JAIN RECIPE - VEGETARIAN IN GUJARATI General Precaution and Information during cooking of Jain Food
Please press ctrl + on your keyboard for bigger fonts
જૈન (રેસીપી) વાનગી
જૈન કોમની ઊજજવળતા અને તેજસ્વીતા જિન પૂજા - જીવદયા અને જયણાને આભારી છે.
અષ્ટ પ્રવચન
માતા એ સાધુની માતા છે તો જયણાએ શ્રાવકની માતા છે. " જયણા એટલે જીવરક્ષા માટેની કાળજી " જયણા એટલે નાના જીવો પ્રત્યે પણ પ્રેમ. આધુનિકતાની આંધળી દોટ અને અજ્ઞાનતા, બે પરિબળોના કારણે જીવદયા અને જયણાની આજે ઘણી ઊપેક્ષા કરવામાં આવે છે. જુના સમયમાં આપણા બાપ દાદાઓ, વડીલો આ જયણાની બાબતમાં ખૂબજ ચીવટવાળા હતા. પરંતુ વતૅમાન સમયમાં જયણાનું લક્ષ્ય ચુકાઇ ગયું છે. આ લક્ષ્યને ફરીથી જીવંત બનાવવા માટે નીચે દશૅવેલા જયણાના ઊપકરણો ઘરમાં હોવા ખૂબજ ઊપયોગી બને તેમ છે.
ઊપકરણ - ૧. ગળણું - પાણી ગાળવા માટેનું સુયોગ્ય જાડું ખાદીનું - જીણું કપડું, ગળણી વગેરે. ૨. સાવરણી - ઘરનો કાજો (કચરો) કાઢવા માટે મુલાયમ સ્પશૅવાળી સાવરણી. ૩. પૂંજંણી - ખાસ પ્રકારના સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ સ્પશૅવાળી નાની પછી. ૪. ચરવળો - સામાયિક - પ્રતિક્રમણ અદિ ધમૅક્રીયાઓમાં ઊઠતા - બેસતા પુંજવા - પ્રમાજૅવા માટે જરૂરી ઊપકરણ. ૫. ચરવળી - લાકડાની નાની દાંડી પર ચરવળા જેવી ઊનની દશીઓ લગાવેલું આ ઊપકરણ છે. કબાટ, માટલા વગેરે સાફ કરવા માટે જયણાનું સુંદર સાધન છે. ૬. મોરપછી - મોરના પછાને બાંધીને બનાવેલું ઊપકરણ. પુસ્તકો, ફોટા વગેરે પુંજવાનુ ઊત્તમ સાધન છે. ૭. ચારણા - અનાજ, લોટ, મસાલા વગેરે ચાળવાના અલગ અલગ ચારણા. ૮. ચંદરવો - રંધાતી રસોઇમાં ઊપરથી નાના સુક્ષ્મ જીવજંતુ ન પડે તે માટે રસોડામાં ઊપર બાંધવામાં આવતું કપડું. શાસ્ત્રમાં સાત ચંદરવાનું વિધાન આવે છે.
જયણાના અતિમહાન લાભો -
જીવનચર્યા કે દિનચચર્યામાં નાના - મોટા કોઇપણ જીવ મરી ન જાય, દુઃખી ન થાય તેવી કાળજી રાખવાથી સંપૂણૅ શરીર મજબુત, મન મજબુત, નીરોગી કાયા, સંપૂણૅ સ્વાસ્થ્ય, માંદગી અભાવે, દવા - ઔષધિ લેવી જ ન પડે, વ્રુધ્ધાવસ્થામાં નીરોગીતા, સુખમય - આનંદમય જીવન, સદ્ ગુણિ પરિવાર, ધમૅમય - નીતી નિયમમય સાત્વિક જીંદગી, શાંતિ - સંતોષ, પ્રસન્નતા સભર ઊજળું મન, સમાધિ, સદ્ગતિ અને સિદ્ધિગતિ પરંપરાએ પ્રાપ્ત થાય. જીવોત્પતિ થયાં પછી તે જીવોની રક્ષા ખૂબ મુશ્કેલ બને છે. તેથી, ઘરમાં જીવાતો ઊત્પન્ન જ ન થાય તેની કાળજી રાખવી ઊત્તમ છે.
રસોડામાં જઇને પ્રથમ શું કરશો ?
