જિંદગીભર સુખી રહેવું હોય તો ઉંમર પ્રમાણે વર્તન કરતાં શીખો. ધ્યાન એકલા કરો પણ કીર્તન ઘરનાં બધાં ભેગાં થઈને કરો. ઈર્ષ્યાળુ જોશે બીજાનું, ખોશે પોતાનું. જેના ઉપર ગુરૃ શાસન કરી શકે તેનું નામ શિષ્ય. ગુરૃકૃપા કરતાંય ગુરૃ શિષ્યની સમર્પિતતા એ મહાન છે. દુનિયામાંથી સદ્ગુરૃઓ નથી ખોવાયાં પરંતુ શિષ્યત્વ ગુમ થઈ ગયું છે. સાચા પ્રેમનો આરંભ ત્યાં થાય છે જ્યાં કશાય બદલાની અપેક્ષા ન હોય. બીજા તમને ચૂપ રહેવાનું કહે એ પહેલાં જ તમે મૌન થઈ જાવ.