Saturday, July 31, 2010    
 
Search  www jainuniversity.org
About us | Contact | Contribution | Sitemap | Home 
 
1. Blessings
2. Jainism - Simplified
3. Lord Mahavir
4. 24 Tirthankars
5. Jainism Sect
6. New to Jainism?
7. Navkar Mantra
8. Jain Religious all Sutro
9. Jain Songs Stavans Aarti
10. Jain Pooja/Poojans
11. Daily Navkarsi time
12. Pachchakhan/Sutak
13. Jain Tirth Places +
14. Jain Tithi, Panchang
15. Art and Photo Gallery
16. Astrology/Vastushastra
17. Listen Navkar Mantra
18. Jain Recipes
19. Ayruvedic Upchar
20. Useful Addresses
21. Jain Trusts
22. Jain Saints
23. FAQ
24. Greetings
25. Courseware
26. Jain Higher Knowledge
27. Jain Festivals
28. Advertisements
29. Jain Magazines
30. Other Jain Site
31. Childrens Zone
Modern Knowledge Centre
Total Visitors
Please donate your knowledge
Print this page  Email this page  Back  
Jain Recipes for Vegetables etc in Gujarati
Please press ctrl + on your keyboard for bigger fonts  

-ઃ વિવિધ શાક ઃ-

[(4) - 1] પનીર ભિંડા ઃ-

સામગ્રી-
500 ગ્રામ જીણા સુધારેલા ભિંડા
6 લીલા મરચાં જીણા સુધારેલા
1 ટામેટાના ટુકડાં
1 લિટર દૂધનું પનીર
જીરૂ, મીઠું, હળદર
૩ ટે. સ્પૂન ઘી, તેલ,
રીત-
ઘી - તેલ ગરમ મૂકી જીરૂ નાંખી ભિંડા નાંખવા. ઢાંકયા વગર ધીમા તાપે ચઢાવવા એટલે મીઠું લીલાં મરચાં હળદર ટામેટા નાંખવા. બરાબર ચઢી જાય પછી પનીર હાથથી છૂટું પાડી ભિંડામા નાંખવું. પીરસતી વખતે કોથમીર ભભરાવી પીરસવું.
------------------------------------------------------------                  
(4) - 2] ભરેલા ભિંડા/રવૈયા ઃ-

સામગ્રી-
5૦૦ ગ્રામ ભિંડા/રવૈયા જોઇને ઊભા સુધારેવા
2 ટે. સ્પૂન ચણાનો લોટ
મીઠું, લાલ મરચું હળદર, પ્રમાણસર
ધાણા જીરૂ 1-1/2 ટે. સ્પૂન
1 ટી.સ્પૂન તેલ
ખમણેલું કોપરૂ 1 ટે. સ્પૂન

રીત-
મસાલો મીક્ષ કરી રવૈયામા ભરવું. તેલ ગરમ મૂકી તૈયાર કરેલાં ભિંડા/રવૈયા સાચવીને વધારવા. ઢાંકણ ઢાંકી પાણી મૂકવું. ચઢી જાય ત્યારે વધેલ મસાલો નાખી 1 મિનિટ રાખી ઊતારી લેવું. ઊપર લીંબુનો રસ કોથમીર છાંટી પીરસવું.
--------------------------------------------------------------                  
[(4) - 3] કડૅ ભિંડા ઃ-

સામગ્રી-
5૦૦ ગ્રામ મધ્યમ સુધારેલા ભિંડા
મીઠું મરચું હળદર ચઢીયાતું ધાણા જીરૂ
૩ ટે. સ્પૂન તેલ
રીત-
દહિ ગરમ કરી ઝેરવી નાંખવું. તેલ મૂકી ભિંડા વધારવા. ઢાંકયા વગર ચઢવવા. ચઢે ત્યારે મસાલો નાંખી ૧ મિનિટ રાખી નીચે ઊતારી દહિ નાંખી હલાવી ને પીરસવું.
કોથમીર નાખી શકાય.
----------------------------------------------------------------                  
[(4) - 4] ફ્રાય ભિંડા ઃ-

સામગ્રી-
5૦૦ ગ્રામ ભિંડા ના ઊભા ચીરીયા ચાર કરવા.
1 ટી.સ્પૂન આંબાળીયાનો પાઊડર
મીઠું મરચું હળદર ધાણાજીરૂ મરી પાઊડર
ઘી 6 ટે. સ્પૂન
રીત-
ભિંડાને મધ્યમ તાપે ઘી મૂકી બ્રાઊન કલરના તળી લેવા. ગરમ ભિંડામા મસાલો નાખી પીરસવા.
---------------------------------------------------------------                 
[(4) - 5] પરવળનું દહિવાળું શાક ઃ-

સામગ્રી-
5૦૦ ગ્રામ પરવળ છોલી ઊભા સુધારવા
મીઠું, મરચું, હળદર, ધણાજીરૂ, રાઇ , હિંગ
2 ટે. સ્પૂન તેલ

