Saturday, February 04, 2012    
 
Search  www jainuniversity.org
About us | Contact | Contribution | Sitemap | Home 
 
1. Blessings
2. Jainism - Simplified
3. New to Jainism?
4. Lord Mahavir
5. 24 Tirthankars
6. Jain Higher Knowledge
7. Courseware
8. Jain Religious all Sutro
9. Ashat Prakari Pooja.etc
10. Navkar Mantra
11. Astrology/Vastushastra
12. Ayruvedic Upchar
13. Jainism Sect
14. Jain Tithi, Panchang
15. Jain Tirth Places +
16. Daily Navkarsi time
17. Pachchakhan/Sutak
18. Jain Recipes
19. Jain Saints
20. Jain Festivals
21. FAQ
22. Greetings/Ecard
23. Yaksha and Yakshini
24. Jain Magazines
25. Childrens Zone
26. Useful Addresses
27. Useful Banners
28. Useful Jain Sites
Modern Knowledge Centre
Total Visitors
Please donate your knowledge
Print this page  Email this page  Back  
Jain Recipes for Dal, Kadhi, Curry etc. in Gujarati
Please press ctrl + on your keyboard for bigger fonts  

દાળ - કઢી - કરી વિભાગ

[(2) - 1] તુવેરની દાળ - ગુજરાતી 4 વ્યકિત માટે

સામગ્રી -
1 કપ તુવેરની દાળ
4 કપ પાણી
પ્રમાણસર મીઠું
3/4 પોણી ચમચી લાલ ખાંડલુ મરચું
1/4 પા ચમચી હળદર
1/4 પા ચમચી ગરમ મસાલો
6 નંગ લોનાવાલા કોકમ
થોડોક ગોળ
10 નંગ કાચા સિંગ દાણા

વઘાર માટે,
તેલ - 2 ટે. સ્પુન
રાઇ - 1/4 પા ચમચી
લવીંગ- 2 નંગ
હીંગ- ચપટી
સીઝન પ્રમાણે કોથમીર, મરચા, ટામેટા ઝીણા નાખી શકાય કાકડી અને ટિંડૉરાના ગોળ પીતા પણ નાખી શકાય.
રીત -
પ્રથમ દાળ ધોઇને એક કલાક પલાળો. પ્રેસર કુકરમાં ૩ સીટી વગાડો. ઠંડુ પડે પછી કુકર ખોલી દાળને ઝેરવી એક રસ કરી ગેસ પર ઊકાળવા મુકો. ઊપર મુજબનો મસાલો નાખી વઘાર કરો અને થોડી ઊકળે પછી કોથમીર, કાકડી , ટામેટા વગેરે જે હોય તે નાખો.
સ્વાદિષ્ટ દાળ તૈયાર થશે.
----------------------------------------------------------------                                  
[(2) - 2] ફોતરાવાળી મગની દાળ 4 વ્યકિત માટે

સામગ્રી -
1 કપ ફોતરાવાળી દાળ
4 કપ પાણી
મીઠું પ્રમાણસર
1/4 પા ચમચી લાલ મરચું
1/4 પા ચમચી હળદર
6 નંગ લોનાવાલા કોકમ
વઘાર માટે
તેલ / ઘી - 2 ટે. સ્પુન
લવીંગ - 1 નંગ
જીરૂ - લવીંગ ચમચી
લીલો મસાલો જો સીઝન હોય તો કોથમીર, મરચા, ટામેટા, લીંબુ
રીત -
દાળને એક કલાક પલાળી પ્રેસર કુકરમાં 2 સીટી વગાડી, બાફી કુકર ઠંડુ પડે પછી ખોલી, બધોજ મસાલો નાખો. ત્યાર બાદ વઘાર કરો. મસાલો ભળીને બરાબર ઊકળે ત્યારે લીલો મસાલો નાખો.
જમતી વખતે ઊપર લીંબુ  રસ લઇ શકાય.
-------------------------------------------------------                     
 [(2) - 3] પંચકુટી દાળ - ( મારવાડી દાળ ) 4 વ્યકિત માટે (બાટી કે જાડી રોટલી સાથે)

