Thursday, February 09, 2012    
 
Search  www jainuniversity.org
About us | Contact | Contribution | Sitemap | Home 
 
1. Blessings
2. Jainism - Simplified
3. New to Jainism?
4. Lord Mahavir
5. 24 Tirthankars
6. Jain Higher Knowledge
7. Courseware
8. Jain Religious all Sutro
9. Ashat Prakari Pooja.etc
10. Navkar Mantra
11. Astrology/Vastushastra
12. Ayruvedic Upchar
13. Jainism Sect
14. Jain Tithi, Panchang
15. Jain Tirth Places +
16. Daily Navkarsi time
17. Pachchakhan/Sutak
18. Jain Recipes
19. Jain Saints
20. Jain Festivals
21. FAQ
22. Greetings/Ecard
23. Yaksha and Yakshini
24. Jain Magazines
25. Childrens Zone
26. Useful Addresses
27. Useful Banners
28. Useful Jain Sites
Modern Knowledge Centre
Total Visitors
Please donate your knowledge
Print this page  Email this page  Back  
Jain Recipes for Roti, Parathas, Naan, Puri etc. in Gujarati

Please press ctrl + on your keyboard for bigger fonts  

રોટલી, પરોઠા, રોટલા, નાન, કુલચા, પુરી વિભાગ

[(1) - 1] બેપડી રોટલી - 2 વ્યકિત માટે

સામગ્રી -
૧ કપ ઘઉંનો ચાળેલો લોટ
૧ ચમચી તેલ
થોડુંક મીઠુ
ધી
રીત -
પ્રથમ લોટની અંદર મીઠુ અને તેલ નાખી પાણીથી રોટલીનો લોટ તૈયાર કરવો. થોડી વાર લોટ ઢાંકીને રહેવા દેવો. પછી લોટમાં જરાક તેલવાળો હાથ કરી મસળવું. તેના 10 લુવા પાડવા. તેને હથેળીમાં દબાવી આસીયા પર વચ્ચે ગોઠવી, ચારે બાજુ ગોળાકારમાં તેલ લગાડવું. ઊપર કણકીનો લોટ ભભરાવવો. પછી બે લુવા સામસામે ચોટાડવા. આમ કુલ ૫ લુવા તૈયાર થશે. પછી એક પછી એક લુવા લઇ કણકીના લોટમાં બોળી હળવે હાથે રોટલી વણવી. તે રોટલીને લોઢી પર નાખી બન્ને બાજુ ફેરવવી. જરૂર લાગે તો કપડાથી સહેજ દબાવો. ફુલાવવી નહી. રોટલીને તૈયાર થાય એટલે સ્હેજ પછાડી ૨ પડ છુટાં પાડો. ઘી થી ચોપડો. આમ 5 લુવાની 10 રોટલી તૈયાર થશે.
(આ રોટલી કેરીના રસ સાથે વપરાય. સમોસાના પડ માટે આ કડક રોટલીનો ઊપયોગ કરવો હોય તો ઘી થી ચોપડવી નહી.)
----------------------------------------------
[(1) -2] કણકીની રોટલી - 2 વ્યકિત માટે

સામગ્રી -
1 કપ કણકીનો લોટ
પ્રમાણસર મીઠુ
પ્રમાણસર પાણી
રીત -
લોટ ચાળી લો. મીઠુ નાખી પાણીથી રોટલી જેવો બાંધવો. આ કણેકને ખૂબ મસળી 6 લુવા પાડો. કણકીના લોટનું જ અટામણ લઇ નાની નાની રોટલીઓ વણી લોઢી પર ચડવો. ફુલાવો. નરમ કે કડક મનપસંદ રોટલી તૈયાર કરી ઘી લગાવી ગરમ ગરમ પીરસો.
(માંદગીવાળા લોકો, બાળકો, ઘરડી વ્યકિતને આમાંથી પોષ્ટીકતા મળશે.)
 ભરેલા શાક અથવા રસાવાળા શાકની સાથે પીરસી શકાય.
* ઊપર પ્રમાણે મઠના લોટની રોટલી પણ ઘણી પોષ્ટીક બને.
-----------------------------------------------                                                      
[(1) - 3] મીઠા - મરચાં ની રોટલી