રીત-
તેલ મૂકી રાઇનો વધાર કરવો. હિંગ  નાંખી પરવળ વધારવા. ઢાંકણ મા પાણી મૂકી ઢાંકી ચઢવવા. ચઢે ત્યારે મસાલો નાખી એકરસ થાય. દહિ ગરમ નાખી ઊતારી લેવું.
પીરસતા લીલુંકોપરૂ કોથમીર નાખી પીરસવું.
------------------------------------------------------------------                    
[(4) - 6] ભરેલાં પરવળ ઃ-

સામગ્રી-
5૦૦ ગ્રામ પરવળ
2 ટે. સ્પૂન ચણાનો લોટ
મીઠું, મરચું, હળદર, ધાણાંજીરુ, ખાંડ
1 ટી.સ્પૂન તેલ
1 ટી.સ્પૂન લીંબુનો રસ
૩ ટે. સ્પૂન તેલ
જીરૂ, હીંગ
રીત -
તેલ મૂકી જીરૂ નાંખવું. જીરૂ તતડે હીંગ નાંખી મસાલો ભરેલા પરવળ વઘારવા. પરવળ છોલી ૧ સાઇડ પર લાંબો ચીરો કરી અંદર મસાલો ભરવો. ઢાંકણ ઊપર પાણી મૂકી મધ્યમ તાપે ચઢાવવા. ચઢતા વઘારને મસાલો નાંખી, 1 મિનિટ રાખી ગરમ ગરમ પીરસો.
------------------------------------------------------------------              
[(4) - 7] પનીર પરવળ રવૈયા ઃ -

સામગ્રી -
5૦૦ ગ્રામ પરવળ
1 લિટર દૂધનું પનીર
મીઠું, મરી, ખાંડ
લીંબુનો રસ
ઘી ૩ ટે. સ્પૂન
રીત -
પરવળ છોલી 2 ભાગ કરવા વચ્ચેનો ગલ કાઢી નાંખવો. પનીરમાં મીઠું, મરી, ખાંડ, લીંબુનો રસ નાંખી મસળી જેટલા પરવળ હોય તેટલા ગોળા તૈયાર કરવા.
થોડું પનીરમાં મીઠું, મરી, ખાંડ, લબુ નાંખી મસળી જેટલા પરવળ હોય તેટલા ગોળા તૈયાર કરવા. થોડું વધેતો મસાલો રાખી મૂકવો. પરવળમાં સમાય તેવડા 2 પરવળ વચ્ચે સાચવીને ગોળા દબાવી ટુથપીક લાકડાની વાપરવી. બધાં રવૈયા તૈયાર થતાં ઘી ગરમ મૂકી સાચવીને રવૈયા તાવડીમાં ગોઠવી મુકવા. ઊપર ઢાંકણમાં પાણી મુકી બાફવા દેવા. બફાઇ જતાં વધારાનો મસાલો છૂટો પાડી નાંખવો. ગરમ ગરમ પીરસો.
કોથમીર લીલું ખમણેલું કોપરૂ ભભરાવી શકાય.
---------------------------------------------------------------                 
[(4) - 8] કોબીનું દહિવાળું શાક ઃ -

સામગ્રી -
2૦૦ ગ્રામ બારીક સુંધારેલી કોબી
2 લીલાં મરચાં
મીઠું
સ્હેજ ખાંડ
1/4 કપ દહિ
1 ટે. સ્પૂન તેલ
જીરૂ
રીત -
તાવડીમાં તેલ મૂકી જીરાનો વઘાર કરી મરચાં નાંખી કુબી નાંખવી. મીઠું નાંખી કોબીને ઢાંકી ચડવા દેવી. દહિ નાંખી કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસવું.
----------------------------------------------------------------               
[(4) - 9] કોબી લીલી દ્રાક્ષનું શાક ઃ -

સામગ્રી -
5૦૦ ગ્રામ કોબી
1૦૦ ગ્રામ દ્રાક્ષ
મીઠું, લીલાં મરચાં, હળદર
તેલ, જીરુ
રીત -
કુબી પાતળી લાંબી સુધારવી. દ્રાક્ષ છુટી પાડી ધોઇને રાખવી. તેલ મુકી જીરાનો વઘાર કરી લીલાં મરચાં નાંખી કુબી વઘારી પાણી મુકી ચઢવા દો. કુબી ચઢે એટલે દ્રાક્ષ નાંખી ૧ મિનિટ રહેવા દઇ મસાલો નાંખી ગરમ ગરમ પીરસો.
---------------------------------------------------------------------                                
[(4) - 10] કોપરાંના દૂધમાં કોબીનું શાક ઃ-

