Jain Recipes for Rice, Pulav etc in Gujarati Please press ctrl + on your keyboard for bigger fonts
ભાત - પુલાવ - ફ્રાઇડ રાઇસ વિભાગ
[(3) - 1] સાદાભાત - 4 વ્યકિત માટે
સામગ્રી - 2 કપ ચોખા 4 કપ પાણી પ્રમાણસર મીઠું 1 ટી. સ્પૂન ઘી રીત- ચોખાને ધોઇ એક કલાક પલાળો. પછી તપેલીમા પાણી ગરમ મૂકો. ઊકળે એટલે પલાળેલા ચોખા અંદર નાખી દો. ચઢે એટલે તેને ઓસાવો. ઓસાવ્યા બાદ એક ચમચી ઘી નાંખી હલાવો. સુંગધદાર ભાત તૈયાર થશે. ( બાસમતી - કમોદ - જીરાસર ચોખા ચાલે. ) ------------------------------------------------------ [(3) - 2] વધારેલા સાદા ભાત -
ઊપર મુજબ બનાવેલા સાદા ભાતની અંદર મરચું અને હળદર નાંખો. તાવડીમાં ૧ ટે. સ્પૂન ઘી મૂકી રાઇનો વધાર કરો. તેમાં હિંગ નાંખી ભાત ઊમેરો. બરાબર હલાવો. છેલ્લે કોથમીર ખપે ત્યારે નાંખી શકાય. -------------------------------------------------------- [(3) - 3] વધારેલા ખાટા ભાત -
ઊપર મુજબ બનાવેલા ભાતમા એક કપ સાધારણ ખાટું દહિ અને એક ટામેટું જીણું સુધારીને નાંખવું. વધારેલા ભાત પ્રમાણે વધારવાથી ખાટાં ભાત તૈયાર થશે. ----------------------------------------------------------- [(3) - 4] જીરા રાઇસ -
સામગ્રી - 2 બે કપ બાસમતી ચોખા 1ટી. સ્પૂન જીરૂ 1ટી. સ્પૂન મરી પાઊડર 1ટે. સ્પૂન ધાણાજીરૂ 6 નંગ તમાલપત્ર 3ટે. સ્પૂન ઘી રીત- સાદા ભાત [(3) - 1] પ્રમાણે ભાત તૈયાર કરી ઘી મૂકી જીરૂ નાખી ભાત વધારવો. બધોજ મસાલો નાંખી હળવા હાથે ભાત હલાવો. ઊપર જીણી સુધારેલી કોથમીર ખપે ત્યારે નાંખવી. -------------------------------------------------------------- [(3) - 5] કેબેજ રાઇસ -
સામગ્રી - સાદા ભાત [(3) - 1]( પ્રમાણે ) 5૦૦ ગ્રામ કોબીજ ( પાન છૂટા પાડી ચીલીકટરમા ઝીણી કરવી. ) 15 નંગ લીલા મરચાં (ચીલીકટરમા બારીક કરેલો ) 1 ટી. સ્પૂન ગરમ મસાલો 1 એક ઝુડી સમારેલી કોથમીર પ્રમાણસર મીઠું વધાર માટે- 4 ટે. સ્પૂન ઘી 4 નંગ લવીંગ 4 નાના ટુકડા તજ 1 ટી. સ્પૂન જીરૂ 6 નંગ તમાલપત્ર રીત- પ્રથમ ઘી ગરમ મૂકી જીરાનો વધાર કરો. વધારનો મસાલો નાંખી કોબીજ ઊમેરો. બરાબર સાંતળો.પછી તેમા ભાત ઊમેરી હલાવી, ઊપરથી કોથમીર ખપે ત્યારે ભભરાવો. ---------------------------------------------------- * ઊપર મુજબ કોબીજની જગ્યાએ ચીલીકટરમા અધ કચરા ક્રશ કરેલા
[(3) - 6] લીલાં વટાણા,
[(3) - 7] તુવેર દાણા,
[(3) - 8] બાફેલા મકાઇના દાણા નો ઊપયોગ કરી પુલાવ થઇ શકે છે.
[(3) - 9] પનીરનો પુલાવ કરવા માટે પનીરના નાના ટુકડા કરી ઘીમાં સાંતળી લઇ શકાય છે.
[(3) - 10] છોલે પુલાવ માટે કાબુલી ચણાને બાફીને ઊપરની રીત પ્રમાણે પુલાવ કરવો.