શ્રાવિકા સવારે સૌ પ્રથમ રસોડામાં પ્રવેશતાની સાથેજ ગેસને (ચુલાને) પુંજે. (પુંજવોજ પડે), પુંજવા માટે શણની કે ઊનની પુંજણીનો ઊપયોગ કરી શકાય. બનૅર, સગડી વગેરે પુંજયા પછીજ પ્રગટાવાય. (જો ફાવટ અને સાચવણી હોય તો રાત્રેજ બનૅર ખોલી છુટા પાડી જુદા કરીને મુકવામાં આવે તો ઘણીજ જીવરક્ષા થઇ શકે. પરંતુ તે માટે સંપૂણૅ ઊપયોગ રાખવો જરૂરી રહે છે.)
ગેસને પુંજતા બોલવામાં આવતો દુહો
દુહો - " શુદ્ધ ચૂલો સંધ્રૂક ( પ્રગટાવ્યાં )જીવની રક્ષા કરું, જીવ ચઢતું પેલે પારે, આવે છે અગ્નિની ઝાળ, નહિ બાળું નહિ કૂટૂં , વિનય કરીને હું છુટું, રાંધે તેને ધૂમાડો, જમે તે બધાને ભાર, સાધુ - સાધ્વીનો પગલાં થાય, તો તેનો મને લાભ ".
* મનમા દુહો બોલતાં બોલતાં ગેસને જયણાપૂવૅક પૂંજવો. ( દુહો યાદ કરવા એક કાગળ ઊપર લખી ઊપર પ્લાસ્ટિક મૂકી સેલોટેપ લગાવી ગેસની બાજુની દિવાલ પર લગાડી દેવાથી વધુમા વધુ ૩૦ દિવસમા યાદ રહી જાય. ત્યારબાદ પ્લેટફોમૅ પર સાવરણીથી કાજો ( કચરો ) લેવો. પછી આખું રસોડું વાળવું. આ થઇ શ્રાવિકાની સૌ પ્રથમ જયણા........ * ત્યારબાદ જે વાસણ વાપરવું હોય તેને ઊનની પૂજણી અથવા સૂંવાળા કપડાથી પૂંજવું, હળવે હાથે લૂછવું. પૂજયા વગર વાસણ ન વપરાય. તેની પૂજણી - કપડું જુદું જ રાખવું.
* શ્રાવકના ઘરમા કીધેલા સાત ચંદરવા પૈકી, ત્રણ રસોડામા (૧) ગેસની ઊપર (૨) પાણીયારા ઊપર (૩) જમવા બેસી તેની ઊપર હોવા જરૂરી છે. તેનું કારણ જીવન રક્ષા અને જીવરક્ષા છે.
* શાસ્ત્રકારોએ શ્રાવકના ઘરમાં જે સાત ગરણાં કીધા છે તે પ્રત્યેક જૈનના ઘરમાં - રસોડામાં હોવા જરૂરી છે.
(૧) કાચું પાણી ગાળવાનું ગરણું -
" એગંમિ ઊદગબિંદુમ્મિ , જે જીવા જિણવરેહિં પન્નતા , તે જઇ સરસવ ચિત્તા , જંબંબુદિ્વ્વે ન માયન્તિ "
અથૅઃ- જીનેશ્વર ભગવંતો કહે છે કે પાણીના એક બિંદુમાં રહેલા જીવો, જો સરસવ ( રાઇ ) જેવડું શરીર ધારણ કરે તો પણ તે જીવો આખા જંબુદ્વીપ માં ન સમાઇ શકે તેટલા બધાં હોય છે. માટે પાણી ગાળ્યા વગરનું કદી ન વપરાય. મિનરલ વોટર - બોટલ - પાઊચનું પાણી - કૂલરનું પાણી, - ફ્રીજનું પાણી - નળનું પાણી - નદી - તળાવ - કૂવા, - વાવના પાણી, ગાળ્યા વગરના ન વપરાય. પીવા કે ન્હાવા - ધોવા દરેક કામમા વપરાતું પાણી દરરોજ ગાળવું પડે. ઘરના, દુકાનમા, ઓફીસના કે આપણે બહારગામ જઇએ ત્યારે જે નળનો કે પાણીનો ઊપયોગ કરવાનો હોય તે નળ કે પાણીનો ગરણાથી ગાળીને કે કોથળી બાંધીનેજ ઊપયોગ કરાય. ઘર,એફીસના દરેક નળ પર બાંધેલી કોથળીઓ વારંવાર બદલતા રહેવું જોઇએ.