સામગ્રી -
ઊપર પ્રમાણે લોટ બાંધીને તૈયાર કરવો.
1 ટે. સ્પૂન ધાણાજીરૂ
2 ટી. સ્પૂન મરચું
પ્રમાણસર મીઠુ
રીત -
એક વાડકીમાં ઊપરની ત્રણેય મસાલાની વસ્તુ ભેગી કરવી. ઘઉંના લોટના 6 લુવા પાડી પુરી જેવડી રોટલી વણી તેમાં મસાલાના 6 ભાગ કરી પુરણ ભરવું. પુરણ ભરતાં પહેલાં રોટલી પર તેલ કે ઘી ચોપડવું. પછી મસાલાનું પુરણ ભરી લુવો ભેગો કરી રોટલી વણી તવા પર ચઢાવવી. કપડાથી હળવા હાથે દબાવી બરાબર તૈયાર થતા નીચે ઊતારી ઘી ચોપડવું. (દહિ સાથે આ રોટલી સવૅ કરી શકાય)
----------------------------------------------------                                                        
[(1) -4] ખાંડવાળી રોટલી

સામગ્રી -
ખાંડ
ઘી
રીત -
ઊપર પ્રમાણે કણેક તૈયાર કરી 10 લુવા પાડવા. મધ્યમ રોટલી વણી ઊપર તેલ / ઘી લગાડી, ફરતી ખાંડ ભભરાવવી. પછી એક બે વેલણ ફેરવવા અને ખાંડ વગરનો ભાગ રોટલી પર રહે તેમ લોઢીમાં રોટલી નાખવી. પછી ફેરવીને કપડાથી દબાવવી. તૈયાર થાય એટલે ઘી લગાડવુ. ખાંડ થોડીક ઓગળતી હોવાથી ધ્યાન રાખવું અને દરેક રોટલીએ લોઢી સાફ કરતા રહેવુ.
(બાળકોને આ રોટલી ખૂબ પ્રીય લાગે છે.)
-----------------------------------------------------                                                      
[(1) - 5] વેડમી (પુરણપોળી)

સામગ્રી-
1-1/2 દોઢ કપ તુવેરની દાળ
1-1/4 પા ટી. સ્પૂન એલચી પાઊડર
1 ટે. સ્પૂન દ્રાક્ષ
3 ટે. સ્પૂન લીલું ખમણેલુ કોપરૂ
પ્રમાણસર ખાંડ
રીત-
દાળને ઘોઇ 1 કલાક પલાળો. ઓછું પાણી મુકી પ્રેસર કુકરમાં 2 સીટી વગાડો. જો દાળમાં પાણી કે જાડો રસો હોય તો મોટી પ્લાસ્ટીકની ગરણીમાં
થોડી વાર પલ્પ રહેવા દો. પાણી નીતયૅ પછી તાવડીમાં દાળ, ખાંડ, એલચી પાઊડર અને કોપરૂ નાખી મીક્ષ કરો.
દ્રાક્ષને અર્ધો કલાક પાણીમાં પલાળી 2 ટુકડા કરીને નાંખવી. દ્રાક્ષ પાછળથી નાખો. એકદમ ઘટ્ટ બેસન તૈયાર થાય એટલે થાળીમાં ઠારવું. સાદી રોટલીનો લોટ તૈયાર કરી તેના લુવામાં આ ઘટ્ટ બેસન ભરી કચોરીની જેમ વાળી ફરી જાડી નાની રોટલી વણવી. રોટલી થાય પછી ગરમ રોટલીમાં ગરમ ઘી ચોપડવું. અથવા રોટલી ઘી માં તળી પણ શકાય.
----------------------------------------------------------                                                      
[(1) - 6] ચણાની દાળની મહારાષ્ટ્રીયન વેઢમી -

સામગ્રી -
ચણાની દાળ
રીત -
ચણાની દાળને 2 કલાક પલાળવી. અધકચરી બાફીને વાટવી.  ઊપર પ્રમાણે વેઢમી તૈયાર કરવી.
--------------------------------------------------------------                                                           
[(1) - 7] ખજૂરની વેઢમી -