સામગ્રી -
5૦૦ ગ્રામ મોટી સુધારેલી કુબી
1 કાચલી નાળીયેરનું ખમણ
1/4 ટી. સ્પૂન મરી
1 ટૂકડો કોપરૂ
1 ટી. સ્પૂન જીરૂ
2 ટી. સ્પૂન દાળીયા
2 નંગ લીલાં મરચાં
1 ટી. સ્પૂન ખાંડ
4 થી 5 કોકમ
મીઠું - લીમડાંના પાન
થોડી કોથમીર
1 ટે. સ્પૂન ઘી
રીત -
કુબીને ચારણીમાં મૂકી વરાળે બાફી લેવી. કોપરાનાં ખમણમાંથી જાડું તેમજ પાતળું દૂધ કાઢવું. દાળીયા, કોપરાનો ટૂકડો, મરચાં, કોથમીર, લીમડાંના પાન, બાકીનો મસાલો લઇ તેની લુગદી વાટવી તેને કોપરાંના પાતળા દૂધમાં ઓગાળી ગેસ પર મૂકવું. ને બાફેલી કૂબી નાંખી દેવી. કોકમ ખાંડ નાંખવા.
આ બધું ૫ મિનિટ ધીમા તાપે ઊકળવા દેવું. પછી કોપરાનું જાડું દૂધ તથા ઘી નાંખી કોબી ઊતારી લેવી. પીરસતી વખતે કોથમીર ભભરાવવી.
ઊપરની રેસીપીમાં મેથીની ભાજી - તાંદળજાની ભાજી 2૦૦ ગ્રામ નાંખી શકાય. કુબીનું પ્રમાણ તેટલું ઘટાડી કુબી સાથે વરાળે બાફી લેવા.
--------------------------------------------------------                 
[(4) - 11]કોબી રોલ્સ ઃ -

સામગ્રી -
1 મોટી કદની કોબી
1/2 ટી. સ્પૂન હળદર
2 કપ કાચા કેળા, વટાણા, ફણસી
૩ લીલાં મરચાં
૩/2 ટી. સ્પૂન ગરમ મસાલો
2 ટે. સ્પૂન ટામેટાનો કેચપ
1/2 ટી. સ્પૂન મરચું
1 ટે. સ્પૂન લીંબુ નો રસ
મીઠું - કોથમીર
4 ટે. સ્પૂન ઘી અથવા તેલ
રીત -
કોબીના દડાનો ગાંઠનો ભાગ કાપી પાણીમાં નાંખવો જેથી પત્તા છુટા પડી જશે. ઊપરના મોટા મોટા પત્તા કાઢી આખા રાખવા. બાકીના કોબીના અંદરના પત્તાને ઝીણા સુધારવા. ઊકળતા મીઠાના પાણીમાં મોટા કોબીનાં પત્તા નાંખી ૨ મિનિટ રાખી ચારણીમાં બરાબર નીતારી લેવા. મરચાં વાટી લેવા. ૧ તાવડીમાં ૧ ટેબલ સ્પૂન ઘી મૂકી મરચાં નાંખી બાફેલા બારીક સમારેલા શાક નાંખી મરચું, મીઠું, લીંબુ ને કોથમીર નાંખી ગરમ મસાલો ને કેચપ ભેગાં કરી પેસ્ટ બનાવવી. થોડું કોપરાનું ખમણ વાપરી શકાય. બાફેલા કોબીનાં પત્તાને પાથરી ઊપર કેચપ પેસ્ટ લગાવી ઊપર શાકનું પુરણ પાથરી વિટો વાળી દોરો વિટાળી ઢીલું બાંધવું. આ પ્રમાણે બધાં પાનનાં રોલ્સ વાળવા. સપાટ તવા પર ઘી રેડી રોલ બધી બાજુથી ગુલાબી તળવા. પીરસતી વખતે દોરા કાઢી લેવા અથવા બેકિંગ ડિશમાં ગોઠવી ઓવનમાં ૩૦ મિનિટ બેક કરવા.
----------------------------------------------------                     
[(4) - 12] કોબી મકાઇ રોલ્સ ઃ -

ઊપરની રેસીપી પ્રમાણે બાફેલા મકાઇનું પુરણ
-----------------------------------------------------               
[(4) - 13] મકાઇ પનીર ઃ -

સામગ્રી -
5૦૦ ગ્રામ સફેદ મકાઇ દાણા બાફેલા
1 લિટર દૂધનું પનીર
1૦૦ ગ્રામ ઝીણા સુધારેલા ટામેટા
મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, હિંગ, કોથમીર
૩ ટે. સ્પૂન તેલ
રીત -
તેલ મુકી હિંગ તથા મસાલો નાંખી ધીમા તાપે મસાલો સાંતળવો પછી ટામેટા નાંખી હલાવી ઢાંકવું. ૧ મિનિટ પછી ચમચાથી ટામેટા - મસાલો ઘૂંટી એકરસ કરવો. મસાલો એકરસ થાય એટલે પનીર છુંટુ પાડી ભભરાવવું ને હલાવતા જવું. મસાલો પનીર મીકસ થતાં બાફેલા મકાઇ દાણાં નાંખી 1 મિનિટ ધીમાં તાપે રહેવા દઇ ગેસ
પરથી ઊતારી કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસવું.
----------------------------------------------------                    
[(4) - 14] મટર પનીર ઃ - 6 વ્યકિત માટે