(૨) ઊકાળેલા પાણીનું ગરણું-
તેનું ગરણું અલગ જ હોય. કાચું પાણી જે ગરણાથી ગાળતા હોઇએ તે ગરણું સૂકાઇ જાય તેમ છતાં તેનાથી ઊકાળેલું પાણી ન ગાળવું. પાણી જે કોરી કથરોટ પર ઠારવામા આવે તેની ઊપર પણ જાળીવાળી પ્લેટ કે જાળીવાળું કપડું ઢાંકવું જોઇએ.
(૩) દુધ ગાળવાનું ગરણું-
કોઇ દિવસ ગાળ્યા વગરનું દૂધ ગરમ કરી શકાય નહિ. બોટલ, કોથરી કે ‘વાળા’ વાળાનું દૂધ હંમેશા ગાળીને વાપરવું જોઇએ. તેની ગળણી અલગ જ હોય. તેને ઊપયોગપૂવૅક સાફ કરવી. શ્રાવિકાઓએ આ કામ જાતે જ કરવું.
(૪) છાશ ગાળવાનું ગરણું-
દહીમાં પાણી નાંખી ઝેરવ્યા પછી તે છાશ રસોઇ માટે કે પીવા માટે વાપરવી હોય તે છાશ પ્રથમ ગરણી મુકી ગાળવી. ગાળ્યા વગરની છાશ વાપરવી નહી. તેની ગરણી અલગ રાખીને ઊપયોગપૂવૅક સાફ કરવી.
(૫) ઘી ગાળવાનું ગરણું -
ઘી નો ડબ્બો કે પાઊચ તોડયા પછી ઘીને પ્રથમ ગરમ કરવું ને ત્યારબાદ ઝીણું કપડુ ભીનું કરી નીચોવી નાખી ખંખેરી બીજા વાસણ કે ડબ્બા પર બાંધી ઘીને ગાળો. ત્યારબાદ ઘી ગાળેલા કપડાંને ઊપયોગપૂવૅક સાફ કરવું. ઘીને ગાળ્યા વગર વાપરવું જોઇએ નહી.
(૬) તેલને ગાળવાનું ગરણું -
તેલનો ડબ્બો - બોટલ - પાઊચ - કેરબો તોડીયે ત્યારે તેને જેમાં ભરવાનું હોય તેના પર ભીનું ઝીણું કપડુ મુકી ગાળવુ. ગળ્યા વગરનું તેલ વપરાય નહી. તેલ ગાળ્યા પછી ગરણાંને ઊપયોગપૂવૅક સાફ કરવું.
(૭) લોટ - અનાજ વગેરેરે ચાળવા માટેના ચારણા -
ચાળવા માટે નાના-મોટા કાણાંવાળા ચારણા - ચારણી વાપરો. તેને કપડાથી સાફ કરો. * વિવિધ ધાન માટે અલગ નાના-મોટા ચારણા-ચારણી વાપરો. * લોટ ચાળવા માટે ઝીણા કાણાંની ચારણી વાપરો. * ઘંટી પરથી લોટ આવે પછી તેને ચાળો. ચાળ્યા બાદ બે ઘડી પછીજ લોટ અચિત્ત થાય નહી તો તે સચિત્ત ગણાય. * લોટ તેના કાળ દરમ્યાન પુરો કરો. * ચારણી ઊપર રહેલા થુલાના લોટની યોગ્ય જયણા કરો.
સાચવવા જેવી કાળ મર્યાદા
જૈન ધમૅમાં દરેક ખાદ્ય વસ્તુના કાળનું ખૂબજ મહત્વ છે. દળાવેલા લોટ-મીઠાઇ - ફરસાણ - નાસ્તા - ખાખરા - સુકવણી વગેરે તેના કાળ પ્રમાણે વાપરી લેવા પડે. કારણકે તેનો કાળ પુરો થઇ ગયા પછીથી તેમાં જીવોત્પત્તિ શરૂ થઇ જાય છે. * દળેલી સૂઠ, પીપરામુળ (ગંઠોડા), દળેલી સાંકર વગેરે ચાળી દષ્ટિ ફેરવ્યા પછી વપરાય.