સામગ્રી -
250 ગ્રામ બીજ કાઢેલી ખજૂર
2 ટે. સ્પૂન ઘી
રીત -
ખજૂરના બી કાઢી નાના ટુકડા કરવા. થોડું દુધ ઊમેરી મસળવા. પછી ગેસ ઊપર મૂકીને હલાવવું. ખાંડ તેમાં ઓછી જોઇએ માટે જરૂર મુજબ નાખવી. એલચી પાઊડર ઊમેરવો. ઘટ્ટ થાય એટલે ઘી નાખી બરાબર હલાવવું. થાળીમાં ઠારવું. બાકીની રીત ઊપર મુજબ તૈયાર કરવી.
----------------------------------------------------------------                                                            
[(1) - 8] માવાની પુરણપોળી/ માવાની વેઢમી

સામગ્રી -
250 ગ્રામ માવો
1 ટે. સ્પૂન બદામ, પીસ્તા, ચારોળી, સુકા ટોપરાનો ખમણ
(કુલ 4 ટે. સ્પૂન)
1/4 પા ટી. સ્પૂન એલચી પાઊડર
100 ગ્રામ બુરૂ ખાંડ (જરૂર લાગે તો વધુ નાખી શકાય)
રીત -
માવો છીણીને થોડો સેકો. ઠંડો પડે પછી મીક્ષ કરો. ઊપર મુજબ નાની નાની વેઢમી કરો.
--------------------------------------------------------------------                          
પરોઠા

[(1) - 9] મીન્ટ (ફુદીના) પરોઠા -

સામગ્રી-
2 કપ ઘઊનો લોટ અથવા મેંદો
1 કપ જીણો સુધારેલો ફુદીનો
1/2 અર્ધો ટી. સ્પૂન જીરૂ
2 ટે. સ્પૂન તેલ
પ્રમાણસર મીઠું
રીત-
ફુદીનાને ચૂંટીને જીણો સુધારી પાણીથી ધોઇ ચારણીમા નિતારવો. કોરો પાડવો. ઘઊના લોટમા તેલ, જીરૂ, મીઠું નાંખી મીકસ કરી ફુદીનો નાંખી પરોઠાનો લોટ બાંધો. ત્રિકોણ પરોઠા વણી તેલ અથવા ઘીથી શેકવા. ગરમ ગરમ પીરસવા. સુંગંધ સારી આવે છે. ( શરદી કે કફની તકલીફ વાળા કે શ્વાસની તકલીફવાળા માટે આ પરોઠા ગુણકારી છે. )
-------------------------------------------------------------                                                
[(1) - 10 ]કોથમીરના પરોઠા- ઊપર મુજબ કોથમીર ( ફુદીનાને બદલે ) વાપરી બનાવવા.

[(1) - 11 ]મેથીના પરોઠા- ઊપર મુજબ ફુદીનાને બદલે મેથી નાંખી બનાવવા.

[(1) - 12 ]કેબેજ પરોઠા-

સામગ્રી -
250 ગ્રામ કોબીજ ચીલી કટરમા ક્રશ કરેલી
પ્રમાણસર મીઠું, મરચું, ધાણાજીરૂ
ચપટી હળદર
ચપટી ગરમ મસાલો
થોડી સુધારેલી કોથમીર
2 કપ ઘઊનો લોટ
રીત-
( જમવા બેસતા પહેલા જ કોબીજ ક્રશ કરવી નહિતર ક્રશ કરેલી રાખી મૂકવાથી પાણી છૂટે છે.)
પ્રથમ ઘઉંના લોટમા મીઠું નાંખી પાણીથી લોટ બાંધી 10 લૂઆ પાડવા. કોબીજ ની અંદર મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો અને કોથમીર નાંખી હલાવીને પૂરણ તૈયાર કરવું. નાનું પરોઠુ વણી થોડુંક પૂરણ ભરવું. ફરી બંધ કરી પરોઠુ વણી લોઢી પર સાંતળવું. ધીમા તાપે શેકવું. ઘી કે તેલનો શેકવા માટે ઊપયોગ કરી શકાય.
ગરમ પીરસવા અને છૂટા થાળીમા મૂકવા.
-------------------------------------------------------    
 