સામગ્રી -
5૦૦ ગ્રામ મટર ફોલેલાં બાફેલા દાણાં
1 લિટર દૂધનું પનીર
1૦૦ ગ્રામ સુધારેલાં ટામેટા

રીત -
ઊપર પ્રમાણે
-----------------------------------------------------                 
[(4) - 15] મટર મેથી ઃ - 6 વ્યકિત માટે

સામગ્રી -
5૦૦ મટર ગ્રામ બાફેલા
5૦૦ ગ્રામ ચુંટેલી મેથીની ભાજી
મીઠું, લાલ મરચાં વાટેલા,
હળદર, ધાણાંજીરુ, ગરમ મસાલો, હિંગ
2 ટે. સ્પૂન તેલ - રાઇ
4 ટે. સ્પૂન ચણાનો લોટ
રીત -
લોટમાં મીઠું, હળદર, વાટેલા મરચાં ને હિંગ નાંખવા. 1 ટી. સ્પૂન તેલ નાંખવું. મેથી ધોઇ ચણાના લોટમાં નાંખી મસાલો નાંખી નરમ લોટનું ખીરુ ભજીયાથી જાડુ ડપકા પડી શકે તેવું ખીરુ તૈયાર કરવું. ગમે તો ખાંડ, લીંબુ નાંખી શકાય. તેલ ગરમ મૂકી રાઇ નાંખી મસાલો નાંખવો. સહેજ સંતળાય એટલે મટર નાંખવા. થોડુંક પાણી મટર ડૂબે તેટલું નાંખવું. પાણી ઊકળે. ખીરામાંથી ડપકા મુકવા. મધ્યમ તાપે ઢાંકીને ડપકા ચઢવવા દેવા. ડપકાં ચઢી જાય ત્યારે નીચે ઊતારી કોથમીર તથા તાજુ કોપરૂ છીણેલું ભભરાવવું ને પીરસવું.
------------------------------------------------------[(4) - 16] મટર બનાના ટમેટા સબ્ઝી ઃ - 6 થી 8 વ્યકિત માટે

સામગ્રી -
250 ગ્રામ મટર
250 ગ્રામ ખાસડીયા કેળા
250 ગ્રામ ટામેટા
250 ગ્રામ પનીર
ગરમ મસાલો, મીઠું, હળદર, ધાણાજીરુ, તેલ - જીરુ
રીત -
કેળા - વટાણા બાફી કેળા મધ્યમ સુધારી લેવા. ટામેટાને વાટી ગ્રેવી બનાવવી. પનીરના ટુકડાં બ્રાઊન કલરના તળી લેવા. તેલ ગરમ મૂકી જીરૂ નાંખી મસાલો નાંખવો. સંતળાઇ જાય પછી મસાલો ટામેટાની ગ્રેવી નાંખી મસાલો એકરસ થઇ જાય ત્યારે પનીર નાંખી મટર કેળા નાંખી ધીમા તાપે ૫ મિનિટ રાખી ગરમ ગરમ પીરસવું.
------------------------------------------------------------           
[(4) - 17]મટર - કેળાં - મેક્રોની ઃ - 6 વ્યકિત માટે

સામગ્રી -
250 ગ્રામ મટર બાફેલા
2૦૦ ગ્રામ ટામેટા
200 ગ્રામ કાચા બાફેલા કેળા
2૦૦ ગ્રામ મેક્રોની બાફેલી
1૦૦ ગ્રામ બાફેલા મકાઇદાણા
મીઠું, મરચું, હળદર, ધાણાંજીરુ
પંજાબી ગરમ મસાલો, તેલ, -હિંગ, જીરુ
રીત -
ટામેટાને ક્રશ કરી રસો તૈયાર કરવો. તેલ મૂકી જીરૂ નાંખી મસાલો નાંખવો. સહેજ વાર પછી ટામેટાનો રસો નાંખી મસાલો ને રસો એકરસ થાય બધાં શાક તથા મેક્રોની નાંખી રસાવાળું શાક ગરમ ગરમ પીરસો.
------------------------------------------------------------              
[(4) - 18] સ્ટ્રફ ટોમેટો ઃ - 5 વ્યકિત માટે