[(3) - 11] ત્રિરંગી પુલાવ માટે ટામેટાના ટુકડા, પીળા કોળુના નાના પીસ ઝીણા સમારેલા, કેપ્સીકમના ટુકડા સમારી ઘીમાં ગોલ્ડન ફ્રાય કરવા. ત્યાર બાદ ભાત ઊમેરવો.જેથી ત્રિરંગી પુલાવ તૈયાર થશે.
[(3) - 12] બાફેલી મેક્રોની - સ્પેગેટી નાંખી તેની સાથે ઊપરમાંથી ગમતા શાક - પનીર વગેરે લઇ શકાય. ----------------------------------------------------------------- [(3) - 13] માવા બોલ્સ પુલાવ -
સામગ્રી - 125 ગ્રામ માવો 25 ગ્રામ મેંદો 25 ગ્રામ રવો ચપટી સોડા તળવા માટે ઘી વઘાર માટે -મીઠુ પ્રમાણસર મરીનો ભૂકો પ્રમાણસર 1/2 અર્ધો ટી. સ્પૂન એલચી દાણા 1 મોટી ચમચી જાયફળનો ભૂકો રીત - [(3) - 1]પ્રમાણે સાદા ભાત બનાવી લેવા. હવે, કોફતા માટે ઊપરની બધી ચીજો ભેગી કરી, થોડું પાણી રેડી નરમ કણેક બનાવવી. આ કણેકમાંથી નાના નાના બોલ્સ બનાવવા. આ બોલ્સ ઘી માં ગુલાબી રંગના તળવા. (ગુલાબજાંબુ જેવા)અને તેને સાદા પુલાવમાં નાંખવા. તેને સ્નેકસ તરીકે પણ પીરસી શકાય. ---------------------------------------------------------------------- [(3) - 14] કોપરાના દૂધનો પુલાવ -
સામગ્રી - 1-1/2 દોઢ કપ દહેરાદૂન ચોખા 1 નાળિયેરનું દૂધ ૩ નંગ બારીક સુધારેલા ટામેટા ૩ ટે. સ્પૂન કોપરાનું ખમણ પ્રમાણસર મીઠુ વઘાર માટે -૩ ટી. સ્પૂન અડદ દાળ ૩ ટી. સ્પૂન મગની મોગર દાળ 6 નંગ સુકા લાલ - આખા મરચાં 4 ડાખળી મીઠો લીમડો 1 ટી. સ્પૂન હળદર ૩ ટે. સ્પૂન સિંગદાણા છોલેલા ૩ ટે. સ્પૂન કાજુ રીત - ચોખા ધોઇને કોરા કરવા. તપેલીમાં ઘી ગરમ મૂકી બન્ને દાળો વઘારવી. સહેજ ગુલાબી થાય એટલે આખા મરચાં તથા લીમડાના પાન નાખી ચોખા વઘારવા. સાચવીને હલાવવા 2 મિનિટ સુધી. હવે તેમાં નાળિયેરનું દૂધ રેડી ઢાંકણ ઢાંકી ચોખા ચડવા દેવા. સિંગદાણા, કાજુ તથા મીઠુ નાખવું. ઊપર ઢાંકણમાં પાણી રાખવું અને તાપ ધીમો રાખવો. ભાત ચઢી જવા આવે ત્યારે ટામેટા, કોપરાનું લીલું છીણ નાખી સાચવીને હલાવવું. પીરસતી વખતે પાપડનો ભૂકો ભભરાવી પીરસવું. ---------------------------------------------------------- [(3) - 15]ફ્રાઇડ રાઇસ (ચાઇનીઝ રાઇસ)
સામગ્રી - 1 કપ બાસમતી ચોખા 4 ટે. સ્પૂન તેલ 1/4 કપ ઘોલર મરચાંના ટુકડા - બાફેલા 1/4 કપ વટાણા - બાફેલા વઘાર માટે -૨ ટી. સ્પૂન મીઠુ 2 ટી. સ્પૂન સોયાસોસ જરૂર પૂરતું પાણી રીત - ચોખા ધોઇ કપડાં પર પહોળા કરવા. પેનમાં તેલ ગરમ મૂકી ચોખા સાંતળવા. સાચવીને હલાવવા, જેથી ચોખા આખા રહે. ૩ મિનિટ પછી મીઠુ તથા પાણી નાખી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ભાત ચડવા દેવો. ભાત ચડવા આવે ત્યારે શાક નાખવા. સોયાસોસ નાખી હલાવવું. ફરી ઢાંકણ ઢાંકી ભાત બરાબર ચડવા દેવો. ભાત સહેજ કડક અને છૂટો રાખવો. જરૂર પડે પાણી છાંટતા રહેવું. પીરસતી વખતે કોથમીર ખપે ત્યારે ભભરાવવી. _________________________________________________
|
|
|