સામગ્રી -
1/2 અર્ધો કપ ચણાની દાળ
1/2 અર્ધો કપ તુવેર દાળ
1/2 અર્ધો કપ અડદ દાળ
1/2 અર્ધો કપ મગની મોગર દાળ
1/4 પા કપ મસુર દાળ
પ્રમાણસર મીઠું
5 પાંચ નંગ લીલા મરચા
2 બે નંગ સુધારેલા જીણા ટામેટા
કોથમીર - લીંબુ નો રસ
વઘાર માટે- 2 બે ટી. સ્પુન - લાલ મરચું
1/2 અર્ધો ચમચી - હળદર
2 ટી. સ્પુન - ઘી
2 બે ટુકડા - તજ
4 ચાર નંગ - લવીંગ
8 આઠ દાણા - મરી
2 બે ટે. સ્પુન - આખા ધાણા
1 એક ટી. સ્પુન - જીરૂ
રીત -
દરેક દાળ ધોઇ ઊકળતા પાણીમાં ઓરવી. દાળ ચઢી જાય ત્યારે મીઠું નાખવું. દાળ જાડી જ રાખવી . તપેલી માં ઘી ગરમ મુકી પીસેલો મસાલો, જીરૂ વગેરે નાખી સહેજ વાર રાખી સાંતળવો. જરૂર પડે સહેજ પાણી છાંટવુ. ઘી ઊપર આવે એટલે ટામેટા નાખી બે મીનીટ ધીમા તાપે રાખી દાળમાં મસાલો નાખી વઘારવી.
15 થી 20 મીનીટ ઢાંકીને ધીમા તાપે ઊકાળવી.
ઊપરની પાંચના બદલે બે કે ત્રણ દાળ પણ લઇ શકાય.
-------------------------------------------------------------

 [(2) - 4] કાળી દાળ - ( પંજાબી દાળ ) 6 વ્યકિત માટે

સામગ્રી -
1૦૦ ગ્રામ મસુર
1૦૦ ગ્રામ રાજમા
4 નંગ ટામેટા
2 ટે. સ્પુન ઘી
2 ટે. સ્પુન ગરમ મસાલો
2 ચમચી ક્રીમ
2 ટે. સ્પુન કોથમીર
પ્રમાણસર મીઠું
રીત -
મસુર અને રાજમાને પાણીમાં 6 થી 7 કલાક પલાળી રાખો. પછી કુકરમાં ૩ સીટી વગાડી બાફવા. ટામેટાને છીણી લેવા. એક વાસણમાં ઘી ગરમ મુકી તેમાં ટામેટાનું છીણ, ગરમ મસાલો અને મીઠુ નાખી સાતળવુ . પછી બાફેલા મસુર / રાજમા ઊમેરવા. હલાવીને એક રસ થાય પછી પીરસવુ.
ઊપરથી 2 ટે. સ્પુન ક્રીમ અને સમારેલી કોથમીર કાર્તકથી ફાગણ માસ સુધીમાં જ નાખી સજાવવું.                             

--------------------------------------------------------------                                              
[(2) - 5] ઓસામણ - 4 વ્યકિત માટે

તુવેરની દાળ, મગની મોગર દાળ, મઠની દાળનું ઓસામણ બનાવી શકાય.

સામગ્રી -
1 વાડકી દાળ
6 વાડકી પાણી
1 ટે. સ્પુન મરચું
1/4 પા ચમચી હળદર
1/2 અર્ધો ચમચી ધાણાજીરૂ
પ્રમાણસર મીઠુ
6 નંગ કોકમ
1 ટી. સ્પુન લીલુ કે સુકુ કે ખમણેલુ કોપરૂ
થોડોક ગોળ
વઘાર માટે -2 ટે. સ્પુન - ઘી
2 નંગ - લવીંગ
રાઇ અને જીરૂ
1 નંગ - તજ
ચપટી - હીંગ
સીઝન હોય તો કોથમીર
રીત -
દાળ ધોઇને 1 કલાક પલાળવી. ઊકળતા પાણીમાં ઓરીને ચઢવા દેવી. ચઢે એટલે તેનું પાણી બીજી તપેલીમાં કાઢી લેવું. વઘાર મુકી પાણી વધારી દેવું અને ઊપર પ્રમાણે મસાલો નાખવો. (બાકી વધેલી દાળને જુદી છુટી રાખવી) ખૂબ  ઊકળે પછી ગળચટુ ઓસામણ સારૂ લાગે
(ઓસામણ,  - છુટી દાળ, શાક, ભાખરી, ભાત, સાથે પીરસવા)

-----------------------------------------------------

  કઢી

[(2) - 6] સાદી કઢી -4 વ્યકિત માટે

સામગ્રી -
2 કપ સાધારણ ખાટું દહિ  ૨ રાત્રિ સુધીનું હોય તે જ ગરમ કરેલુ
૩ કપ - પાણી
૩ / 4 કપ - ચણાનો લોટ
ચપટી - સૂઠ
પ્રમાણસર મીઠુ
સ્વાદ અનુસાર ખાંડ
2 નંગ લીલા મરચા
વઘાર માટે - 1 ટે. સ્પુન ઘી
1/2 અર્ધો ટી. સ્પુન - રાઇ, જીરૂ
1 નંગ - તજ
2 નુંગ - લવીંગ
ચપટી હિંગ
1 ટે. સ્પુન સુધારેલી કોથમીર
રીત -
સો પ્રથમ  ગરમ કરીને પાણી ઊમેરી પછી ચણાનો લોટ નાખી ઝેરવવું. (એક સાથે દહિ અને ચણાનો લોટ ભેગો ન નાંખવા) બધું એક રસ થાય એટલે મસાલો નાખી વઘાર કરવો. ત્રણ ઊભરા થાય ત્યાં સુધી કઢી તૈયાર કરવી. છેલ્લે કોથમીર ખપે તો ભભરાવી.

