચણાનો લોટ 5 નંગ તજ, 10 નંગ લવીંગ, 10 નંગ મરી, ચપટી હિંગ, 1/2 ટી સ્પૂન અજમાનો ભૂકો, 1 ટે.સ્પૂ. મરચું 1 ટી સ્પૂન સફેદ મરચુ 1-1/2 ટી સ્પૂ. ગરમ મસાલો સહેજ સાજીના ફૂલ , તેલ પ્રમાણસર, સંચળ પ્રમાણસર, મીઠું પ્રમાણસર રીત ઃ- તજ,લવીંગ, મરી, અજમો, ખાંડીને ચાળવો. લોટમાં બધો મસાલો નાખી વધારે મોણ નાખી લોટ બાંધવો. સંચામા ભરતા લોટ મસળી ને ફીણીને ભરવો . ગરમ તેલમાં સેવ પાડવી. થોડી સેવ પાડી જોઇ લેવું જો પોચી ન થઇ હોયતો થોડા સાજીના ફૂલ અને તેલ નાખી ફીણવું ને સેવ ઊતાર્યાં પછી સંચળ ભભરાવવું. ----------------------------------------------------------- [(6) - 39]કાચા કેળાનો ચેવડો
સામગ્રી ઃ- ખાસડીયા (ત્રણખૂણાવાળા) કેળ નંગ - 6 મીઠું,મરચું, બુરુ ખાંડ, લીબુંના ફૂલ, તલ પ્રમાણસર કાજુ, દ્રાક્ષ ત્થા સૂકુ સમારેલું ટોપરુ તેલમાં તળીને પ્રમાણસર તળવા માટે તેલ રીત ઃ- કાચા કેળા છોલીને તેલ ગરમ થતાં ઊપર છીણી પકડી છીણ પાડવું, કડક થતાં ઊતારી લેવું પછી કાજુ, દ્રાક્ષ ને કોપરુ તળી લેવું. પછી મસાલો કરી હળવા હાથે હલાવી, મીક્ષ કરવું. ઠરતાં ડબ્બામાં ભરી લેવું. ------------------------------------------------------------ [(6) - 40]પીળા કોળાનો કેવડો
5૦૦ ગ્રામ કોળું લાવી છોલી, અંદરનો ગલ કાઢી ઊભા લાંબા પીસ કરી, છીણ પાડી તળી લેવી થોડી વાર લાગે. કયારેક પોચા ન પણ થાય. કેળાના ચેવાડા પ્રમાણે બધુ કરવું. કોળાની ઊકળતા પાણીમાં છીણ નાખી તરત નીતારી સુકવણી કરી રાખવાથી કેવડા બહુજ સરસ બને છે. ------------------------------------------------------------- [(6) - 41]તીખી બુંદી
સામગ્રી ઃ-
25૦ ગ્રામ ચણાનો લોટ 5૦ ગ્રામ કણકીનો લોટ પ્રમાણસર મીઠું જરાક અજમો. 1 ટે. સ્પૂ. તેલનુ મોણ -પ્રમાણસર પાણી રીત ઃ- બન્ને લોટ ને મીઠુ ચાળી લેવાં. પછી અજમો નાખી ખીરુ તૈયાર કરવું. બુંદી તળવી, ખીરુ તરત ઝારામાંથી પડે તેવું જોઇએને બુંદી ગોળ પડે તેવું ખીરુ તૈયાર કરવું. થોડી બુદી પાડી, જાડુ ખીરુ થયું હોય તો પાણીને પાતળુ થયું હોયતો લોટ ઊમેરવો. બુંદી પાડી ઝારો સાફ કરો, ફરી વખત ખીરુ રેડી બુંદી પાડો, ફરી સાફ કરો. જેથી બુંદી સરસ ગોળ પડશે જો દહી બુંદી બનાવવી હોય તો ઊપર મસાલો ન નાખવો, નહિ તો સંચળ મરચુ દરેક ધાણવે ભભરાવવું -------------------------------------------------------------- [(6) - 42] મગ-ચણાનીદાળ-મગનીદાળ, દાળમુઠ વિગેરે