કાળની સમજ
* (શીયાળામાં) કારતક સુદ પુનમથી ફાગણ સુદ ચૌદશ સુધી સુખડી, લોટ વગેરેનો કાળ ૩૦ દિવસનો અને ઊકાળેલા પાણીનો કાળ ૪ પ્રહર (૧ પ્રહર = ૩ કલાક) જાણવો. * (ઊનાળામાં) ફાગણસુદ પૂનમથી અષાઢસુદ ચૌદશ સુધી સુખડી, લોટ નો કાળ ૨૦ દિવસનો અને ઊકાળેલા પાણીનો કાળ 5 પ્રહરનો જાણવો. * અષાઢસુદ પૂનમથી કારતકસુદ ચૌદશ સુધી સુખડી, લોટ નો કાળ ૧૫ દિવસનો અને ઊકાળેલા પાણીનો કાળ ૩ પ્રહરનો જાણવો. (બે કાળનું પાણી વાપરવું) * ચોમાસામાં આજની ફોડેલી બદામ આજેજ ખપે. કોપરાનો આખો ગોળો હોય તે વાપરી શકાય.
અભક્ષ્ય -
આદ્રૅ નક્ષત્ર પછી કેરી ન વપરાય. ટીનપેક રસ પણ અભક્ષ્ય છે. અજાણ્યા ફળ ન વપરાય. તુચ્છ ફળ = જેમાં ખાવાનું થોડું અને ફકવાનું વધારે હોય તેવી વસ્તુ જેવાકે ચણીબોર, જાંબુ, ફાલસા, નાનીકેસરી ગુંદી, કરમદા, પીલું વગેરે.
તિથિ -
બાર તિથિ અથવા પાંચ તિથિ, પર્યુષણા પવૅ, ચૈત્રી અને આષોમાસની શાશ્વતી આયંબિલની ઓળી, કારતકી - ફાગણી - અષાઢી અટ્ટાઇઓ, કાંધાની તિથિઓએ, બકરી ઇદ (મૌન અગ્યારસ વગેરે) લીલોતરી ન વપરાય. લીલોતરીમાં મરચાં, લીંબુ, કાચા - પાકાં કેળા દરેક ફળ, ટામેટા આવી જાય. તિથિએ આ બધું લીલોતરી હોવાથી ન વપરાય.
વિદળ-
વિદળ એટલે વિક્રુત દળ. કઠોળ કે તેની કોઇ પણ બનાવટ સાથે કાચા દુધ - દહિ- છાશ વાપરવાથી વિદળ બને. માટે દહિ આદી બરાબર ગરમ કરી ઊકાળીનેજ વપરાય. કાચા દુધ દહિ છાશ સાથે કઠોળ = ચણા, મગ, મઠ, રાજમાં, અડદ, તુવેર, ચોળા, વાલ, વટાણા, લાંગ, મેથી. ન વપરાય, કાચા દુધ દહિ છાશ સાથે શાક = લીલવા, ફણસી, ચોળી, તાંદળજો, મેથી, વાલોર, મસુરી, ગુવાર, તથા તેના પાંદડા અને ભાજી ન વપરાય. કાચા દુધ આદિ સાથે દરેક કઠોરના લોટ પણ ન વપરાય. વાટીને બનાવેલી ચટણી વગેરેને કાચા દુધ - દહિ - છાશ સાથે ભેગી થતાંજ (તત્કાળ) બેઇન્દ્રિય જીવોની ઊત્પત્તિ થાય છે. તેથી, તે ખાવાથી જીવહિંસા થાય છે. અને શરીરનું આરોગ્ય બગડે છે. વળી, શ્રીખંડ, મઠો, ખિચડી, પુલાવ, દહિવડા, કઢી વગેરેના ઊપયોગ વખતે વિદળ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. મેથીનો વઘાર ન કરવો. પાપડ પણ ન ખપે.
મેળવેલા દહિનો કાળ -
જૈન ધમૅમાં મેળવેલા દહિના કાળની પણ અગત્યતા છે. * બે રાત્રી પછીનું દહિ - છાશ વપરાય નહી. તેમજ દહિ - છાશથી બાંધેલા વડા, થેપલા, પોતૈયા કે મેથી ના ઢેબરા બીજી રાત્રી પછી ન ખપે. * ગરમ કરેલાં દહિ- છાશ રાત્રે ન રખાય. તે વાસી કહેવાય. * દહિ ને સરળતાથી ગરમ કરવા માટે પ્રેશર પેનમાં ૧ સીટી મારવી. જેથી, સરસ ગરમ થઇ જાય છે.