[(2) - 7] પાપડની કઢી - પાપડ નંગ - 2 ઊમેરી શકાય.

[(2) - 8] સારેવડાની કઢી - સારેવડા નંગ - 4 ઊમેરી શકાય.

[(2) - 9]  વડી ની કઢી - વડીના 1/2 અર્ધો કપ ઊમેરી શકાય.

[(2) - 10] ભિંડાની કઢી - 2૦૦ ગ્રામ સમારેલા ભિંડા ઊમેરી શકાય.

[(2) - 11] મેથીની ભાજીની કઢી - ચુંટેલી ભાજી ઊમેરી શકાય.

[(2) - 12] તાંદળજાની ભાજીની કઢી - ચૂંટેલો તાંદળજો ઊમેરી
               શકાય.

નં - 7 થી નં - 12 સુધીની કઢી બનાવવા માટે [(2) - 6] પ્રમાણે કઢી તૈયાર કરવી. કઢી ઊકળે એટલે પાપડ, સારેવડા, કે સેકેલી વડી નાખવી.
તે ચઢી જાય પછી ઊતારી લેવી. આ રીતે ભિંડા, મેથી કે તાંદળજાનું શાક બનાવી પછી કઢીમાં નાખવું. આ રીતે દરેક કઢી બનાવી શકાય.
કઢી ખાટી વધુ સારી લાગે. જરૂર પ્રમાણે ખાંડ/ગોળ ઊમેરી શકાય.
-------------------------------------------------------- 

 [(2) - 13] રાજસ્થાની કઢી -
 
ઊપર પ્રમાણે ખાંડ/ગોળ વગરની કઢી તૈયાર કરવી. હવે, 1/2 અર્ધો કપ ચણાનો લોટ લઇ તેમાં મીઠુ, મરચું, હળદર,  હિંગ, અજમો નાખી સેવ પાડવા જેવું બેસન તૈયાર કરો. આ બેસનને સેવ પાડવાના સંચામાં ભરી ઊકળતી કઢીમાં સેવ પાડો. હવે તેને ઊકળવા દો.એકવાર ઊકળવાનું શરૂ થાય પછી ધીમા તાપે ચઢવા દો. સેવ ચઢે એટલે કઢી ગરમ ગરમ પીરસવી.
----------------------------------------------------------                                        
[(2) - 14] ડપકા કઢી -
 
ઊપર પ્રમાણે બેસન તૈયાર કરી સેવ પાડવાને બદલે હાથથી નાના નાના ડપકા મુકવા.
------------------------------------------------------------

[(2) - 15] પંજાબી ડપકા કઢી -
                                   
 
1 કપ વાટેલી મગની કે ચોરાની દાળ લેવી તેમાં મીઠુ, હિંગ , લીલા મરચા વાટેલા નાખી ફીણી ને ઊકળતી કઢી માં ડપકા મુકવા.
અથવા નાના નાના ભજીયા બનાવી ગરમ તેલમાં તળી ઊકળતી કઢીમાં નાખી દેવા. કઢીમાં એક બે ઊકાળા લાવવા અને તરત પીરસવું. પરંતુ ડપકા ચઢી જાય તેનું ખાસ ધ્યાન રાખવુ.

----------------------------------------------------------

કરી

[(2) - 16] પરવળની કઢી - 4 વ્યકિત માટે

સામગ્રી -
5૦૦ ગ્રામ કૂણા પરવળ
2 કપ ટે. સ્પૂન પનીર
2 ટે. સ્પૂન બારીક લીલાં મરચાં
૩ ટે. સ્પૂન ઘી
1/4 પા ટી. સ્પૂન મરી
1 ટે. સ્પૂન ખાંડ
2 કપ નાળિયેરનું દૂધ
પ્રમાણસર મીઠું

વાટવાનો મસાલો-
3 ટે. સ્પૂન નાળિયેરનું છીણ
15-15 નંગ બદામ - કાજુ
6 નંગ લીલા મરચાં
1 ઝુડી કોથમીર
1 ટે. સ્પૂન ચારોળી
1/4 પા સ્પૂન હળદર
1 ટે.સ્પૂન તજ-લવિંગ
એલચીનો ભૂકો
પ્રમાણસર મીઠું