સામગ્રી ઃ- 25૦ મગ કે ચણાની દાળ કે દાલમૂઠ કે મગનીદાળ કોઇપણ એક 25૦ - મગ પ્રમાણસર મરચું,હળદર, હિન્ગ સંચળ, બુરુખાંડ મીઠું તેલ તળવા માટે. રીત ઃ- ગરમ પાણીમાં સોડા નાખી ૬ થી ૮ કલાક ઢાંકી પલાળી રાખો. પછી ચારણામાં પાણી નીતારી થોડી વાર રહેવા દો. ( 5 પાંચ મિનિટ) તેલ ગરમ મૂકી તળી લો. કાંણા વાળા વાટકામાં તળો, તાવડીમાં તેલ ગરમ થતાં કાણા વાળો વાટકો મૂકી અંદર સમાય તેટલા મગ નાખી તળો. મગ ફાટશે કડક થતા ઊતારી મસાલો કરો. ----------------------------------------------------------- * મગની દાળ
સામગ્રી ઃ- 25૦ ગ્રામ મગની દાળ, મીઠુ, મરી પ્રમાણસર ધી તળવા માટે રીત ઃ- દાળ ધોઇ ગરમપાણીમાં 1 કપ દૂધ નાખી પલાળો, 5 થી 6 કલાક પલાળો પછી ચારણામાં નીતારી ધી મૂકી તળો, પછી મીઠું- મરી પાવડર સ્વાદ અનુસાર નાંખો --------------------------------- * ચણાનીદાળ
સામગ્રી ઃ- 25૦ ગ્રામ ચણાની દાળ 1૦૦ ગ્રામ દૂધ પ્રમાણસર મરચું, હળદર, હિન્ગ, મીઠું, સંચળ, લીંબુના ફુલ રીત ઃ- ચણાની દાળ ધોઇ ગરમ પાણીને 1૦૦ ગ્રામ દૂધ નાખી, છ થી સાત કલાક પલાળો. પછી ચારણામાં નીતારી તેલ ગરમ કરી તળી લો. પછી સ્વાદ અનુસાર મસાલો ભભરાવવો. ------------------------------------- * દાળમૂઠ માટે
સામગ્રી ઃ- 25૦ મસૂર, એકદમ ઝીણી સેવ 2૦૦ ગ્રામ કાજુ દ્રાક્ષ પ્રમાણસર-મીઠું મરી પાવડર સંચળ તજ લવીંગનો પાવડર આબોળીયાનો ભૂકો (પાવડર) રીત ઃ- મસૂરને ધોઇ 7 થી 8 કલાક ગરમ પાણીમાં સોડા નાખી પલાળો ચારણામાં નીતારી તળીલો, કાજુ દ્રાક્ષ તળીલો. મસાલો નાખી, હળવે હાથે હલાવી સેવ નાંખી ભેગું કરી ડબ્બામાં ભરો. ------------------------------------------------------------- [(6) - 43] કાજુ વેનીલા વેફર્સ
સામગ્રી ઃ- 1-1/3 કપ મેંદો ૩/4 કપ ખાંડ 8 ટે. સ્પૂ. ધી 1/8 ટી સ્પૂ મીઠું 1 ટી સ્પૂ. બેકિંગ પાવડર ૩ ટે.સ્પૂ દૂધ 1/2 ટી. સ્પૂ. વેનિલા એસેન્સ ૩/4 કપ કાજુ ભૂકો
રીત ઃ- મેદો, મીઠું, બેકગ પાવડર ચાળી લો, ધી બાઊલમાં ફીણો. ધીમે ધીમે ખાંડ નાખતાં જવું અને ફીણતા જવું. ખાંડ ઓગળે એટલે દૂધ લોટ વેનિલા કાજુ ભૂકો નાખી ખીરુ બનાવવું. ચમચી થી પાડી શકાય તેવું બરાબર ખીરુ બનાવવું. ( ગ્રીઝ કરવા ધી નો હાથ લગાવી ઊપર મેદો આછો ભભરાવવો ). જેટલું ખીરુ ર થી ૩ ના અંતર પાડવું ૩૭પં ફે. ઓવનમાં 10 થી 12 મિનિટ બેક કરવું, બેક થયા પછી કુલિંગ રેક પર ઠંડા કરવા 2 થી ૩ ડઝન બનશે. ------------------------------------------------------------- [(6) - 44]ક્રીમવાળા બિસ્કીટ