વાસી ખોરાક -
આજે બનાવેલ રોટલી, મોળી કે તીખી પોચી પુરી, પરોઠા, ભાખરી શેકેલી ફુલાવેલી કે તળેલી વધે તો સાંજે શેકીને બીજે દિવસે વાપરી શકાય. * પનીર - જે દિવસે દુધમાં દહિ નાખી ફાડો અને જે માવો બને તેને કપડામાં બાંધી બધુજ પાણી નીતારીયે ત્યારે બનાવેલું પનીર એજ દિવસે ખપે. બીજા દિવસે વાસી કહેવાય. *મોળો માવો - જે દિવસે દુધનો સફેદ માવો તૈયાર કયો હોય તે દિવસ પુરતોજ તે માવો ખપે. બીજા દિવસે વાસી કહેવાય. જો તેને બીજા દિવસે રાખવો હોયતો ઘાટા બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવો. * જે તે દિવસના પનીર - માવામાંથી બનાવેલ માવાના ગુલાબજાંબુ બીજા દિવસે વાસી કહેવાય. કારણકે તેની ચાસણી કાચી હોય છે. માટે પનીરના બનાવેલા રસગુલ્લા પણ કાચી ચાસણીના હોવાથી વાસી કહેવાય. * ઘાટા બદામી રંગનો શકેલો માવો મોળો કે ગળ્યો તે ૧૫ દિવસ ખપે. * દુધી,ચીકુનો હલવો જે દિવસે બનાવ્યો હોય તે દિવસેજ ખપે. બીજા દિવસે વાસી થયેલો ગણાય. * કોઇ પણ ફળો કે શાકભાજીની મીઠાઇ પાકી ચાસણી કરી બનાવ્યા હોય તો પણ વાસી ગણાય છે. માટે બીજા દિવસે ન ખપે. * શકેલો કે તળેલો પાપડ બીજા દિવસે ન વપરાય. * આજના બનાવેલ ફરસાણ, હાંડવો, ઢોકરા, ઇડલી, ઢોસા અને તેનું ખીરૂં તથા આ પ્રકારના બીજા ખાધપદાર્થો બીજા દિવસે ન વપરાય તે વાસી બની જાય છે. તેમાં તેજ વણૅના અસંખ્ય બેઇન્દ્રિય જીવોની ઊત્પત્તિ થાય છે. * જલેબીનો આથો સૂયોદય પછીજ લવાય/ અપાય. ફ્રુટ, સોડા, લીંબુ કે બેકિંગ પાઊડરથી આપી શકાય. (ઇસ્ટ વપરાય નહી) * ફુલાવરમાં ત્રસ જીવોની હિંસા થતી હોવાથી કદી ન વપરાય. * કોબીજના એક એક પાન છુટાં પાડી બરાબર દષ્ટિ ફેરવી પાણીમાં ધોઇ લુછીને કોરી કર્યા બાદ ઊપયોગમાં લઇ શકાય છે. * રાયતુ એટલે દહિ અને વાટેલી રાઇની વાનગી. શરીરને રાઇ ઘણી ગુણકારી છે. એનો ઊપયોગ એમને એમ થતો નથી એટલે તેના ઊપયોગથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. રાઇ મગજને ગતિમાન કરે છે. એટલેકે તેનાથી મગજ સતેજ બને છે. * મેવા, ફળ અને શાકભાજી એ વનસ્પતિજન્ય ખોરાક છે. એકલો મેવો લેવાને બદલે બીજા ખાધપદાર્થો તેમાં ભેરવીને તેનો પાક બનાવામાં આવે તો તેમાંથી પૌષ્ટીક તત્વો પુરા પડતા હોવાથી તે શરીરને શકિત આપે છે. શીયાળામાં આ મેવો ખાવાથી તેમાંથી પોષક, પાચક અને જીવનશકિત આપનારા તત્વો મળે છે. * શીયાળામાં પાચનશકિત તીવ્ર બને છે ત્યારે વસાણા વાપરવાથી ઠંડીનો પ્રતિકાળ તેમજ શારીરિક શકિતની વૃદ્ધિ થાય છે. કમરનો દુખાવો, શારીરિક અશકિત, સાંધાનો દુખાવો વગેરે વસાણા / પાક અસરકારક નીવડે છે અને વષૅભરની તાંકાત મેળવી આપવામાં સહાયક બને છે. ___________________________________________________________