સામગ્રી -
મોટી સાઇઝના 10 નંગ ટામેટા
5૦૦ ગ્રામ વટાણા
25૦ તાજું નાળીયેર ખમણ
25૦ કોરી ઝીણી સુધારેલી કોથમીર
15૦ ગ્રામ લીલાં મરચાં વાટેલા
ગરમ મસાલો, ખાંડ, લીંબુ, મીઠું, હળદર,
5 ટે. સ્પૂન તેલ
2 ટે. સ્પૂન ઘી
રીત -
વટાણા ચીલી કટરમાં ઝીણા કરી લેવાં. તેમાં વાટેલા મરચાં નાંખી તાવડીમાં વટાણા મરચાં શેકવા. મધ્યમ તાપે વટાણા બફાય ત્યારે બધોજ મસાલો નાંખી ટોપરૂ કોથમીર બધું નાંખી ચાખી લેવું. સ્વાદ અનુસાર ફેરફાર કરવો. મસાલો ચઢીયાતો રાખવો. મોટા જાડા ટામેટાને ડટા પાસેથી ગોળાકાળ સાચવીને સુધારવા ને તે ડટુ બાજુ પર રહેવા દેવું. ટામેટામાં વચ્ચે આંગળી નાંખી સાચવીને ટામેટાનો ગર રસો કાઢી લેવો. ટામેટું સાવ ખાલી કરી લેવું. આમ બધાંજ ટામેટા તૈયાર કરી ઊપરનો મસાલો દાબી દાબીને ભરવો. ને ઊપર ડટુ દબાવી ડટુ નીચે રહે તેમ એક ડીશમાં ગોઠવી મુકવા. મોટી તાવડીમાં ઘી અને તેલનાંખી ગરમ કરવા મૂકવું. પછી ડટા વાળો ભાગ નીચે રહે તેમ દરેક ટામેટા તેલ મૂકવા ઊપર મોટી થાળીમાં પાણી મૂકી 2 મિનિટ  ગેસ પર મધ્યમ તાપે ચઢવવા. ટામેટા ફાટે એટલે જો મસાલો વધ્યો હોય તો નાંખી ગેસ બંધ કરવો.
જે ટામેટાનો રસો - ગર કાઢયો તેનો સૂપ બનાવી લેવો. ઊપર બીજી કોથમીર (૪ માસ પુરતું) ભભરાવી પીરસવું.
---------------------------------------------------------------              
[(4) - 19] સ્ટ્રફ કેપ્સીકમ ઃ - 6 વ્યકિત માટે

સામગ્રી -

પનીર - ૫૦૦ ગ્રામ
સફેદ બાફેલા મકાઇ ૫૦૦ ગ્રામ
૧૨ મોટાં કેપ્સીકમ
રીત - ઊપર મુજબ મસાલો કરવો. ઊપર મુજબ બનાવવું. કેપ્સીકમ નીચેથી સુધારી અંદરથી બીયા કાઢી પુરણ ભરવું. ટામેટાની જેમ જ બનાવવું.
ટામેટા કે કેપ્સીકમ બનાવી શકાય.
લીલાં ચણા, વટાણા - કેળાં, કાકડી, ફણસી, કેળા, મકાઇ વિગેરેના સ્ટ્રફ શાક બનાવી શકાય.
--------------------------------------------------------------                
[(4) - 20] સેવ - ટામેટાનું શાક ઃ - 6 વ્યકિત માટે

સામગ્રી -
5૦૦ ગ્રામ પાકા ટામેટા
25૦ ગ્રામ ચણાનો લોટ
૩ ટે. સ્પૂન તેલ, જીરૂ
રીત -
મીઠું - મરચું, હળદર, હીંગ, અજમો, ખાંડ, કોથમીર, ટામેટાના ટુકડા કરી 1-1/2 કપ પાણી રેડી બાફી રસો તૈયાર કરવો. રસામાં મીઠું - મરચું હળદર નાંખવા.
ચણાનો લોટ 1 ટે. સ્પૂન તેલનું મોણ નાંખી મીઠું, મરચું, હીંગ, અજમો નાંખવો. પાણી રેડી સેવ પડાય તેવી કણેક બનાવવી. જાડી સેવ પાડવાના સંચામાં લોટ ભરી ઊકળતા ટામેટાના રસામાં સેવ પાડવી. સેવ ચઢતા ઊપર આવશે પછી ખાંડ નાંખવી. જો રસો બહુ જાડો લાગે તો થોડું પાણી નાંખી ઊકાઇવું, પછી તેલ જીરાનો વઘાર
કરવો તેમાં હીંગ નાંખવી. કોથમીર ભભરાવવી.
---------------------------------------------------------------                 
[(4) - 21] પાકા કેળાંના રવૈયા ઃ - 6 વ્યકિત માટે