સામગ્રી ઃ- 1/2 કપ આઇસગ શુગર 1/2 કપ મિલ્ક પાવડર 6૦ નંગ ગોળ નાના પી.વી.સી. વેનિલા એસેન્સ થોડા ટીપા રીત ઃ- આઇસગ શુગર તથા મિલ્ક પાવડર ભેગા કરી, પાણી રેડી નાની ચમચી થી રેડવું ને એસેન્સ નાખી કણેક કરવી. કણેકના ૩૦ ગોળા બનાવવા. બે પી.વી.સી. વચ્ચે હળવેથી દબાવી, 24 કલાક રહેવા દો. નાના બાળકને ખુબ ભાવશે. ------------------------------------------------------ [(6) - 45]બિસ્કિટ
સામગ્રી ઃ- 5 વાટકી ઘંઊનો મેદા ચારણી થી ચાળેલો લોટ 1-1/2 દૂધ 1-1/2 વાટકી ખાંડ 45૦ ગ્રામ = 1 શેર ધી 2-1/2 ચમચી ખાવાનો સોડા 2-1/2 ચમચી મીઠું રીત ઃ- ધી ખાડ ફીણી દૂધ નાખી ફીણવું. લોટમાં મીઠું-સોડા નાખી ચાળી, તેમાં મીકસ કરી લોટ તૈયાર કરી, મોટા લૂઆ પાડી જાડો રોટલો વણી નાની વાટકી થી નાના બિસ્કિટ, બેકિંગ શીટ પર (ગ્રીઝ કરેલી) ગોઠવવી. દરેક બીસ્કીટ તૈયાર કરી 375 ફે. પર ઓવનમાં તૈયાર કરો. -------------------------------------------------------- [(6) - 46] નાનખટાઇ
સામગ્રી ઃ- 1 કીલો ધઊનો લોટ મેદા ચાળણીથી ચાળીને 750 ગ્રામ બુરુ ખાંડ 750 ગ્રામ ધી 15 નંગ ઇલાયચી દૂધ રીત ઃ- ધી ને ખાંડ ફીણતા જવુ ને ફીણાયા બાદ લોટ નાખતા જવુ જરુર પડે, દૂધ નાખી નરમ કણેક તૈયાર કરી ગ્રીઝ કરેલ શીટ પર નાની કે મોટી નાનખટાઇ મૂકવી. 1-1/2" થી ર" ના અંતરે મૂકી 375 ફે. પર તૈયાર કરવી. ---------------------------------------------------------
[(6) - 47] પાકા કેળાના આઇસગ ભજીયા
સામગ્રી ઃ- 2 ટે.સ્પૂ કણકીનો લોટ 2-1/2 કપ મેદો 1-1/2 કપ કોન ફલેકસ લોટ 1 મધ્યમ પાકુ કેળું ચપટી સોડા મીઠુ પ્રમાણસર ખીરુ પ્રમાણસર પાણી પ્રમાણસર આઇસગ શુગર તેલ રીતઃ- કણકી, મેદો, કોનફલેકસ, સોડા મીઠું નાખી લોટ ત્રણ થી ચારવાર ચાળી લેવો. પાણી નાખી ખીરુ તૈયાર કરવું. કેળાની છાલ ઊતારી ઊભા આડા 1 કેળા ના 4 ચાર પીસ કરવા ને ખીરામાં બોળી ગરમ તેલમાં તળી લેવા જેવા ભજીયા ઊતરે આઇસગ શુગરમા બરાબર તરતજ રગદોળવા. મેગો , કોકોનટ વેનિલા શેક સાથે ગરમ ભજીયા પીરસો. બહુ સ્વાદિષ્ટને પૌષ્ટિ લાગશે. _______________________________________________________
|
|
|