પદાથૅની ઓળખ
(1) આઇસગ સુગર - જલ્દી જામી જાય તેવી ખાંડ (2) બ્રાઊન સુગર - ગરમ કરી બ્રાઊન કરવામાં આવેલી ખાંડ તેના બદલે અડધી ખાંડ અને અડધો ગોળ વાપરી શકાય. એકલી ખાંડ પણ વપરાય. (3) ડ્રીકગ ચોકલેટ - ચોકલેટ પાઊડર (4) બ્રેડ ક્મ્સ - ટોસ્ટનો ભૂકો (ઘરે બનાવેલો હોય તે અથવા મમરાનો ભૂકો પણ વાપરી શકાય) (5) કેપ્સીકમ - ઘોલર મરચા (6) વર્મી સેલી સેવ - ચોખાની સફેદ નાયલોન સેવ (7) મેક્રોની - મેદાની જાડી ભુંગળીવાળી સેવ ના ટુકડા (8) સ્પેગેટી - મેદાની પાતળી લાંબી સેવ જેવી. (9) નુડલ્સ - મેદાના બને (જેની રીત પાછળ આપેલ છે) (10) ચીલી સોસ - લીલા મરચા અને જીણા વાટી તેમાં મીઠું પણ ઊમેરી બનાવાય છે. (11) સોયા સોસ - સોયાબીનથી બને (12) કોનૅ ફલોર - મકાઇનો સફેદ બારીક લોટ. સમોસા, કચોરી, પેટીસ વગેરેનું પડ કડક કરવા વપરાય. શુપને ઘટ્ટ કરવા પણ વાપરી શકાય. (13) સાઇટ્રીક એસીડ - લીંબુના ફૂલ (14) બેકિંગ પાઊડર - ૧ ચમચી લીંબુના ફૂલ + ૧ ચમચી ખાવાનો સોડા એ બંન્ને લસોટીને પાઊડર બનાવાય. (15) કાળી જીરી - ૧ ટી. સ્પુન શેકેલુ જીરું + ૧૦ નંગ મરી આ બન્ને વસ્તુનો જીણો ભુકો કરી મીકસ કરવું. દહિ વડા વિગેરેમાં વાપરી શકાય. (16) લઇ - મેઁદાનો લોટ / ઘઉંનો લોટ / ચોખાનો લોટમાંથી લઇ બને છે. લોટમાં પાણી નાખી ઓગાળી ગરમ કરવું. પેસ્ટ જેવું બને એટલે સમોસાના પડ ચોટાડવા વાપરી શકાય. (17) ઇનો - સાજીના અને લીંબુના ફુલ મીશ્રણ છે વસ્તુને પોચી કરવા કે ફુલાવવા વપરાય છે. કરીયાણા કે દવાની દુકાને મળે છે.
તોલ - માપ અંગે સૂચના
* ચોકકસ માપ માટે બજારમાં મળવા મેઝરકપ અને સ્પુન સેટ વસાવવા. * લોટ વગેરે માપતા પહેલાં ચાળી લેવા. * કોઇ પણ વસ્તુ ઊભરાતી ન લેવી. * કાપીને જ માપ કરવું. જો માપ બરાબર હોય તો જ વસ્તુ બરાબર બને છે. * 1 કપ = મીડીયમ ચાનો કપ = 210 મીલી. 1 ટી. સ્પુન = 1 ચમચી = 5 મીલી. 1 ટેબલ સ્પુન = 1 ચમચો (શાકનો) = 15 મીલી. 1 ટેબલ સ્પુન = 3 ટી. સ્પુન 1 કપ = 16 ટેબલ સ્પુન 1 કિલો = 2.5 પાઊન્ડ 1 લીટર = 1000 મીલી.