સામગ્રી -
6 નંગ મોટા પાકા કેળા
૩ ટે. સ્પૂન ચણાનો લોટ
૩ ટે. સ્પૂન તેલ
મીઠું, મરચું, ખાંડ, હળદર, ધાણાંજીરૂ, લીંબુ, તેલ
રીત -
કેળાને ધોઇ લુછી લેવા. બે બાજુ ડટા કાઢી 1-1/2" ના ટુકડા કરવા ને બે બાજુ ક્રોસ ચીરા કરવા. ચણાના લોટમાં મસાલો મોણ નાંખી કેળામાં ભરવું. સાચવીને દબાવીને લોટ ભરવો. તેલ મૂકી રવૈયા તેમાં મુકવા. ઊપર થાળીમાં પાણી મૂકી ધીમાં તાપે ચઢવા દેવા. ચઢી જાય એટલે વધેલો મસાલો ઊપર ભભરાવવો. મસાલો ચઢતા શાક ઊતારી લેવું. રવૈયા તૈયાર થતાં છાલ સાથે ખાઇ શકાય.
---------------------------------------------------------------             
[(4) - 22] પાકા કેળાંનું શાક ઃ - ૩ વ્યકિત માટે

સામગ્રી -
૩ નંગ કેળા
મીઠું, મરચું, ખાંડ, હળદર, હીંગ
૧ ટે. સ્પૂન તેલ
રીત -
કેળાં છોલી ગોળ પઇતા કરવા, સ્હેજ જાડા કરવા. તેલ મૂકી મસાલો નાંખી તરત કેળાં નાંખવાને જરૂર પડે તો સહેજ પાણી છાંટવું. ખદખદતા ઊતારી લેવું.
----------------------------------------------------------------               
[(4) - 23] દમ બનાના ઃ - 4 વ્યકિત માટે

સામગ્રી -
2૦૦ ગ્રામ ખાસડીયા કેળાના 1" ટુકડા કરવા
તેલ, હળદર, મીઠું
લાલ ગ્રેવી -
2 ટે. સ્પૂન તેલ
૩ નંગ તજ
૩ નંગ લવગ
1/4 ટી. સ્પૂન ધાણાં
1 ટી. સ્પૂન ધાણાંજીરૂ, હળદર
5૦ ગ્રામ ઘી
1૦૦ ગ્રામ ટોમેટો કેચપ
5 નંગ લાલ કાશ્મીર લીલા કે સુકા મરચા
2 ટી. સ્પૂન ગરમ મસાલો
1૦૦ ગ્રામ કાજુ અથવા મગજતરીની પેસ્ટ
મીઠું
રીત -
બધીજ વસ્તુ વાટી ઘી મૂકી કેચપ નાંખી મસાલો સાંતળવો. જરૂર પડે પાણી નાંખી શકાય. જાડી ગ્રેવી તૈયાર થાય ઊકળતી ગ્રેવીમાં કેળાના 1" ના ટુકડા કરી કાંટાથી કાણાં પાડી, 1/2 કલાક મીઠાં - હળદરના પાણીમાં બોળી રાખવા પછી ગરમ તેલમાં તળી ગ્રેવીમાં નાંખીને 1 ઊકાળો આવે એટલે બાઊલમાં કાઢી ઊપર ક્રીમ ભભરાવી પીરસવું.
                 

[(4) - 24] રાજમા ઃ - 4 વ્યકિત માટે

સામગ્રી -
15૦ ગ્રામ રાજમા
1-1/2 કપ ગ્રેવી (દમ બનાના પ્રમાણેની)
રીત -
રાજમા 5 થી 6 કલાક પલાળીને બાફી લેવા. ૩ સીટી કુકરમાં. થોડા રાજમાનો ભૂકો કરવો. લાલ ગ્રેવીમાં ભૂકો તથા આખા રાજમા નાંખી હલાવી ઊતારી લેવું.
( આનું ટોપિગ પણ થઇ શકે)
-------------------------------------------------------------              
[(4) - 25] પનીર ટીકકા મસાલા ઃ - 4 વ્યકિત માટે

સામગ્રી -
15૦ ગ્રામ પનીર
૩ ટે. સ્પૂન ઘી
25૦ ગ્રામ ટામેટાની ગ્રેવી
1 ટી. સ્પૂન વરયાળી
થોડુંક નાગ કેસર
5૦ ગ્રામ માવો
5૦ ગ્રામ ટોમેટો કેચપ
2 ટે. સ્પૂન મગજતરીના બી
2 નંગ જાવંત્રી
1/2 ટે. સ્પૂન ધાણાં આખા
૨ નંગ તમાલપત્ર
પ્રમાણસર મીઠું
રીત -
1૦૦ ગ્રામ પનીરના ત્રીકોણ ટુકડા કરીને તળી લેવા. ને પાણીમાં નાંખવા. એક વાસણમાં ઘી મૂકી ટોમેટો કેચપને ગ્રેવીને વાટીને મસાલો નાંખવો. પછી માવોને 5૦ ગ્રામ પનીર છીણીને નાંખવા. પછી પનીરનાં ટુકડા પાણીની  ગ્રેવીમાં નાંખવા. ગ્રેવીનો રંગ લાલ થશે. ગરમ ગરમ પીરસવું.
 -------------------------------------------------------------         
[(4) - 26] પનીર પસંદંદા ઃ - 4 વ્યકિત માટે