નાળિયેરના દૂધની રીત -
1 શ્રીફળનું ખમણ કરી ને 1 કપ ગરમ પાણી નાંખી ઢાંકવું. 1 કલાક પછી ગરણી મૂકી ગાળવું. છીણ દાબી દાબીને કાઢવું. ( આ જ છીણ વાટવાના મસાલામાં ઊપયોગમા લેવું. ) નાળિયેરનું દૂધ ન વાપરવું હોય તો ૫૦૦ ગ્રામ મોળું દહિ લઇ શકાય.
રીત -
પરવળને ધોઇને છોલીને સંભારાયાની માફક ઊભા ચીરા કરવા. પનીરમા બાકીનો મસાલો મીકસ કરી ચીરેલા પરવળમા ભરવો. ( પનીર ઓછુ હોય તો લીલું કોપરૂ વધુ નાંખી શકાય. ) હવે પરવળને ચારણીમા વરાળ થી બાફવા. તાવડીમા ગરમ ઘી મૂકી વાટેલા લીલા મરચાની લૂગદી પાંચ મિનિટ સાંતળવી. પછી નાળિયેરનું દૂધ રેડવું. દૂધ ઊકળે એટલે પરવળ નાંખવા. 5 મિનિટ ઊકળવા દેવું. પછી ગરમ મસાલો નાંખી ગરમ ગરમ પીરસવું.                                                          

[(2) - 17], [(2) -18]  અને [(2) - 19] * પરવળની જગ્યાએ કૂણી દૂધી, તૂરીયા , કાકડી , ના 1" ટૂકડા કરી વાપરી શકાય.
* ગ્રેવી જરા પણ ઘટ્ટ ( જાડી ) લાગેતો થોડુ પાણી રેડી શકાય.
  ( મોળું દહિ  પણ વાપરી શકાય. )
---------------------------------------------------------                                                          
[(2) - 20]  મકાઇની કરી- 4 વ્યકિત માટે

સામગ્રી-
2 કપ મકાઇના બાફેલા દાણા
1 નાળિયેરનું દૂધ અથવા 5૦૦ ગ્રામ દહિ
મીઠું પ્રમાણસર
ખાંડ સ્વાદ અનુસાર
લીંબુનો રસ
વધાર માટે- 4 ટે. સ્પૂન ઘી
1/2 અર્ધો ટે.સ્પૂન જીરૂ
ગરમ મસાલાનો પાઊડર બનાવવા
૩ ટૂકડા તજ
8 નંગ એલચી
8 દાણા મરી
5 નંગ લવીંગ

વાટવાનો મસાલો
6 નંગ - લીલાં મરચાં
1 ગડી - કોથમીર
૩ ટે. સ્પૂન - કોપરાનું ખમણ
1 ટે. સ્પૂન - ધાણાજીરૂ
1/2 અર્ધો ટી. સ્પૂન - હળદર
25 નંગ - કાજુ

રીત -
તાવડીમા ઘી મૂકી જીરાનો વધાર કરો. તેમાં વાટેલો મસાલો અને ઊપરનો ગરમ મસાલો નાંખીને સાંતળવું. ઘી ઊપર આવે એટલે મકાઇના દાણા નાંખી 5 મિનિટ ધીમા તાપે રાખવું. પછી ધીમે ધીમે હલાવી મીઠું, ખાંડ , લીંબુનો રસ નાંખી 10 મિનિટ સુધી ધીમા તાપે ઊકાળવું. ગરમ ગરમ પીરસવું.

[(2) - 21] * મકાઇના બદલે લીલાં વટાણા બાફીને નાંખી શકાય.
Jainism - Approach to Life (Listen Audio)
Navkar Mantra By Lata Mangeshkar
Jainism Movie clips
Jain Songs
Prachin Jain Stavan
Stuti & Navkarmantra
Aarti
Sajjaay
Pratikraman
Bhavana Songs
Jain Newsletter
Weekly Tirth Places
Shri Ajimganj Tirth
Shri Hastagiri Tirtha
Updated Section
Paryushan Menu
Jain Tirth Places
Jain Stavan
Jainism FAQs
Jain Symbols
Jai Jenendra
Blessings | Jain Pathsala | Jain Gyanbhandar | Jivdaya | New Born Baby Names | Library | Panjrapol | Jain Special | Courseware | Jain Symbols | Jain Religious all Sutro | Books Reviews | Weather | Art and Photo Gallery | Jainism Sect | Jain Tirth Places + | Jain Recipes | Jainism in Gujarati | Jain Songs Stavans arti | Childrens Zone | Advertisements | Useful Jain Sites
 
evening dresses