[(1) - 13] દૂધીના પરોઠા -
 ઊપર મુજબ કોબીજ ના બદલે છીણેલી દૂધી લેવી.
--------------------------------------------------------
                                                 
1) - 14] બનાના સ્ટફ પરોઠા -

રીત-
250 ગ્રામ ખાસડિયા, કાચા કેળા, બાફીને તેનો માવો કરી મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, લીલા મરચાં, કોથમીર, લીંબુ, ખાંડને પ્રમાણસર નાંખી મીકસ કરી પરોઠાના લૂઆમા પૂરણ ભરી પરોઠા બનાવવા.
----------------------------------------------------------                                
(1) - 15] કાકડી-પનીરના પરોઠા -

 સામગ્રી -
150 ગ્રામ કાકડી
100 ગ્રામ પનીર
રીત-
બંન્ને વસ્તુ છીણીને તેમા મીઠું, મરી, લીલાં મરચાં, કોથમીર નાંખી પૂરણ તૈયાર કરી ઊપર મૂજબ પરોઠા બનાવવા.
-------------------------------------------------------                                                                
[(1) - 16] મકાઇની ચાનકી- 6 વ્યકિત માટે

સામગ્રી-
3 કપ મકાઇનો લોટ
1 કપ ઘઊનોં લોટ અથવા મેંદો
250 ગ્રામ દૂધી
1 ટી. સ્પૂન વાટેલા લીલા મરચાં
1/2 ટી. સ્પૂન હળદર
2 ટે. સ્પૂન ગોળ
1 ટી. સ્પૂન અજમો
પ્રમાણસર તેલ
પ્રમાણસર દહિ
પ્રમાણસર મીઠું
ચપટી ગરમ મસાલો
રીત-
બંન્ને લોટ ચાળી લેવા. દૂધી છીણી લેવી. પછી લોટમા બધોજ મસાલો અને દૂધી નાંખી પરોઠાનો લોટ બાંધવો. લૂઆ પાડી સહેજ જાડા વણવા. મધ્યમ તાપે પરોઠો શેકવા.
ગરમ ગરમ સારા લાગે છે. બાળકો, વૃદ્ધો અને ગરમીની બીમારી વાળા માટે લાભદાયક છે.
---------------------------------------------------------                                                           
[(1) - 17] ઘઊ બાજરીના થેપલા-

સામગ્રી-
૩ કપ બાજરીનો લોટ
1 કપ ઘઊનો લોટ
પ્રમાણસર તેલનું મોણ
પ્રમાણસર દહિ ગરમ કરેલું
મીઠું
લાલ મરચું
હળદર
રીત-
પ્રથમ લોટ ચાળી તેમાં મીઠું, મરચું, હળદર ભેળવીને તેલનું મોણ નાંખીને ગરમ કરેલા દહિથી લોટ બાંધો. લૂઆ પાડી પરોઠા જેવા વણી શેકો.
-------------------------------------------------------------                                                              