સામગ્રી -
2૦૦ ગ્રામ પનીર
2 ટામેટા
1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
હળદર
1 ટી. સ્પૂન ગરમ મસાલો
2 ટે. સ્પૂન ક્રીમ અથવા દૂધની મલાઇ ફીણીને
1/4 ટી. સ્પૂન જાયફળનો ભૂકો
પ્રમાણસર તેલ
1૦૦ ગ્રામ મગજતળીના બી
1/2 ટી. સ્પૂન લાલ મરચું
પ્રમાણસર મીઠું
રીત -
પનીરના ૩/2 સેમી જાડાઇના ટૂકડા કરી ગરમ તેલમાં ગુલાબી તળી ઠંડા પાણીમાં નાંખવા. ટામેટા વાટવા. મગજતરીના બી ધોઇને  મીકસરમાં વાટવા.
એક વાસણમાં 2 ટે. સ્પૂન તેલ ગરમ મૂકી, ટામેટાની ગ્રેવી મગજતરીના બી કોથમીર નાંખવા. મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું અને થોડું પાણી નાંખી બરાબર હલાવવું. પાતળું થયું હોય તો થોડો મકાઇનો લોટ ઠાલવી નાંખવું. બરાબર હલાવવું. 1 ગ્લાસ પાણી રેડી ઊકળે એટલે ક્રીમ અથવા મલાઇને પનીર નાંખવું.
પીરસતી વખતે ઊપર જાયફળનો ભૂકો ભભરાવી પીરસવું.
----------------------------------------------------------------                      
[(4) - 27] પનીર ભૂરજી ઃ - 4 વ્યકિત માટે

સામગ્રી -
1 લિટર દૂધનું પનીર -

પછી પનીર પસંદાની ગ્રેવી તૈયાર કરી, 15૦ થી 2૦૦ ગ્રામ પનીર છીણી ને નાંખવુ. આ રીતે પનીર ભૂરજી તૈયાર થશે.
----------------------------------------------------------------          
[(4) - 28] મલાઇ કોફતા ઃ - 4 વ્યકિત માટે

સામગ્રી -
2૦૦ ગ્રામ ખાસડીયા કેળા
1 ટી. સ્પૂન વાટેલા લીલાં મરચાં
1 ટે. સ્પૂન કોનૅ ફલોર
1 ટે. સ્પૂન મમરાનો ભૂકો
1૦૦ ગ્રામ પનીર
2 ટે. સ્પૂન માવો અથવા મલાઇ
પ્રમાણસર મીઠું
15 નંગ બદામ
જરાક કેસર
15 નંગ પીસ્તા (૪ માસ માટે ખપે)
પ્રમાણસર તેલ
2 કપ વાઇટ ગ્રેવી
2 થી ૩ ટી. સ્પૂન ક્રીમ
વાઇટ ગ્રેવી-
2 ટે. સ્પૂન તેલ
1 ટી. સ્પૂન ધાણાજીરૂ
1/2 ટી. સ્પૂન હળદર
1 ટી. સ્પૂન લાલ મરચું
1 ટી. સ્પૂન ગરમ મસાલો
1 નંગ ટામેટાની ગ્રેવી
1 કપ પાણી
1/4 કપ દૂધ
1૦૦ ગ્રામ કાજુ અને મગજતરીના બી
૩ ટે. સ્પૂન માવો
૩ ટે. સ્પૂન તાજુ ક્રીમ
પ્રમાણસર મીઠું
2 નંગ લીલા મરચાં
૩ નંગ તજ
1/4 ટી. સ્પૂન ધાણા
૩ નંગ લવીંગ
૧ ટી. સ્પૂન જીરૂ
૧ ટી. સ્પૂન ઘી
રીત-
એક વાસણમા તેલ મૂકી મરચાં લીલા, લવીંગ , તજ, ધાણા, જીરૂની પેસ્ટ નાંખી 5 મિનિટ સાંતળવું. પછી તેમા મીઠું ધાણાજીરૂ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો નાંખવા. તેમા ટામેટાની ગ્રેવી નાંખવી. કાજુ મગજતરીની પેસ્ટ નાંખી ઘી નાંખવું. ઊકળે એટલે દૂધ નાંખવું. જો દૂધ ફાટી જાય તો હેન્ડ મીકસર ફેરવવું. ખૂબ ખદખદાવવું. ત્યારબાદ માવો, તાજું ક્રીમ નાંખવું. કોફતા- કેળાં બાફી તેમા મીઠું, લાલ મરચાં, થોડાક કોનૅ ફલોર ને મમરાનો ભૂકો નાંખવા. પનીરને છીણી મસળી સૂવાળું કરવું. તેમા બદામ પીસ્તાની કાતરી કેસર વાટી નાંખવું. મીઠું નાંખવું. કેળાનાં માવામા પનીરની પેસ્ટ મૂકી ગોળ વાળી કે ગોળા તેલમા બદામી તળી લેવા. વાઇટ ગ્રેવીમા પીરસતી વખતે ગોળા નાંખી ઊપર ૩ ટે. સ્પૂન ક્રીમ નાંખી પીરસો. આગળ પ્રમાણેની લાલ ગ્રેવીમા પણ બનાવી શકાય.
---------------------------------------------------------------                 
[(4) - 29] પનીર કોફતા ઃ-