* નીચેની ચીજો કપથી માપવી સરળ બને. ચીજવસ્તુ વજન આશરે કદ મેઁદો 250 ગ્રામ = 2 કપ ચોખા 250 ગ્રામ = 1 કપ ખાંડ 250 ગ્રામ = 1 કપ આઇસગ સુગર 250 ગ્રામ = 7/4 કપ પનીર 250 ગ્રામ = 1 કપ ક્રીમ 250 ગ્રામ = 1 કપ
* બેક કરવા માટે - કેક, બીસ્કીટ, બ્રેડ, પીત્ઝા, બેકડીશ બનાવવા માટે એલ્યુમીનીયમનો ડબ્બો વાપરવો.
માઇક્રોવેવની અંદર કાચનો બાઊલ વાપરવો.
* કોઇક વાનગીમાં ટેમ્પરેચર ઍફ અને કોઇક વાનગીમાં સિ હોય છે તેનો ચાટૅ નીચે મુજબ છે.
ઍફF સિC ગેસનંબર 225 110 1/4 250 125 1/3 275 140 1 3૦૦ 15૦ 2 325 165 ૩ 350 180 4 375 195 5 400 210 6 425 220 7 450 235 8 475 250 9
સાધનો ની ઓળખ
ફ્રાય પેન - પહોળી તવી નટ કટર - સૂકા મેવાનો ભૂકો કરવાનું સાધન ચીલી કટર - મરચાં વાટવાનું સાધન ચોપ એન્ડ ચનૅ - શાકભાજીને ઝીણું સુધારવાનું સાધન બાઊલ કેસરોલ - વસ્તુ ગરમ રાખવા માટેનું સાધન બોશ કે હેન્ડમિકસર - ફીણવા કે પલ્પ બનાવવા માટેનું સાધન પીલર - છોલવાનું ચપ્પુ કિચન માસ્ટર - સૂપ અથવા ફળોનો રસ ગાળવા માટેનું સાધન લિકવીડાઇઝર - કોઇ પણ વસ્તુને વાટવા માટેનું સાધન મિકસર - વસ્તુને વાટવાનું કે પીસવાનું સાધન
શબ્દ સૂચિ
સવૅ કરવું - પીરસવુ ક્રશ કરવું - વાટવું કોટિંગ - પડ કરવું બીટ કરવું - ફીણવું સ્ટાટસૅ - જમતા પહેલા લેવાનો નાસ્તો ટૂથપિક - વાનગીને પકડવાની સળી ગ્રીઝ - સાધનમાં ઘી લગાડવાથી તેની ઊપર મેદો ભભરાવવો બીન્સ - દાણા કન્ડેન્સ મિલ્ક - દૂધ,ખાંડ, મકાઇના પૌંઆ મીકસ કરી ગેસ ઊપર ઘટ્ટ કરવું રેપર - કાગળ વટાળવો ચીલર - નોમૅલ ટેમ્પે્રચર વાળી ફ્રીજમા જગ્યા ( જયા બરફ ન થાય ) અન મોલ્ડ - કેકને ઉંધી પાડવી ચનૅ કરવું - મિકસરમા ધીમે ધીમે ફેરવવું પલ્પ - ટામેટા,ફ્રટ કે શાક નો માવો સ્ટોક વોટર - વેજિટેબલ બાફીને બનાવાતું પાણી ફોઇલ - ગોળાકાર વીંડવું
* ભોજન સમયે સ્ત્રીને માતાની ઊપમા આપવામા આવી છે. માટે બહેનોએ શુધ્ધ, શાંત અને સ્વચ્છ ચિત્તે રસોઇ તૈયાર કરવી. * વધુ પડતા તાપ અને મસાલાઓથી રસોઇ સ્વાદિષ્ટ બનતી નથી માટે ઓછા તાપ અને પ્રમાણસર મસાલા નાંખવા જરૂરી છે. * ભોજન એ માનવ જીવનનો પાયો છે. અન્ન કેવળ માનવીના તનનું જ નહિ પણ મનનું પણ ઘડતર કરે છે. માનવીના જ્ઞાન, બુદ્ધિ, બળ, આરોગ્ય, વિચાર, વાણી, વતૅન, અન્ન - ભોજન સાથે નિકટનો સંબંધ ધરાવે છે. સ્વચ્છ અને સાત્વિક ભોજન માનવીના મનને આનંદ આપે છે. જ્ઞાન અને વિધાની વૃદ્ધિ કરે છે, ઊત્સાહ - પ્રેરણા અને ઊજજવળતા અપૅ છે, શરીરને શાંતિ આપે છે. ___________________________________________________________
|
|
|