રોટલા

[(1) - 18]  બાજરીના રોટલા-

સામગ્રી-
૩ કપ બાજરીનો લોટ
પ્રમાણસર મીઠું
પ્રમાણસર પાણી
રીત-
શકય હોય તો રોટલા બનાવવા માટે માટીની લોઢી વાપરવી. પ્રથમ બાજરીના લોટમા મીઠું નાંખી પાણીથી લોટ બાંધી મોટા ઓરસીયા ઊપર હાથથી સાચવીને થેપવા. સાચવીને લોઢી કે માટીની તવી પર રોટલો નાખવો. ચોંટે તો પહેલા તવી પર સહેજ પાણીવાળું કપડું ફેરવવું. મધ્યમ તાપ રાખવો. તાવેથાથી પલટાવવો.
પછી ગેસ પર ફૂલાવવો. માટીની લોઢી હોય તો પણ કપડાથી ધીમે ધીમે ફેરવવો. તો લોઢીમા જ ફૂલશે.
-----------------------------------------------------------------
[(1) - 19] મકાઇના રોટલા- ઊપર પ્રમાણે બનાવવા.
પરંતુ લોટને ખૂબ જ મસળવો.
----------------------------------------------------------------
[(1) - 20] કણકીના લોટના રોટલા- ઊપર પ્રમાણે બનાવવા.
----------------------------------------------------------------
[(1) - 21] મઠના લોટના રોટલા - ઊપર પ્રમાણે બનાવવા.
----------------------------------------------------------------
[(1) - 22] જુવારના લોટના રોટલા- ઊપર પ્રમાણે બનાવવા.
-----------------------------------------------------------------
[(1) - 23] ઘઉંના લોટના રોટલા- ઘઉંના લોટમા સાધારણ મોણ નાંખવું. બાકી ઊપર પ્રમાણે બનાવવા.
----------------------------------------------------------------                                                        

નાન વિભાગ

[(1) - 24]  સાદી નાન-

સામગ્રી-
4 કપ મેંદો
3/2 ટી. સ્પૂન બેકિંગ પાઊડર
1/4 કપ દૂધ
2 ટે. સ્પૂન દહિ
1 ટી. સ્પૂન ખાંડ
2 ટી. સ્પૂન ગરમ ઘી તથા બીજું થોડું ઘી
પ્રમાણસર મીઠું
2 ચમચી તેલ
રીત-
બેકિંગ પાઊડર, મીઠું અને લોટ 3 વાર ચાળવા. દૂધમા ખાંડ ઓગાળી ઘી નાંખી લોટમા ભેળવવો. દહિ નાંખી લોટ મસળવો. કણેક સૂવાળી થાય એટલે તેલવાળો હાથ કરી ઊપર ભીનો નેપકીન ઢાંકી 4 થી 5 કલાક ફીટ મોટા વાસણમા મૂકી રાખવી. કણેક ફૂલશે. એટલા માટે વાસણ મોટું લેવું. પછી ખૂબ મસળીને લિંબુ જેટલા લૂઆ કરવા. 15 થી 20 મિનિટ ઢાંકી રાખવા. વેલણ ઊપર ઘી લગાવી ત્રિકોણ વણવી. અથવા હાથથી થેપીને લાંબી ગોળાકાર વણવી કે થેપવી. જે બાજુ નાન લોઢી પર મૂકવાની હોય તે બાજુ પાણી લગાવી મૂકવી. ધીમા તાપે નાન ફૂલશે. એટલે લોઢીથી છૂટી પડશે. બીજી બાજુ શેકવી ઊપર ઘી લગાડી, ગરમ ગરમ પીરસો.
-------------------------------------------------------------             
[ (1) - 25] તંદુરી નાન-

ઊપર પ્રમાણે બનાવવી. હાથ ઊપર કોણી સુધી કપડું બાંધવું. એલ્યુમિનિયમનું કૂકર (તન્દુર) ગરમ મૂકવું. ગરમ થાય ત્યારે નળાકાર ભાગ પર પાણીવાળો હાથ ફેરવી સાચવીને ચિટકાડી દેવી. હાથ સાચવવો. નાન સેકાતા અંદર નીચે પડશે. એક સાથે થઇ શકે. તાંદુરની અવેજમા કૂકર લેવું.
--------------------------------------------------------------                                                 
[(1) - 26] કૂલચા-