સામગ્રી-
1૦૦ ગ્રામ પનીર
૩ લીલા મરચાં
મીઠું
રીત-
પનીર લીલા મરચાં મીઠું નાંખી મેળવી ગોળ ગોળા વાળી તળી લેવા. જો ફાટી જાય તો થોડોક કોનૅ ફલોર નાખી શકાય. એક કપ રેડ ગ્રેવીમા પીરસતી વખતે નાંખી પીરસવા.
---------------------------------------------------------------               
[(4) - 30] દૂધી કોફતા કરી ઃ- 4 વ્યકિત માટે

સામગ્રી-
25૦ ગ્રામ દૂધી
1 ટી. સ્પૂન મરચું
1 ટી. સ્પૂન ગરમ મસાલો
૩ ટે. સ્પૂન મલાઇ
1-1/2 કપ લાલ ગ્રેવી
1 મોટું ખાસડીયું કેળું
1/2 ટી. સ્પૂન હળદર
1-1/2 કપ જાડો ઘઉંનો લોટ
પ્રમાણસર તેલ
પ્રમાણસર મીઠું
રીત-
કેળાંને બાફીને છીણવું. દૂધી છીણીને લેવી. તેમા મલાઇ, લોટ, બધો મસાલો નાંખી ગોળા વાળવા. જરૂર પડે મલાઇ કે લોટ ઊમેરી શકાય. ગોળા ગરમ તેલમા બ્રાઊન રંગના તળી લેવા. પીરસતી વખતે લાલ ગ્રેવી ગરમ કરી તેમા કોફતા નાંખી પીરસવું.
-----------------------------------------------------------------            
[(4) - 31] પંજાબી મકાઇ પનીર ઃ-

સામગ્રી-
2૦૦ ગ્રામ પનીર
1૦૦ ગ્રામ મકાઇ દાણા
1૦૦ ગ્રામ ટામેટાનો સોસ
1 ટી. સ્પૂન વાટેલા લીલા મરચાં
5૦ ગ્રામ મગજતરીના બીજ
પ્રમાણસર તેલ
2 ટે. સ્પૂન ઘી
જીરૂ, હીંગ, મીઠું પ્રમાણસર
હળદર, ગરમ મસાલો, લાલ મરચું પ્રમાણસર
રીત-
પનીરના ટુકડા તળી પાણીમા નાંખવા. મકાઇ બાફી લેવા. મગજતરીના બીજ ૧ કલાક પલાળી પછી વાટવા. એક વાસણમા ૧ ટે. સ્પૂન તેલ - ઘીનો વધાર મૂકી, જીરૂ હીંગ નાંખી તેમા મરચાં વાટેલા હળદર ગરમ મસાલો નાંખવો. પછી સોસ, મગજતરી વાટેલા, મરચું, મીઠું નાંખી મસાલો સાંતળવો. મસાલો સંતળાઇ જાય એટલે બાફેલા મકાઇ દાણાને પનીર ટુકડા નાંખી 5 મિનિટ ગેસ પર રાખી ગરમ ગરમ પીરસો.
---------------------------------------------------------------               
[(4) - 32] ગુંદાના રવૈયા ઃ- 2 વ્યકિત માટે

સામગ્રી-
2૦૦ ગ્રામ ગુંદા
1૦૦ ગ્રામ ચણાનોલોટ
1 ટી. સ્પૂન મરચું
હળદર, મીઠું, ગરમ મસાલો, ખાંડ
પ્રમાણસર તેલ
રીત-
ગુંદાના ઠળીયા કાઢવા. ચણાના લોટમા મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ખાંડ, ૨ ટે. સ્પૂન તેલ નાંખી મીશ્રણ કરી ગુંદામા હળવા હાથે દાબીને ભરવું. ૩ ટે. સ્પૂન તેલ ગરમ મૂકી ગુંદા વઘારવા. ઊપર ઢાંકણમા પાણી મૂકી મધ્યમ તાપે ચઢવા દેવા.

_____________________________________________________
Blessings | Jainism Sect | Library | Jain Special | Jain Religious all Sutro | Jain Songs Stavans Aarti | Weather | Jain Tirth Places + | Art and Photo Gallery | Jain Pathsala | Jain Gyanbhandar | Jain Recipes | Panjrapol | Jain Symbols | Books Reviews | Banners for Events | Jivdaya | Jainism in Gujarati | Courseware | Advertisements | Other Jain Site | Childrens Zone