સામગ્રી-
4 કપ મેંદો
3/2 ટી. સ્પૂન બેકગ પાઊડર
પ્રમાણસર દહિ
1 ટી. સ્પૂન ખાંડ
2 ટે. સ્પૂન ઘી
1 ટે. સ્પૂન તેલ
પ્રમાણસર મીઠું
ભભરાવવા માટેનો મસાલો ચપટી શાહ જીરૂ
થોડા કોથમીરના પાન બારીક સુધારેલાં 1 ટી. સ્પૂન
રીત-
લોટ, મીઠું અને બેકગ પાઊડર ૩ વાર ચાળી લેવા. ઘીનું મોણ નાંખવું. દહિમા ખાંડ ઓગાળી તેનાથી લોટ બાંધવો. ( પૂરી જેવો )તેની ઊપર ભીનો નેપકીન વિટાળી 4 થી 5 કલાક ફીટ બંધ મોટા ડબ્બામા કણેક મૂકવી. પછી ઘી લગાવી ખૂબ મસળી રોટલી જેવો નરમ લોટ કરવો. જરૂર પડે તો થોડું દહિ લઇ શકાય છે. તેલથી લોટ મસળવો. પછી ચીકુ જેટલી સાઇઝના લૂઆ પાડી એકદમ પાતળી મોટી રોટલી વણવી. મોટી થાળી ઉંઘી કરી મેંદાના લોટનું અટામણ લઇને તૂટેલી માટલીના નીચેના ભાગની લોટી બનાવવા ઊપયોગમા લેવી. તેને ગેસ પર ગરમ મધ્યમ તાપે કરવી. તે ગરમ થાય ત્યારે હાથ પર કપડું વિટાળી સાચવીને રોટલી નાંખવી. નાંખતા પહેલા મસાલો ભભરાવવો. તે ભાગ ઊપર રાખવો અને સાદોભાગ લોઢી પર રોટલીની જેમ બે બાજુ થાય પછી મસાલો ન હોય તે બાજુ કપડાથી સાચવીને શેકવી. ગરમ ખાખરા જેવી કરવી. મોટી પ્લેટમા સવૅ કરવી.
----------------------------------------------------------------                            
[(1) - 27] મકાઇની પૂરી-

સામગ્રી-
1 કપ મકાઇના વાટેલા દાણા
2 ટે.સ્પૂન ચોખાનો લોટ
1 કપ ઘઊનો લોટ
1 ટે. સ્પૂન ખાંડ
4 વાટેલા લીલા મરચાં
1/2 અર્ધો ચમચી સાઇટ્રીક એસિડ
પ્રમાણસર મીઠુ
પ્રમાણસર લાલ મરચું
કોથમીર
હળદર અને તેલ
રીત-
ઘઉં અને ચોખાનો લોટ મીક્ષ કરી, ઊપર પ્રમાણે બધી સામગ્રી નાખવી. વાટેલી મકાઇ નાંખી તેલનું સરખું મોણ નાખી લોટ બાંધવો. નાની પુરી વણી તળવી. દહિ સાથે સવૅ કરવી. જો નાસ્તા માટે કરવી હોય તો પાતળી પુરી વણી નખીયા હાથથી પાડી ધીમા તાપે બદામી રંગની તળવી. કદાચ અટામણની જરૂર પડે તો ચોખાનો લોટ લઇ શકાય.
--------------------------------------------------------------                                               
[(1) - 28] કોથમીરની પુરી -

સામગ્રી -
3 કપ મેંદો
મીઠુ પ્રમાણસર
જીરૂ, તલ
કોથમીર અને લીલા મરચાંની 1 ઝૂડીની ચટણી બનાવવી.
રીત -
મેંદામાં મીઠુ, જીરૂ અને તેલનું મોણ નાંખી ચટણીથી લોટ બાંધી પુરીના લુવા પાડી નાની પુરી વણવી. તળવી. આ પુરી રસાવાળા શાક સાથે સારી લાગે.
---------------------------------------------------------------                                            
[(1) - 29] ભટુરા -

સામગ્રી -
450 ગ્રામ મેંદો
2 થી ૩ ટે. સ્પૂન દહિ
૩/2 ટી. સ્પૂન બેકિંગ પાઊડર
પ્રમાણસર મીઠુ
તળવા માટે ઘી
રીત -
મેંદો, મીઠુ અને બેકિંગ  પાઊડરને ૩ વાર ચાળવા. પછીથી દહિથી લોટ બાંધવો. રોટલી કરતા જરાક નરમ લોટ બાંધવો. લોટને ઘી વાળો હાથ ફેરવવો. વાસણને પણ ઘી વાળો હાથ અંદરથી ફેરવવો. વાસણ મોટું લેવું. ગરમ જગ્યામાં 2 થી ૩ કલાક વાસણ ઢાંકીને મુકી રાખવુ. કણેકમાં આથો આવશે. પછી મેંદા નું અટામણ લઇને લોટ મસોળવો. કણેક માંથી લીંબુ જેટલા લુવા પાડી એક થાળીમાં ઘી લગાડી બધા લુવાને થાળીમાં છુટા છુટા ગોઠવવા. ઊપર બીજી થાળી ઢાંકવી. લુવામાં ૩" ડાયામીટરની અને 1" જાડી પુરી વણી ગરમ ઘીમાં તળવી. છોલે કે રાજમા સાથે પીરસવી.
---------------------------------------------------------------------                                             
[(1) - 30] પાઉં - બ્રેડ

સામગ્રી -
૩ કપ મેંદો
૩ કપ ઘઉંનો લોટ
૩ ટી. સ્પૂન મીઠુ
૩/2 થી 2 કપ ગરમ પાણી
2 ટી. સ્પૂન ખાંડ
1 ટે. સ્પૂન ઘી
1 ટે. સ્પૂન દહિ
3 ટી. સ્પૂન બેકિંગ  પાઊડર
નોંધ - નાની એલ્યુમીનીયમની વાડકીમાં થોડી રેસીપી 2 થી ૩ વાર બનાવો. પાઊડરનું પ્રમાણ આથા માટે વધારવું પડે તે જુઓ.
વાડકીમાં બ્રેડ બરાબર બને પછી જ મોટી કે દાબેલી બ્રેડ બનાવો. બજાર કરતા થોડીક ઓછી જાડી પડશે. પણ સ્વાદમાં જરા પણ ફરક નહી પડે.

રીત -
લોટ ચાળી લેવો. ગરમ પાણીમાં ખાંડ ઓગાળવી. ખાંડ ઓગળે એટલે દહિ, ઘી,  બેકિંગ પાઊડર નાખી હલાવવું. લોટમાં આ મીશ્રણ નાખી રોટલી કરતા પણ નરમ ઢીલી કણેક રાખવી. 5 થી 10 મિનિટ કણેક કેળવવી. વાડકામાં કે તપેલીમાં જરા તેલ લગાડી કણેક મુકી ઊપર તેલનો થતા પાણીનો હાથ લગાડી ફીટ ઢાંકણ ઢાંકી તડકામાં અથવા ગરમ જગ્યામાં મુકવી. 2 થી ૩ કલાક આ કણેક સખત તડકામાં મુકવી. ફુલીને ડબલ થઇ જશે. પછી તેને બહાર કાઢી મીઠુ નાખી લોટનું અટામણ લઇ ફરી મસળવી. આ કણેકના ૩ લુવા કરી હાથથી બ્રેડ જેવો આકાર આપવો. સાધારણ ગરમ કરેલા અને ગ્રીસ કરેલા પાંઊ બનાવવાના ડબ્બામાં મુકવા. ડબ્બો અડધો ભરાય તે રીતે મુકવા. બ્રેડના ઊપરના ભાગમાં ગરમ કરેલા ઘી - દૂધ મીશ્રણથી બ્રસિન્ગ કરવું. (બ્રશ અથવા રૂ થી લગાડવું.) ડબ્બાનું ઢાંકણ ઢાંકી 20 થી ૩૦ મિનિટ ગરમ જગ્યામાં રાખવું. 4૦૦ ફે. ઓવનના ઊપરના ખાનામાં પાઉં બેક કરવા. બેક થાય તે દરમ્યાન 1-2 વખત ઘી - દૂધનું બ્રસિન્ગ કરવું. 10 મિનિટ બેક થયાં પછી ઓવન 375 ફે. કરી પાઉં 20 થી ૩૦ મિનિટ બેક કરવી.
(ગોળ પાઉં બનાવવા ગોળ એલ્યુમીનીયમના નાના ડબ્બાનો ઊપયોગ કરવો. બજારમાં બ્રેડ બનાવવાના ડબ્બા મળે છે.)
---------------------------------------------------------------                                               
[(1) - 31] બ્રેડ સ્ટિફસ -

ઊપર પ્રમાણે તૈયાર કરેલી પાઉંની કણેકને આથો આવી જાય ફુલી જાય તેને મસળી મેંદા ના લોટનું અટામણ લઇ નાના લુવા પાડી દરેક લુવાની આદણી પર લાંબી સ્ટીક (લાકડી) વણવી.  ગ્રીઝ કરેલા બેકિંગ સીટ ઊપર સ્ટિફસ ગોઠવી. દૂધ - ઘી ના મીશ્રણનું બ્રસિન્ગ કરવુ. ઢાંકણ ઢાંકી 20 મિનિટ રાખવુ. 4૦૦ ફે. ઓવનના ઊપરના ખાનામાં ૧૫ મિનિટ બેક કરવી.
---------------------------------------------------------------                                    
[(1) - 32] ફ્રેન્ચ લોફુ -

ઊપરની રેસીપી પ્રમાણે તૈયાર કરેલી, આથો આવેલી કણેક માંથી લગભગ કાંડા જેટલી જાડી સ્ટીક બનાવવી. ગ્રીઝ કરેલી બેકિંગ સીટ ઊપર ૬" ઇંચના અંતરે ગોઠવવી. ઊપર છરીથી ત્રાંસા કાપા કરવા. દૂધ - ઘીના મીશ્રણનું બ્રસિન્ગ કરવુ. ઢાંકણ ઢાંકી ૨૦ મિનિટ રાખવુ. પાઉંની માફક ૩૦ મિનિટ બેક કરવુ.
----------------------------------------------------------------                                          
[(1) - 33] સ્કોન્સ -

સામગ્રી -
2 કપ મેંદો
2 ટી સ્પૂન બેકિંગ પાઊડર
1/2 ટી સ્પૂન મીઠુ
2 ટે. સ્પૂન ઘી
દૂધ 1/2 કપ + 2 ટે સ્પૂન આશરે
રીત-
1 વાડકામાં, મેંદો, મીઠુ તથા બેકગ પાઊડર ચાળી લેવા. તેને ભેગા કરી ઘીનું મોણ નાખી દૂધથી કણેક બાંધવી. મેંદાના લોટનું અટામણ ભભરાવી કણેકને થોડી વાર મસળી સુવાળી બનાવવી. કણેકનો 1/3" જાડો રોટલો વણવો. ૩/2" ડાયામીટરના બીસ્કીટ કટર અથવા ગોળ ઢાંકણીથી રાઊન્ડ પાડવા. ગ્રીઝ કરેલા બેકિંગ સીટ ઊપર છુટા છુટા ગોઠવવા. 1 ટે. સ્પૂન દૂધમાં 1 ટે. સ્પૂન ઘી ભેળવી તેનાથી સ્કોન ઊપર બ્રસિન્ગ કરવું.
4૦૦ ફ. ઓવનના ઊપરના ખાનામાં 2૦ થી 25 મિનિટ બેક કરવું.

_________________________________________________________
Jainism - Approach to Life (Listen Audio)
Navkar Mantra By Lata Mangeshkar
Jainism Movie clips
Jain Songs
Prachin Jain Stavan
Stuti & Navkarmantra
Aarti
Sajjaay
Pratikraman
Bhavana Songs
Jain Newsletter
Weekly Tirth Places
Shri Ajimganj Tirth
Shri Hastagiri Tirtha
Updated Section
Paryushan Menu
Jain Tirth Places
Jain Stavan
Jainism FAQs
Jain Symbols
Jai Jenendra
Blessings | Jain Pathsala | Jain Gyanbhandar | Jivdaya | New Born Baby Names | Library | Panjrapol | Jain Special | Courseware | Jain Symbols | Jain Religious all Sutro | Books Reviews | Weather | Art and Photo Gallery | Jainism Sect | Jain Tirth Places + | Jain Recipes | Jainism in Gujarati | Jain Songs Stavans arti | Childrens Zone | Advertisements | Useful Jain Sites
 
evening dresses